શુભ કામ કરવા જતા પહેલા દહીં અને સાકર ખવડાવવા પાછળ આ કારણ છે જવાબદાર, જાણો અને તમે પણ કરો અમલ

આપણે ઘણીવાર આપના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે જો કોઈ સારા કામ માટે ઘરની બહાર જતા હોય તો ઘરની બહાર નીકળતી વખતે દહીં અને સાકર ખાઈને જ નીકળો. આપણી મમ્મી પણ પરીક્ષા વખતે કે કોઈ ઇન્ટરવ્યૂમાં જતી વખતે કે પછી વિદેશ જતા સમયે દહીં અને સાકર ખવડાવીને જ મોકલતી હતી.

image source

પણ શું ખરેખર દહીં અને સાકર ખાઈને ઘરેથી નિકળવાથી શુભતા આવવા લાગે છે? આપણા કામમાં આવતી અડચણ દૂર થઈ જાય છે અને આપણા બધા જ કામ સારી રીતે પૂર્ણ થઈ જાય છે? તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે શુભ કામ માટે દહીં અને સાકર ખાઈને ઘરેથી નીકળવા પાછળ આ છે માન્યતા. દહીં અને સાકર બંને જ વસ્તુઓ સફેદ હોય છે અને બંનેનો સંબંધ ચંદ્ર સાથે છે. ચંદ્ર આપના મનને નિયંત્રિત કરે છે. દહીં અને સાકર ખાવાથી આપણા મનને ઠંડક મળે છે અને એનાથી આપણું પાચનતંત્ર શાંત રહે છે. એટલે દહીં અને સાકર ખાઈને ઘરેથી નીકળવું શુભ માનવામાં આવે છે.

શુભ કામ માટે દહીં અને સાકર ખાઈને ઘરેથી નીકળવા પાછળ આ છે હકીકત.

image source

દહીં ઘણા બધા વિટામીન અને મીનરલ્સથી ભરપૂર હોય છે જ્યારે પણ આપણે કોઈ મહત્વપૂર્ણ કામ કરવા માટે નીકળીએ છીએ ત્યારે આપણા દિલ દિમાગમાં ખૂબ જ હલચલ ચાલી રહી હોય છે, જેની અસર આપના સ્વાસ્થ્ય અને પાચનતંત્ર પર પણ થાય છે. એના કારણે આપણને એસીડીટીની તકલીફ પણ થઈ શકે છે. એસીડીટી થાય તો આપણે ખૂબ જ અસહજ અનુભવ કરીએ છીએ જેના કારણે આપના કામમાં અડચણ પેદા થઈ શકે છે. એવામાં દહીં એક કુલિંગ એજન્ટનું કામ કરે છે અને આપણે જે કઈ પણ ખાઈએ છીએ એને પચાવવામાં મદદ કરે છે.

image source

એવી જ રીતે સાકાર એટલે કે સુગર આપણા સુગર લેવલને બેલેન્સ કરી રાખે છે જ્યારે પાચનતંત્ર અને સુગર લેવલ સારું રહે છે તો આપણા શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે અને આપણે આપણું કામ મન લગાવીને કરી શકીએ છીએ.

image source

આ જ કારણ છે કે આપણા વડીલો ઘરની બહાર નીકળતા પહેલા આપણને દહીં અને સાકર ખવડાવતા હતા.

image source

તો હવે તમે પણ જ્યારે કોઈ શુભ કામ કરવા ઘરની બહાર નીકળો તો દહીં અને સાકર ખાવાનું ચૂકતા નહિ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "શુભ કામ કરવા જતા પહેલા દહીં અને સાકર ખવડાવવા પાછળ આ કારણ છે જવાબદાર, જાણો અને તમે પણ કરો અમલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel