અંડરઆર્મ્સના કાળા ડાઘથી કંટાળી ગયા છો? તો આ ઉપાયોથી બધી કાળાશને કરી દો દૂર
ઘણા લોકો કાળા અંડર આર્મ્સના કારણે તેમના મનપસંદ વસ્ત્રો પહેરવાથી શરમાતા હોય છે.આવી વ્યક્તિ સ્લીવલેસ કપડાં પણ નથી પેહરી સકતી અંડર આર્મ્સના કારણે તેમને શરમનો સામનો કરવો પડે છે.મોટાભાગના લોકો કાળા અંડર આર્મ્સ સાફ કરવા માટે બજારમાં મળતા મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે,તેનાથી અંડર આર્મ્સ સાફ તો થાય છે પરંતુ તે ત્વચાની કાળાશ વધતી જ જાય છે.જે ખુબ જ ખરાબ લાગે છે.ઘણા લોકો અંડર આર્મ્સ પાર્લરોમાં પણ સાફ કરાવે છે.આ પણ પ્રોડક્ટ્સ જેવું જ કામ કરે છે.આ દરેક ઉપાયથી કંટાળીને મહિલાઓ અંડર આર્મ્સ પર ધ્યાન આપવાનું છોડી દે છે અને નિરાશ થઈ જાય છે.તેથી તમારી આ સમસ્યા દૂર કરવા માટે અમે એકદમ સરળ અને ઘરેલુ ઉપાય જણાવી જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી તમારા કાળા અને ખરાબ દેખાતા અંડર આર્મ્સ એકદમ સફેદ થઈ જશે.તો ચાલો જાણીએ એ ઉપાય વિશે.

આયુર્વેદમાં કાળા અંડર આર્મ્સની સમસ્યા દૂર કરવા માટે ઘણા દેશી ઉપાયો જણાવ્યા છે,જેની મદદથી તમે ઘરે ખૂબ જ ઓછો ખર્ચ કરીને તમારા અંડર આર્મ્સ એકદમ સફેદ બનાવી શકો છો.અંડર આર્મ્સને સફેદ બનાવવા માટે તમે સમાન માત્રામાં ગુલાબજળ અને લોબાન તેલ લો.આ બંનેને મિક્સ કરીને પેસ્ટ બનાવો.

હવે આ પેસ્ટને તમારા અંડર આર્મ્સ પર લગાડો અને હળવા હાથથી ત્યાં મસાજ કરો.ત્યારબાદ લગભગ 30 મિનિટ સુધી તે પેસ્ટને સૂકાવા દો.હવે 30 મિનિટ પછી અંડર આર્મ્સને નવશેકા પાણીથી ધોઈ લો.આ આયુર્વેદિક ઉપાયનો દરરોજ ઉપયોગ કરવાથી થોડા દિવસોમાં જ તમારા અન્ડર આર્મ્સની કાળાશ દૂર થઈ જશે અને તમારા અંડર આર્મ્સ એકદમ સફેદ થઈ જશે.
અંડર આર્મ્સને સફેદ બનાવવા માટે લીંબુ પણ અસરકારક છે.

લીંબુ ના ઘણા ફાયદા છે.તે એક કુદરતી બ્લીચ છે,જે કાળી ત્વચાને સફેદ બનાવવા માટે કામ કરે છે.આ સિવાય લીંબુ ડેડ સ્કિન પણ સાફ
કરે છે.અંડર આર્મ્સની કાળાશ દૂર કરવા માટે ત્યાં લીંબુનો રસ નિયમિતપણે લગાવો. તે પછી ઠંડા પાણીથી ધોઈ લો અને અંડર આર્મ્સમાં
મોઇશ્ચરાઇઝર લગાવો.આ ઉપાય થોડા દિવસો માટે કરો. થોડા દિવસોમાં જ તમને પરિણામ મળશે.લીંબુના રસમાં હાજર વિટામિન
સી ત્વચાની કાળાશ દૂર કરે છે.તમે અંડર આર્મ્સમાં લીંબુને કાપી અને તેના ટુકડા વડે પણ મસાજ કરી શકો છો.
બટેટાના ઉપાય

બટાટામાં વિટામિન એ,બી અને સી વધુ પ્રમાણમાં હોય છે અને બટાકાના ઉપયોગથી તમારી અંડર આર્મ્સની ત્વચાને કુદરતી રીતે બ્લીચ
કરી શકે છે.બટાટાના રસ અથવા બટાકાના ટુકડા અંડર આર્મ્સ પર લગાવવાથી ત્વચા પરની કાળાશ થોડા દિવસોમાં જ દૂર થઈ જાય
છે.આ સિવાય તમે અંડર આર્મ્સમાં બટાકાનો રસ અને લીંબુના રસનું મિક્ષણ પણ શકો છો.આ મિક્ષણ બધા ઉપાયથી ઝડપથી અને વધુ
સારા પરિણામો આપશે.
અંડર આર્મ્સને સફેદ બનાવવા માટે બેકિંગ સોડા
અંડર આર્મ્સ પર જમા થયેલી ગંદકી અને કાળાશ દૂર થવામાં સમય લે છે,જેના કારણે મૃત ત્વચાના કોષો ત્યાં એકઠા થઈ જાય છે અને
અંડર આર્મ્સની ત્વચા વિકૃત,કડક અને વધુ કાળી બને છે.આ સમસ્યા દૂર કરવા માટે પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને પેસ્ટ બનાવો

અને તે પેસ્ટથી અંડર આર્મ્સમાં સ્ક્રબ કરો.આ અંડર આર્મ્સના છિદ્રોને ખોલશે અને દુર્ગંધ દૂર કરશે.તમે બેકિંગ સોદામાં નાળિયેર તેલ
ઉમેરીને પણ અંડર આર્મ્સની માલિશ શકો છે.આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર જરૂરથી કરવો.
ચણાનો લોટ અને દહીંનું મિક્ષણ

દરેક લોકો જાણે જ છે કે ત્વચાને સફેદ કરવા માટે ચણાનો લોટ એ એક ઉત્તમ સ્ક્રબ છે જે ત્વચાના મૃત કોષોને દૂર કરીને ત્વચાને એકરૂપ
બનાવવા માટે મદદ કરે છે.દહીંમાં હાજર લેક્ટિક એસિડ ત્વચાને નરમ તેમજ સ્વસ્થ બનાવે છે.ચણાનો લોટ અને દહીં મિક્સ કરીને એક
પેસ્ટ બનાવો અને તેને અંડર આર્મ્સ પર લગાવો.ત્યારબાદ થોડા સમય માટે તેને સુકાવા દો અને પછી તેને હળવા પાણીથી ધોઈ લો.આ
ઉપાય થોડા દિવસ કરવાથી તમારા અંડર આર્મ્સ એકદમ સફેદ અને નરમ થઈ જશે.
0 Response to "અંડરઆર્મ્સના કાળા ડાઘથી કંટાળી ગયા છો? તો આ ઉપાયોથી બધી કાળાશને કરી દો દૂર"
ટિપ્પણી પોસ્ટ કરો