સરળ પ્રોસેસ જો તમારી પાસે નથી કિસાન ક્રેડિટ કાર્ડ, તો આ 3 ડોક્યુમેન્ટ લઈને પહોંચી જાવ બેંક

દેશમાં દરેક ખેડૂતને સરળતા રહે તે માટે સરકાર અનેક પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસના ભાગ રૂપે હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે કિસાન ક્રેડિટ કાર્ડ મળી રહ્યા છે. ખેડૂતને આ કાર્ડની મદદથી કોઈ પણ ગેરેંટી અને સિક્યોરિટી વિના 1.60 લાખ રૂપિયા સુધીની લોન મળે છે અને આ સાથે જ તે 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે.

image source

જો તમારી પાસે Kisan Credit Card નથી તો તમે ફક્ત 3 ડોક્યુમેન્ટની મદદથી તેને સરળતાથી બનાવડાવી શકો છો. તો હવે ફક્ત 3 ડોક્યુમેન્ટ્સ લઈને બેંક પહોંચી જાવ અને તૈયાર કરી લો તમારું આ ખાસ કાર્ડ.

આ કાર્ડની મદદથી તમને કયા ફાયદા મળે છે તે જાણવું પણ તમારા માટે જરૂરી છે. જેથી તમે ઝડપથી તમારું કાર્ડ બનાવડાવી શકો.

image source

Kisan Credit Card દ્વારા મળતા રૂપિયાનો ઉપયોગ તમે ખાદ્ય, બીજ, કીટનાશક વગેરે માટે કરી શકો છો. એટલે કે કૃષિ સાથે જોડાયેલા કામ માટે આ રકમનો ઉપયોગ કરી શકાશે, આ સિવાય પશુપાલન અને મત્સ્ય પાલનમાં પણ આ કાર્ડ મદદ કરશે.

જાણો શું છે પ્રોસેસ અને કઈ રીતે બનાવી શકાશે આ કાર્ડ

image source

Kisan Credit Card માટે ખેડૂતે બેંકમાં જઈને એપ્લાય કરવાનું રહે છે. દેશના અનેક મોટા પ્રાઈવેટ અને સરકારી બેંક તેને બનાવી આપે છે.

કાર્ડ માટે એપ્લાય કરતાં પહેલાં કોઈ પણ અરજદાર પાસે 3 ડોક્યૂમેન્ટ્સ હોવા જરૂરી છે.

image source

પહેલું જે વ્યક્તિ એપ્લાય કરી રહ્યો છે તે ખેડૂત છે કે નહીં તેનું પ્રમાણપત્ર.

બીજું તેના રહેઠાણનું પ્રમાણપત્ર

ત્રીજું આવેદકનું શપથપત્ર

image source

આ ડોક્યુમેન્ટ્સની મદદથી બેંક નક્કી કરે છે કે અરજદારે કોઈ અન્ય બેંકની લોન લીધી હોય અને તે બાકી હોય તેવું નથી ને. જો તમારી પહેલાંની કોઈ બેંક લોન બાકી હશે તો તમારી અરજી નકારવામાં આવે તે શક્ય છે. બાકી આ 3 ડોક્યુમેન્ટ્સ જમા કરાવનાર ખેડૂતને આ કાર્ડ આપવામાં આવે છે. બેંક પણ તેમને ના પાડી શકતી નથી.

0 Response to "સરળ પ્રોસેસ જો તમારી પાસે નથી કિસાન ક્રેડિટ કાર્ડ, તો આ 3 ડોક્યુમેન્ટ લઈને પહોંચી જાવ બેંક"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel