સારા પગારની નોકરી છોડીને શખ્સે કર્યો આવો બિઝનેસ, દેશ-વિદેશમાં કામ કરીને આજે કરે છે લાખોનું ટર્નઓવર
આજે એક એવા માણસ વિશે વાત કરવી છે કે જેણે નોકરી છોડીને બિઝનેસ કર્યો. આજે એ માણસની કંપનીમાં 10 લોકો કામ કરે છે. ઓનલાઈન પ્લેટફોર્મ અને પોતાની વેબસાઈટની મદદથી દેશભરમાં પોતાની પ્રોડક્ટ પહોંચાડી રહ્યાં છે. તેમજ આ શખ્સે પોતાની દરેક પ્રોડક્ટ પર મેડ ઈન બિહાર લખ્યું છે. ગત ફાયનાન્સિયલ યરમાં કંપનીનું રેવન્યૂ 10 લાખ રૂપિયા રહ્યું. તો આ વર્ષે લોકડાઉન હોવા છતાં પણ તેમની કંપનીએ આ આંકડો નવેમ્બરમાં જ ક્રોસ કરી નાંખ્યો છે. તો આવો જાણીએ. સત્તુ… એટલે એવું નામ કે જે દરેક લોકોએ સાંભળ્યું જ હશે. એમાં પણ સૌથી વધુ પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ફેમસ છે.
આ એક એવી પ્રોડક્ટ છે કે જેને ખાઈ પણ શકાય છે અને પી પણ શકાય છે. તેને બિહારી ફાસ્ટ ફુડ પણ કહેવાય છે, એવું ફાસ્ટ ફુડ, જેનાથી કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થતી નથી. સત્તુથી અનેક પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજન પણ બનાવવામાં આવે છે, જેમાં લિટ્ટી-ચોખાથી લઈને સત્તુ પરાઠા તો હવે દેશભરમાં લોકો ખાવાનું પસંદ કરે છે. બિહારમાં તો તેના નામથી એક લોક પર્વ પણ છે જે એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે, જેનું નામ સત્તુઆન.
તમને એમ લાગતું હશે કે આ સ્ટોરીમાં સત્તુનો આટલો બધો ઉલ્લેખ શા માટે કરવામાં આવી રહ્યો છે. તો જણાવી દઈએ એ એવું એટલા માટે કરી રહ્યાં છીએ, કેમ કે આજની વાતમાં અમે જે વ્યક્તિની વાત કરવા જઈ રહ્યાં છીએ તેમના જીવનનું લક્ષ્ય સત્તુને વિશ્વભરમાં પહોંચાડવાનો છે. આ વાત છે બિહારના મધુબની જિલ્લાના રહેવાસી સચિન કુમારની, કે જેણે મુંબઈમાં પોતાની સેટલ્ડ નોકરી છોડીને બિહારના ફેમસ સત્તુને વર્લ્ડ ફેમસ બનાવવા માટે પોતાના ગામમાં પરત ફર્યા અને એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું.
સચિનના આ સ્ટાર્ટઅપનું નામ છે સત્તુઝ. સચિન સત્તુને પ્રોસેસ કરીને અલગ-અલગ પ્રકારની પ્રોડક્ટસ બનાવે છે, જેમાં સત્તુ પાવડર, રેડીમેડ એનર્જી ડ્રિંક અને લિટ્ટી-ચોખા રેડીમેડ મસાલા સામેલ છે. આ વિશે વાત કરતાં સચિન કહે છે ‘અમે અમારા વેન્ડર સાથે પેકેજિંગથી લઈને દરેક વસ્તુ ફાઈનલ કરી હતી અને અમે તેઓને રિક્વેસ્ટ કરી હતી કે 14 એપ્રિલે સત્તુઆન પર્વની ઉજવણી કરાય છે અને આ દિવસે સત્તુ ખાવા અને પીવાનું ઘણું જ મહત્વ હોય છે. તેથી જો અમારી પાસે પહેલો સ્ટોક આવી જાય તો હું પહેલું પેકેટ મારા મમ્મી-પપ્પાને આપવા માંગુ છું. આગળ વાત કરતાં સચિન કહે છે કે પાઉલો કોએલ્હોએ પોતાના પુસ્તક ધ અલ્કેમિસ્ટમાં લખ્યું છે કે, “And, when you want something, all the universe conspires in helping you to achieve it.” અને તેનું હિંદી વર્ઝન અમે શાહરૂખ ખાનની ફિલ્મમાં સાંભળ્યું છે કે, “अगर किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हे उससे मिलाने में लग जाती है।” તો મારી સાથે પણ કંઈક એવું જ થયું છે.
