LPG સિલિન્ડર પર આ મહિને સબ્સિડી મળી કે નહીં, આ રીતે ફટાફટ કરી લો ચેક
કોરોના મહામારીના કારણે મે મહિનાથી સબ્સિડી મળી નથી. આજે અમે તમને એક ઓનલાઈન અને સરળ પ્રેસ આપી રહ્યા છીએ. જેની મદદથી તમે જાણી શકશો કે આ મહિને સબ્સિડી જમા થઈ કે નહી. 1 નવેમ્બરથી દેશમાં LPG સિલિન્ડર બુક કરાવવાને લઈને ઈન્ડેને નવો નંબર જાહેર કર્યો છે. આ સમયે સિલિન્ડરની હોમ ડિલિવરી પર ઓટીપી આપવાનું પણ અનિવાર્ય કર્યું છે. આ સમયે આ મહિને તમારી સબ્સિડી આવી કે નહીં તે જાણવું પણ જરૂરી છે.
સરકાર એક વર્ષમાં 12 સિલિન્ડર પર સબ્સિડી આપે છે જે બેંક ખાતામાં જમા થાય છે. ખાસ પ્રોસેસની મદદથી તમે ઓનલાઈન તમારી સબ્સિડી આવી કે નહીં તે ચેક કરી શકો છો. આ સિવાય સબ્સિડી આવી છે તો કેટલા રૂપિયા આવ્યા છે તે પણ મિનિટોમાં જાણી શકો છો. સબ્સિડી ચેક કરવાની 2 રીત છે. પહેલું છે ઈન્ડેન, ભારત ગેસ કે એચપીની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને બીજો છે LPG IDની મદદથી તમે આઈડી તમારા ગેસ પાસબુકમાં લખ્યો હોય છે.
ઈન્ડેન LPG સબ્સિડી આ રીતે કરો ચેક
IOCની ઓફિશિયલ વેબસાઈટ indianoil.in પર જાઓ.
LPG સિલિન્ડરનો ફોટો પર ક્લિક કરો. એક કમ્પલેન બોક્સ ખુલશે. અહીં લખો ‘Subsidy Status’ અને Proceed બટનને ક્લિક કરો.
‘Subsidy Related (PAHAL)’ ના ઓપ્શન પર ક્લિક કરો. નીચે લખ્યું હશે ‘Subsidy Not Received’ તેને ક્લિક કરો.
હવે એક નવું ડાયલોગ બોક્સ ખૂલશે. જેમાં 2 ઓપ્શન હશે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને LPG ID. જો તમારું ગેસ કનેક્શન મોબાઈલ નંબરથી લિંક છે તો તેને પસંદ કરો. નહીં તો 17 આંકડાનો LPG ID નાંખો.
LPG ID નાંખ્યા બાદ વેરિફાઈ કરો અને સબમિટ કરો.
બુકિંગની તારીખ જેવી અનેક જાણકારી ભરો અને ત્યારે સબ્સિડીની જાણકારી દેખાશે.
તમે ઈચ્છો તો કસ્ટમર કેર નંબર 1800-233-3555પરથી પણ જાણકારી મેળવી શકો છો.
જો તમે HP કે BPCLના સિલિન્ડર પસંદ કર્યા છે તો તેના માટે એક કોમન વેબસાઈટ છે.
કોમન વેબસાઈટની મદદથી આ રીતે કરો ચેક
http://mylpg.in/ પર જાઓ.
તમારો 17 આંકડાનો LPG ID ભરો.
રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ભરીને આગળ વધો.
OTP તમારા ફોન પર આવશે.
હવે નવા પેજ પર ઈમેલ આઈડી લખીને પાસવર્ડ જનરેટ કરો.
ઈમેલ પર એક એક્ટીવેશન લિંક આવશે તેની પર ક્લિક કરો. આ સાથે જ તમારું એકાઉન્ટ એક્ટિવ થશે.
ત્યારબાદ તમે mylpg.in પર જઈને લોગ ઈન કરો.
જો તમારું આધાર કાર્ડ LPG એકાઉન્ટ સાથે લિંક છે તો તેને ક્લિક કરો.
હવે View Cylinder Booking History/subsidy transferred નો વિકલ્પ દેખાશે.
અહીંથી તમને ખ્યાલ આવશે કે સબ્સિડી તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાઈ છે કે નહીં. ઘરેલૂ ગેસ પર સબ્સિડી ફક્ત તેમને જ મળે છે જેમની વાર્ષિક આવક 10 લાખથી વધારે હોતી નથી. જો પતિ અને પત્ની મળીને 10 લાખ કમાય છે તો તેમને LPGની સબ્સિડી મળતી નથી.
0 Response to "LPG સિલિન્ડર પર આ મહિને સબ્સિડી મળી કે નહીં, આ રીતે ફટાફટ કરી લો ચેક"
ટિપ્પણી પોસ્ટ કરો