KBC 12: નાઝિયા નસીમ બની પહેલી કરોડપતિ, હવે 7 કરોડના સવાલનો જવાબ આપી રચશે ઈતિહાસ
કૌન બનેગા કરોડપતિની આ 12 મી સિઝન છે. હજુ પણ તેમની લોકપ્રિયતા પહેલા જેવી જ છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે કેટલાક નિયમોમાં ફેરફાર કરાયો છે. આ વર્ષે દર્શકો વગર જ શો શૂટ કરવામાં આવ્યો છે. કૌન બનેગા કરોડપતિમાં નાઝિયા નસીમ એક કરોડ જીતનારી સીઝનની પ્રથમ કન્ટેસ્ટન્ટ બની છે. નાઝિયા આટલેથી અટકી નથી.

તે કેબીસીનું 7 કરોડ રુપિયાનું જેકપોટ જીતી ઇતિહાસ રચવાની તૈયાર છે. કોન બનેગા કરોડપતિ ગેમ શોની લોકપ્રિયતા છેલ્લા 20 વર્ષોથી જળવાયેલી છે. ગેમમાં લાખો-કરોડોના ઇનામ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સવાલો પુછવાની સ્ટાઇલને કારણે આ શોની પ્રક્ષકોને હંમેશા ઇંતેજારી રહે છે. તો હવે સૌ કોઈની નજર 7 કરોડના સવાલ પર છે.
કેબીસી મેકર્સે એક પ્રોમો વીડિયો જારી કર્યો
NAZIA NASIM is #KBC12’s first crorepati ! Watch this iconic moment in #KBC12 on 11th Nov 9 pm only on Sony @SrBachchan@SPNStudioNEXT pic.twitter.com/6qG8T3vmNc
— sonytv (@SonyTV) November 5, 2020
ટીવી પર અત્યારે કોન બનેગા કરોડપતિની 12મી સીઝન ચાલી રહી છે. જેની પ્રથમ કરોડપતિ નાઝિયા નસીમના રુપમાં મળી ગઇ છે. કેબીસી મેકર્સે એક પ્રોમો વીડિયો જારી કર્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે નાઝિયાએ એક કરોડ રુપિયાના સવાલનો જવાબ આપી દીધો છે. વીડિયોમાં અમિતાભ પોતે જાહેર કરી રહ્યા છે કે નાઝિયાએ એક કરોડ રુપિયા જીતી લીધા છે. આ એપિસોડ 11 નવેમ્બરે સોની ટીવી પર પ્રસારિત થશે.
7 કરોડના જેકપોટનો જવાબ

કેબીસીના પ્રોમોમાં દેખાડવામાં આવ્યું છે કે અમિતાભ નાઝિયા નસીમને 7 કરોડ રુપિયાનો 16 મો પ્રશ્ન પુછી રહ્યા છે. સવાલ પુછીને અમિતાભ તેને કહે છે કે, બહુ હોશિયારીથી રમજો, તેના જવાબમાં નાઝિયા કહે છે કે- ચોક્કસ રિસ્ક તો લીધું જ છે મેં જીવનમાં, વધુ એક વાર સહી. નોંધનીય છે કે જેકપોટનો સવાલ આપવાનું સરળ હોતું નથી.

જો નાઝિયા સવાલનો સાચો જવાબ આપી દેશે તો, નાઝિયા કેબીસી (કોન બનેગા કરોડપતિ 12)માં ઇતિહાસ રચી દેશે. પ્રોમોમાં અમિતાભ નાઝિયાને સતર્ક અને સાવચેત રહી રમવાની સલાહ આપી રહ્યા છે.
છવિકુમારે 50 લાખ રુપિયા જીત્યા હતા

આ પહેલા કોન બનેગા કરોડપતિ- 12 સીઝનમાં ભારતીય વાયુદળના વિંગ કમાન્ડરની પત્ની છવિકુમારે 50 લાખ રુપિયા જીત્યા હતા. તેણે એક કરોડનો સવાલ આવતા ગેમમાંથી ક્વિટ કરી લીધું હતું. છવીકુમાર યુપીના ગાઝિયાબાદની રહેવાસી છે. નોંધનિય છે કે આ વર્ષે કેબીસીના 20 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ઓડિયન્સ નથી. કોરોનાને કારણે ઓડિયન્સને શોનો હિસ્સો બનાવાયો નથી. ઉપરાંત ઓડિયન્સ પોલ લાઇફલાઇન પણ આ વખતે રાખવામાં આવી નથી.નાઝિયા નસીમનો આ શો 11 નવેમ્બરના રોજ સોની ટીવી પર પ્રસારિત થશે. જે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. કારણ કે અત્યાર સુધી શોમાં આવનાર એકાદ કંટેસ્ટેટ એક કરોડના સવાલો સુધી પહોંચ્યા છે.
0 Response to "KBC 12: નાઝિયા નસીમ બની પહેલી કરોડપતિ, હવે 7 કરોડના સવાલનો જવાબ આપી રચશે ઈતિહાસ"
ટિપ્પણી પોસ્ટ કરો