તમે સચિનના નસીબ જુઓ કે 14 એપ્રિલ 2018નાં રોજ તેનું પહેલું પેકેટ આવ્યું. સચિન આગળ વાત કરતાં જણાવે છે કે, જે બાદ અમે આ દિવસે જ અમારી કંપની ગો રૂરલ ફુડ બેવરેજીસ અંતર્ગત પોતાની બ્રાંડ સત્તુઝનો પ્રારંભ કર્યો. સત્તુઝની યાત્રા કેવી રહી તે પણ સચિન જણાવે છે કે, ‘MBA દરમિયાન મેં એન્ટરપ્રેન્યોરશિપનો અભ્યાસ કર્યો. મારા પરિવારને રિટેઈલનો બિઝનેસ હતો. આ દરમિયાન મને લાગ્યું કે અમે જે બિઝનેસ કરી રહ્યાં છીએ, તેમાં અમે બહારનો સામાન લાવીને બિહારમાં વેચીએ છીએ, પરંતુ બિહારની એક પણ વસ્તુ અમે બિહારથી બહારે નથી વેચી રહ્યાં. સચિનનું કહેવું છે કે, અભ્યાસના સમયગાળામાં જ મનમાં હતું કે એવું કંઈક કરવું જેનાથી બિહારનું નામ બહારના દેશો સુધી પહોંચે, પરંતુ આ બધું કરવું એટલું સહેલું ન હતું. MBA પૂર્ણ કર્યા બાદ સચિનને મુંબઈમાં એક સારી જગ્યાએ નોકરી મળી ગઈ. થોડાં વર્ષો બાદ અમેરિકા જવાની પણ તક મળી, પરંતુ તેનું મન નોકરીમાં લાગતું ન હતું. તે પોતાના બિહારની જમીન પર કંઈક પોતાનું જ કરવા ઈચ્છતા હતા.
પછી આખરે 2008માં સચિને નોકરી છોડીને પોતાના ઘરે પરત ફર્યા. સચિનના આ નિર્ણયથી ઘરમાં કોઈ પણ ખુશ ન હતું. આ દરમિયાન તે હંમેશા પોતાની આસપાસ એવું કંઈક શોધવાનો પ્રયાસ કરતા રહ્યાં જેની મદદથી તેઓ બિહારની અલગ ઓળખ બનાવી શકે. તેમની આ તલાશ સત્તુ પર જઈને ખતમ થઈ. 2016થી સચિને સત્તુ પર એક પાયલટ સ્ટડી શરૂ કરી. તેઓએ અલગ-અલગ શહેરોમાં યાત્રાઓ કરીને તે જાણ્યું કે અંતે લોકો સત્તુ અંગે કેટલું જાણે છે. આ દરમિયાન અમારી સામે ઘણી જ ચોંકાવનારી જાણકારીઓ આવી.
એ સમય વિશે સચિને વાત કરી કે અમે જાણ્યું ત્યારે ખબર પડી કે, કોઈને સત્તુ બનાવતા આવડતું ન હતું તો કોઈની પાસે એટલો સમય ન હતો કે તમામ વસ્તુઓ એકઠી કરીને સત્તુ બનાવી શકે. ત્યારે અમે નક્કી કર્યું કે અમે માર્કેટમાં સત્તુને રેડી-ટૂ-મેડ ડ્રિંક તરીકે લોન્ચ કરીશું. અમે એક નાનકડું ડ્રિંક પેક તૈયાર કર્યું જે ટ્રાવેલિંગ દરમિયાન સહેલાયથી સાથે રાખી શકાય. સચિને સત્તુની યોગ્ય પ્રોસેસિંગ માટે ફુડ પ્રોસેસિંગની પણ ટ્રેનિંગ લીધી, કે જેથી તેમની પ્રોડક્ટ્સમાં તમામ વસ્તુઓ યોગ્ય માત્રામાં હોય. જે બાદ તેઓએ પ્રોડક્ટ તૈયાર કરી અને FSSAI સર્ટિફિકેશન પણ લીધું.
