આ જગ્યાએ એરપોર્ટ પર થયો સોના-ચાંદી અને હીરાનો વરસાદ, લોકોની આંખો થઈ ગઈ પહોળી
તમે ક્યારેય વિચાર્યું છે કે તમે એરપોર્ટ પર જતા હોવ અને અચાનક ત્યાં એક બે નહીં પણ 3000 કિલો સોના, ચાંદી અને હીરાનો વરસાદ થવા લાગે, નહીંને..આવું જ કંઈક રશિયામાં બન્યું હતું. અહીંના એરપોર્ટ પર જ્યારે સોના, ચાંદી અને હીરાનો વરસાદ થયો ત્યારે લોકો નવાઈ પામી ગયા.

આ ઘટના ત્યારે બની જ્યારે કાર્ગો પ્લેનનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. કાર્ગો પ્લેન જ્યારે ટેકઓફ કરી રહ્યું હતું ત્યારે તેનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો અને તેના કારણે પ્લેનની અંદરની ધાતુનો એક તૃતિયાંશ ભાગ એરપોર્ટના રનવે પર જ પડ્યો.

રશિયા મીડિયા તરફથી મળતી જાણકારી અનુસાર આ ઘટના યાકુસ્ક એરપોર્ટ પર બની હતી. ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર એ સમયે વાયરલ થયો જ્યારે આ ઘટનાનું કારણ જાણી શકાયું ન હતું. પરંતુ લોકલ મીડિયાએ જાણકારી આપી કે ટેકઓફ સમયે પ્લેનના પાંખમાં ટેકનિકલ ખામી આવી હતી. આ કારણે આવું બન્યું હતું.

આ ઘટના સામે આવી તો પ્લેનને તરત જ ત્યાંથી 12 કિમી દૂર એક ગામમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું,. આ સમયે કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ પણ સુરક્ષિત હતા. પ્લેનમાંથી કોઈ ધાતુ પડી અને તેને વિશે ખ્યાલ આવ્યો નહીં.

આવું પહેલી વાર થયું કે પ્લેનનો દરવાજો ખુલ્લો રહેવાના કારણે આટલી ધાતુઓ નીચે પડી. સોશ્યલ મીડિયા પર આ ખૂબ શેર થયું. આ વીડિયો વાયરલ થતાં જ લોકોને પસંદ આવવા લાગ્યો અને લોકો પણ તેને શેર કરવા લાગ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ જગ્યાએ એરપોર્ટ પર થયો સોના-ચાંદી અને હીરાનો વરસાદ, લોકોની આંખો થઈ ગઈ પહોળી"
ટિપ્પણી પોસ્ટ કરો