ન્યૂડ મેક અપ આ વર્ષે છે જોરદાર ટ્રેન્ડમાં, તમે પણ ઘરે કરો આ સરળ રીતે અને તમારા ચહેરાને બનાવી દો સ્માર્ટ
કોઈ પણ નાનું મોટું ફંક્શન હોય તો તમે સુંદર દેખાવવા માટે મેકઅપ કરો છો તે યોગ્ય છે. પણ ખાસ રીતે કરાયેલો મેકઅપ તમારી સુંદરતા વધારે છે. આ વર્ષે ખાસ કરીને ન્યૂડ મેકઅપ ટ્રેન્ડ કરી રહ્યો છે. જો તમે પણ કોઈ ગેટ ટુ ગેધરમાં કે પછી ફ્રેન્ડ્સ પાર્ટીમાં જાઓ છો તો તમે આ સરળ ટિપ્સ સાથેનો મેકઅપ કરી લો. તમારી સુંદરતા વધશે અને સાથે તમે કોમ્પલીમેન્ટ્સ પણ મેળવશો.
“ન્યૂડ મેકઅપ” એટલે કે ઓછો મેકઅપ કરી સુંદર દેખાવવું. તેને કરતા એવી શેડસ પસંદ કરવા જે તમારા સ્કિન ટોનથી મળતા હોય. આખા ચહેરા પર મેકઅપ થયા પછી ચેહરા એકદમ નેચરલ લાગે છે અને તો આવો જાણીએ ઘરે જ “ન્યૂડ મેકઅપ” સરળ રીતે કરવાની રીત. સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરો અને દેખાઓ સુંદર.
જાણો ન્યૂડ મેકઅપ કરવાની ટિપ્સ
1. ચહેરાને ધોઈ લો, હવે ક્લીંજર અને ટોનર લગાવો.
2. ચહેરા પર moisturizer લગાવો .
3. મેકઅપના બેસ બનાવો આ જેટલું ન્યૂટ્રિલ હશે તમે તેટલી જ સુંદર લાગશો.
4. તમારા ચહેરાના રંગ સાથે શેડ લાઇટ રંગના ફાઉંડેશન ઉપયોગ કરો, હવે તેને બ્રશ સાથે એકરૂપ બનાવો.
5. કોમ્પેક્ટ પાવડર તેમજ ફાઉન્ડેશનનો રંગ વાપરો.
6. તમારી સ્કીન ટોનથી મેચ કરતો કંસીલર ચેહરા અને આસપાસના ભાગના ડાઘ છુપાવવા માટે લગાવો.
7. તમારી સ્કિન ટોનથી મેચ કરતો બ્લશર લગાવો.
8. હવે ન્યૂડ કે ન્યૂટ્રલ કલરનો આઈશેડો લગાવો. શિમર આઈશેડોનો પ્રયોગ ન કરવું, મેટ આઈશેડો જ લગાવો.
9. આઈલાઈનર, કાજલ લગાવ્યા પછી ટ્રાંસપરેંટ મસ્કરાનો સિંગલ કોટ લગાવો.
10. આઈબ્રો પેંસિલ કે આઈબ્રો કલરથી આઈબ્રોને શેપ આપી શકો છો.
11. તમારી સ્કિન ટોનથી મળતી લાઈટ કલરની લિસ્પ્ટિક કે લિપ બૉમ લગાવી લો.
નોંધ- આા ટિપ્સ અને ખાસ મેકઅપને તમે કોઈ પણ પાર્ટીમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. આ સિવાય તમે સામાન્ય દિવસોમાં કે ઓફિસમાં તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમે સિમ્પલ પણ સુંદર લૂક મેળવી શકો છો. ઓછી ચીજોથી થતો આ મેકઅપ તમારી સ્કીનને પણ ઓછું નુકસાન કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ન્યૂડ મેક અપ આ વર્ષે છે જોરદાર ટ્રેન્ડમાં, તમે પણ ઘરે કરો આ સરળ રીતે અને તમારા ચહેરાને બનાવી દો સ્માર્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો