જો તમે અપનાવશો આ ઘરેલુ નુસ્ખાઓ, તો પાતળી આઇબ્રો થઇ જશે ભરાવદાર અને ચહેરો પણ લાગશે એકદમ મસ્ત
આઈબ્રો આખા ચહેરાને એક નવો આકાર આપે છે.સુંદર અને આકર્ષક આઈબ્રો ચહેરાની સુંદરતા વધારવાનું કામ કરે છે,કોઈની આઈબ્રો
ખૂબ પાતળી અને ઘાટી ન હોય તો તે ચહેરા પર બિલકુલ સારી દેખાતી નથી.

તમે ભલે સુંદર દેખાવા માટે ગમે તેટલો મેક-અપ લગાડો,પણ જો તમારો આઈબ્રો બરાબર ના હોય તો તમારા ચેહરાનો દેખાવ બિલકુલ સારો નથી લાગતો.તમે ક્યારેય વિચાર્યું કે કોઈપણ પ્રસંગ અથવા ક્યાંય પણ બહાર જવાનું હોય તો સૌથી પેહલા સ્ત્રીઓ આઈબ્રો શું કામ કરાવે છે ?

કારણ કે આઈબ્રો એમના ચેહરાનો દેખાવ અલગ કરી દે છે અને આઇબ્રોની સુંદરતાના કારણે જ તેમના તરફ લોકો આકર્ષાય છે.પણ ઘણી મહિલાઓની આઈબ્રો એવી હોય છે કે જે ખુબ જ પાતળી અને નાની હોય છે અને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તેમના આઈબ્રો એવા જ રહે છે.આઈબ્રોને ઘાટા અને જાડા બનાવવા માટે બજારમાં પણ ઘણા ઉત્પાદનો મળે છે,પરંતુ તેનો ઉપયોગ કરવાથી કોઈપણ પરિણામ નથી મળતા.
તેથી તેને ઘાટી અને જાડી આઈબ્રો બનાવવાની કેટલીક કુદરતી અને સરળ રીતો છે કે જેથી તમે ઘરે બેઠા તમારી આઈબ્રોને ઘાટી અને જાડા બનાવી શકો છો.તો ચાલો જાણીએ કેટલીક પદ્ધતિઓ જે ખૂબ જ સરળ છે.
અહીં જણાવેલા ઉપાય ઘાટી અને જાડી આઈબ્રો બનાવવા માટે શ્રેષ્ઠ છે.

બદામનું તેલ આઈબ્રોને જાડા બનાવે છે અને પોષણ પણ આપે છે.કારણ કે બદામના તેલમાં વિટામિન ઇ હોય છે,જેના કારણે વાળ ઉગે
છે.આ માટે સૂતા પહેલા દરરોજ આઈબ્રો પર બદામના તેલથી માલિશ કરો.માલિશ કરતી વખતે તમારા આઈબ્રો પર વધારે દબાણ ન
કરો,હળવા હાથથી તમારા આઇબ્રોની મસાજ કરો અને સવારમાં ઉઠીને તરત જ તમારો ચેહરો સદા પાણીથી ધોઈ લો.માત્ર 15 દિવસ
આ ઉપાય કરવાથી તમારા આઈબ્રો ઘાટા અને જાડા થઈ જશે.

જેમ વાળ પર મેથી લગાવવાથી વાળ જાડા થાય છે,તેવી જ રીતે મેથીની પેસ્ટ આઈબ્રોમાં લગાવવાથી આઈબ્રો જાડા અને કાળા થશે.આ
માટે રાત્રે મેથીને પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે તેની પેસ્ટ બનાવો અને આ પેસ્ટ આઈબ્રોમાં લગાવી તેને 5 મિનિટ સુધી
રહેવા દો ત્યારબાદ શુધ્ધ પાણીથી તમારો ચેહરો ધોઈ લો.આ ઉપાય સતત 7 દિવસ કરો.તમે તમારી રીતે જ તફાવત જોશો. નાળિયેર તેલ લગાવવાથી પણ ઘણા ફાયદા થાય છે.જેમ નાળિયેર તેલ વાળમાં લગાવવાથી વાળ લાંબા,જાડા અને મજબૂત થાય છે.એવી જ રીતે તમારા આઈબ્રો પર નાળિયેર તેલ લગાવવાથી આઈબ્રો કાળી અને જાડી થશે.

ડુંગળીના ઉપયોગથી પણ આઈબ્રો ઘાટા અને જાડા થઈ શકે છે.આ માટે એક કોટનના ટુકડામાં ડુંગળીનો રસ લો અને તેને આઈબ્રો પર
લગાવો અને 15-20 મિનિટ પછી ઠંડા પાણીથી તમારી આઈબ્રો ધોઈ લો.એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ડુંગળીનો રસ તમારી આંખમાં ન જવો જોઈએ.કારણ કે ડુંગળીનો રસ આંખ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
0 Response to "જો તમે અપનાવશો આ ઘરેલુ નુસ્ખાઓ, તો પાતળી આઇબ્રો થઇ જશે ભરાવદાર અને ચહેરો પણ લાગશે એકદમ મસ્ત"
ટિપ્પણી પોસ્ટ કરો