પોતાના પ્રવાસ વિશે આગળ વાત કરતાં સચિન કહે છે કે, ‘અમે સત્તુને નવું સ્વરૂપ આપવાની સાથે-સાથે તેના પેકેજિંગને પણ અલગ બનાવ્યું. કેમકે, નવી જનરેશનને સત્તુ ઘણું જ બોરિંગ લાગતું હતું, તેથી અમે અમારી પ્રોડક્ટને અન્ય ડ્રિંક્સની જેમ જ પેક કર્યું. શરૂઆતમાં સચિને સત્તુના ત્રણ ફ્લેવર્સ માર્કેટમાં ઉતાર્યા, જેમાં જલજીરા, સ્વીટ અને ચોકલેટ ફ્લેવર સામેલ હતી. જેની કિંમત 20 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી રાખી, પેકિંગ બોટલ અને ડબ્બામાં કરવામાં આવી. આ સાથે પેપરનો એક ગ્લાસ અને એક ચમચી પણ આપવામાં આવી. જેથી ગ્રાહકને ગ્લાસમાં પાવડર અને પાણીને મિક્સ કરવાનું અને પીવાનું રહે છે.
કેવો રિસપોન્સ રહ્યો એના અનુભવ વિશે વાત કરતાં સચિન કહે છે કે આ રેડી મિક્સ ડ્રિંક ગ્લૂટેન ફ્રી, વીગન અને પ્રિઝર્વેટિવ ફ્રી છે. આ કાર્બોનેટેડ ડ્રિંક્સનો સારો અને હેલ્ધી ઓપ્શન પણ છે. સચિનના આ સ્ટાર્ટઅપ માટે તેઓને IIM કોલકાતાથી લોન અને ઈન્ડિયન એન્જલ નેટવર્ક (IAN) અને બિહાર ઈન્ડસ્ટ્રી એસોસિએશન (BIA)થી ફંડિંગ મળ્યું છે. સત્તુજ બિહારનું પહેલું સ્ટાર્ટઅપ છે જેને આ બંને નેટવર્ક્સથી ફંડિંગ મળ્યું છે. સચિન જણાવે છે કે, ‘ઈન્ડિયન એન્જલ નેટવર્કથી ઘણાં જ મોટા ઈન્વેસ્ટર્સ હરિ બાલાસુબ્રમણ્યમને હું એક ઈવેન્ટમાં મળ્યો હતો. મેં ત્યાં હરિ સરને એક ગ્લાસ સત્તુ પીવડાવ્યું હતું. 5 મિનિટની અંદર જ તેઓએ અમને કમિટમેન્ટ આપ્યું કે તેઓ અમારા સ્ટાર્ટઅપને ફંડ આપશે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ પણ જાતના બિઝનેસ પ્રપોઝલ, પીપીટી, સ્લાઈડ્સમાં માત્ર પ્રોડક્ટ જોઈને કમિટમેન્ટ મળી જશે અને તે પણ સત્તુ પીવડાવીને. તેઓએ તાત્કાલિક જ BIAને ફોન કર્યો, જે પછી બિહાર ઈન્ડસ્ટ્રી એસોસિએશનને પણ નક્કી કર્યુ કે બિહારના સ્ટાર્ટઅપમાં કેમ રોકાણ કરવામાં ન આવે. આ રીતે સત્તુને ઓળખ અને સપોર્ટ બન્ને મળ્યો. આજે તમે જાણો જ છે કે આ પ્રોડક્ટ કેવી ધમાલ મચાવી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સારા પગારની નોકરી છોડીને શખ્સે કર્યો આવો બિઝનેસ, દેશ-વિદેશમાં કામ કરીને આજે કરે છે લાખોનું ટર્નઓવર"
ટિપ્પણી પોસ્ટ કરો