બોલિવૂડની ગલીઓમાં મચી ગઈ ખલબલી, દિગ્ગજ અનુપમ ખેરના દીકરાની એક ઈન્સ્ટા પોસ્ટથી મચ્યો હાહાકાર
બોલિવૂડમાં ક્યારે શું થઈ જાય એવું નક્કી નથી હોતું. કોઈ કરોડપતિમાંથી રોડપતિ બની જાય તો કોઈ રોડપતિમાંથી કરોડપતિ બની જાય. હાલમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને ખલબલી મચી ગઈ છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરનો પુત્ર અને અભિનેતા સિકંદર ખેર હાલમાં ભારે મુંજવણમાં લાગી રહ્યો છે. કારણ કે હાલમાં જ તેણે સોશિયલ મીડિયાની મદદથી લોકો પાસે કામ માંગ્યું છે. સિકંદરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે કામ માંગ્યું છે.
પોસ્ટ પછી એવું કહેવામાં આવે છે કે હવે તેમની પાસે કામ નથી અને કામની જરૂર છે. સિકંદરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે, મારે કામ જોઈએ છે. હું પણ હસી શકું છું. સિકંદરે જે ફોટો શેર કર્યો એમાં તે નર્વસ અને દુખી દુખી લાગી રહ્યો છે. તેના કપાળ પર પરસેવો વળી ગયો છે અને મોઢા પર સ્મિત નામની તો વસ્તુ નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સિકંદર ખેર ડિઝની પ્લસ હોટ સ્ટારની વેબ સિરીઝ ‘આર્યા’માં જોવા મળ્યો હતો. તેણે દૌલત નામનું પાત્ર ભજવ્યું હતું. ‘આર્યા’ પછી સિકંદર બીજી સિરીઝ અને એક ફિલ્મમાં જોવા મળવાનો છે. સિકંદર જી-5ની મુમ ભાઈની સિરીઝમાં જોવા મળી રહ્યો છે.
લોકો સિકંદરની પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા છે અને તેના કામની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘સર, જ્યાં સુધી હું જાણું છું, તમે હાલમાં અમિતાભ બચ્ચન પછીના સૌથી વ્યસ્ત અભિનેતા છો’. તો સિંકદરે જવાબ આપ્યો કે, ‘સર, શું તમે એવું ઇચ્છો છો કે હું પાણીમાં ડૂબીને મરી જઉં?’એક યુઝરે ‘મુમ ભાઈ’ અને ‘આર્યા’ જેવી સિરીઝના કામની પ્રશંસા કરી છે. યુઝરે લખ્યું, ‘મુમ ભાઈમાં શું અભિનય કર્યો છે સાહેબ… તમે ખરેખર મને મારા સાઉથ ઈન્ડિયન વર્કરની યાદ અપાવી દીધી કે, જે મારા 5000 રૂપિયા લઈને ભાગી ગયો છે.’ આ કોમેન્ટ પર સિકંદરે મજાકમાં લખ્યું કે, ‘એટલે તમે મને શોધી લીધો.
પારિવારિક વાત કરીએ તો સિકંદર ખેર કિરણ ખેરના પહેલા પતિ ગૌતમ બેરીનો દીકરો છે. જ્યારે તે 3 વર્ષનો હતો ત્યારે કિરણે અનુપમ ખેર સાથે લગ્ન કર્યા. સિકંદર અને અનુપમ વચ્ચે ખૂબ સારા સંબંધો છે. હાલમાં જ અનુપમે પણ તેમના દીકરા માટે લાંબી પોસ્ટ લખી હતી. બોલિવૂડ એક્ટ્રસ નીતુ સિંહે ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ ચંદીગઢમાં શરૂ કર્યું છે.
ગુરુવાર, 19 નવેમ્બરની રાત્રે અનુપમ ખેરે નીતુ સિંહ સાથે મુલાકાત કરી હતી. રિશી કપૂરના નિધન બાદ નીતુને પહેલી જ વાર સેટ પર જોઈને અનુપમ ખેર ઈમોશનલ થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયામાં જૂની તસવીરો શૅર કરીને પોતાની ભાવના વ્યક્ત કરી હતી. અનુપમે પોસ્ટ કરીને કહ્યું હતું, ‘પ્રિય નીતુ, ગઈ રાત્રે ચંદીગઢમાં રિશીજી વગર તમારી સાથે મુલાકાત થઈ અને તેને કારણે ન્યૂ યોર્કની યાદ તાજી થઈ ગઈ.
આપણે સાથે રડ્યા અને તે આંસુઓએ તે ક્ષણોને વધુ સ્ટ્રોંગ બનાવી દીધી. ‘આ ફોટો યાદ અપાવે છે કે રિશીનું વ્યક્તિત્વ જીવનથી ઘણું જ મોટું હતું. તમારું કામ જોઈને હું ખુશ થયો. આ કરીને તમે તેમને (રિશી) દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ બનાવી દીધા.’
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "બોલિવૂડની ગલીઓમાં મચી ગઈ ખલબલી, દિગ્ગજ અનુપમ ખેરના દીકરાની એક ઈન્સ્ટા પોસ્ટથી મચ્યો હાહાકાર"
ટિપ્પણી પોસ્ટ કરો