એમ જ નથી હોતા માળામાં 108 અંક, આ પાછળનું કારણ જાણીને તમે પણ માનવા લાગશો જ્યોતિષ વિજ્ઞાનમાં
જ્યોતિષ મુજબ બ્રહ્માંડને ૧૨ ભાગમાં વહેચવામાં આવ્યું છે. એને આપણે બાર રાશિઓના નામથી જાણીએ છીએ. આ બાર રાશિઓમાં જ ૯ ગ્રહોનું વિચરણ થાય છે. જો બાર રાશિઓ અને નવ ગ્રહોનો ગુણાકાર કરવામાં આવે તો આપણને ૧૦૮ અંક પ્રાપ્ત થાય છે.

હિંદુ પૌરાણિક શાસ્ત્રોમાં મંત્ર- જાપને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. મંત્ર જાપ કરવા માટે કેટલાક પ્રકારની માળાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ બધી માળાઓમાં એક સમાનતા હોય છે, તે છે તેમાં બંનેની સંખ્યા ૧૦૮ હોય છે. હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં ૧૦૮ની સંખ્યાને અત્યંત મહત્વની માનવામાં આવે છે. એનું ધાર્મિક મહત્વ હોવાની સાથે જ જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ મહત્વનું માનવામાં આવે છે મંત્ર- જાપ કરતા સમય ઉપયોગમાં લેવામાં આવતી માળામાં ૧૦૮ મણકા હોય છે. ધાર્મિક અને પવિત્ર કાર્યોમાં ૧૦૮ના અંકનું વિશેષ મહત્વ છે. આ ૧૦૮ અંકનો સંબંધ અધ્યાત્મ સિવાય સાયન્સ સાથે પણ છે. તો ચાલો જાણીએ કે, ૧૦૮ના અંકનું પવિત્ર હોવું અને એની
નક્ષત્રોની સંખ્યા અને ૧૦૮ અંક.:

જ્યોતિષ અને અંતરીક્ષ વિજ્ઞાનમાં નક્ષત્રોની સંખ્યા ૨૭ જણાવવામાં આવી છે. આખા વર્ષમાં દરેક નક્ષત્રના ચાર અલગ અલગ ચરણ હોય છે. એવી રીતે ૨૭ નક્ષત્રોના કુલ ૧૦૮ ચરણ હોય છે. એવું માનવામાં આવે છે કે, માળાના ૧૦૮ મણકા આ ૨૭ નક્ષત્રો અને તેમના ચાર ચરણોને દર્શાવે છે.
શ્વાસની સંખ્યા.:

એવું કહેવાય છે કે, એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં ૨૧૬૦૦ વાર શ્વાસ લેતી હોય છે. દર ૧૨ કલાકમાં ૧૦૮૦૦ શ્વાસ લે છે. દિવસના સમયમાં દૈનિક કાર્યો સમાપ્ત થઈ જાય છે અને બાકી રહેલ સમયમાં ધ્યાન કરવું જોઈએ પરંતુ આવું થઈ શકતુ નથી, એટલા માટે માળામાં ૧૦૮ મણકા બનાવવામાં આવે છે. એનાથી આપણે સરળતાથી ધ્યાન કરવાની સાથે જાપ કરી શકીએ છીએ.
સૂર્ય અને ૧૦૮ અંક.:

વિજ્ઞાનના જણાવ્યા મુજબ એક વર્ષમાં સૂર્ય ૨૧૬૦૦ કળાઓ બદલે છે. એની સાથે સાથે વર્ષમાં બે વાર સૂર્યની સ્થિતિ પણ બદલાઈ છે. દર ૬ મહિનામાં સૂર્ય ૧૦૮૦૦ કળાઓ બદલે છે. આ સિદ્ધાંત પર માળામાં ૧૦૮ મણકાને નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેનો એક એક મણકો સૂર્યની કળાનું પ્રતિક હોય છે.
જ્યોતિષ અને ૧૦૮ અંક:

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ બ્રહ્માંડને ૧૨ ભાગમાં વહેચવામાં આવ્યું છે. એને આપણે ૧૨ રાશિઓના નામથી જાણીએ છીએ. આ ૧૨ રાશિઓમાં જ ૯ ગ્રહોનું વિચરણ થાય છે. જો ૧૨ રાશિઓ અને ૯ ગ્રહોનો ગુણાકાર કરવામાં વે તો આપણને ૧૦૮ અંક પ્રાપ્ત થાય છે. આ જ સિદ્ધાંત પર માળામાં ૧૦૮ મણકા હોય છે, જે નવગ્રહો અને ૧૨ રાશિઓને પ્રદર્શિત કરે છે.

માળાની સાથે જાપ કરવાથી મનોકામના જલ્દી પૂરી થાય છે. મણકાઓથી આપણને મંત્ર જાપનું જ્ઞાન પર રહે છે. દરેક માળામાં ૧૦૮ મણકાઓની સાથે એક મોટો મણકો પણ હોય છે, એનાથી માળાના પુરા થવાની ખબર પડે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, સંખ્યાહીન મંત્રોના જાપ કરવાથી ફળ મોડું પ્રાપ્ત થાય છે કે પછી કયારેક ક્યારેક મંત્ર જાપ વ્યર્થ થઈ જાય છે. એટલા માટે હંમેશા મંત્રોના જાપ ૧૦૮ મણકાઓની માળાની સાથે જ કરવા જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "એમ જ નથી હોતા માળામાં 108 અંક, આ પાછળનું કારણ જાણીને તમે પણ માનવા લાગશો જ્યોતિષ વિજ્ઞાનમાં"
ટિપ્પણી પોસ્ટ કરો