શ્વાસ થંભી જાય અને ધબકારા વધી જાય એવો વીડિયો, અમદાવાદમાં કાપડ ગોડાઉનના બ્લાસ્ટના CCTV વાયરલ

શ્વાસ થંભી જાય અને ધબકારા વધી જાય એવો વીડિયો, અમદાવાદમાં કાપડ ગોડાઉનના બ્લાસ્ટના CCTV વાયરલ

શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બની છે, જેને પગલે ફાયરબ્રિગેડની 24 જેટલી ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આ બ્લાસ્ટની આસપાસના 9 ગોડાઉનને અસર થઈ હતી. જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 6 પુરૂષ અને 5 મહિલા સહિત 11નાં મોત થઈ ગયાં છે.

જ્યારે ફાયરની ટીમ દ્વારા હાલ રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ફાયરબ્રિગેડની 24 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ ઈજાગ્રસ્તો એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રેસ્ક્યુ કામગીરી કરવા માટે NDRFની ટીમ પહોંચી છે. આ ટીમ અત્યાધુનિક અદ્યતન સાધનો વડે રેસ્કયુ કરી રહી છે.ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

આ દુર્ઘટના અંગે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે, અમદાવાદમાં ગોડાઉનમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોકગ્રસ્ત છું. તેમના શોકાતુર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરું છું, તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ કરવામાં આવશે.

અમદાવાદમાં થયેલી આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનાની તપાસ માટે તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓ એવા શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમારને આગ દુર્ઘટનાની તપાસ સોંપી છે. તેમજ મુખ્યમંત્રી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી છે.

મૃતકોનાં નામ

  • નજમુનિશા શેખ(ઉં.વ.30)
  • ક્રિશ્ચિયન રાગિણી(ઉં.વ.50)
  • કલુઆ બુંદુ(ઉં.વ.41)-મેલ
  • યુનુસ મલિક
  • રામારામ દેવાશી
  • 6 અજાણી વ્યક્તિ


આ દુર્ઘટનામાં 11-11 લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં AMCના મ્યુનિસિપલ કમિશનર સહિત એકેય ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર જોવા મળ્યા નહોતા. માત્ર એટલું જ નહીં, સાશક પક્ષનો એકેય નેતા પણ ફરક્યો નહોતો. શહેરના 11 નગરિકોના જીવ ગયા પણ મેયર કે ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન સ્થળ પર આવ્યા નહોતા. PMના ટ્વીટ પછી મેયર બહાર નીકળ્યા હતા અને બપોરે 12 વાગ્યાની ઘટના છતાં સાંજે 6 વાગ્યે એલજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળ્યા હતા.

પિરાણા પિપલ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટના કાપડના ગોડાઉનમાં 11 વાગ્યાની આસપાસ મોટો બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમા બ્લાસ્ટ થતા તેની છત ધરાશયી થઈ હતી. જેથી નીચે કામ કરી રહેલા મજૂરો પર છત પડી હતી. જો કે, બ્લાસ્ટ બાદ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કાટમાળમાં 20 જેટલા મજૂરો ફસાયા હોવાનું જાણાવવામાં આવી રહ્યું છે. આગને પગલે ફાયર વિભાગ તાત્કાલિક દોડતુ થયું હતું. ફાયર વિભાગ દ્વારા ફસાયેલા 19 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામને સારવાર માટે એલજી હોસ્પિટલમા ખસેડાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "શ્વાસ થંભી જાય અને ધબકારા વધી જાય એવો વીડિયો, અમદાવાદમાં કાપડ ગોડાઉનના બ્લાસ્ટના CCTV વાયરલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel