મગનભાઈએ કરી બતાવ્યું, 26 વીઘા જમીનમાં ખેતી કરી પકાવે છે દોઢ કિલોના જામફળ, થાય છે 10 લાખની રોકડી
ગુજરાતીમાં એક કહેવત છે કે ધીરજ ના ફળ મીઠા હોય. બસ આજે જે ખેડૂત સાહસિક વિશે વાત કરવી છે એમાં પણ કંઈક એવું જ થયું છે. આ વાત એક એવા શખ્સની છે કે જેણે લોકોને ક્યારેય ન જોયેલા અજુબા બતાવ્યા, જેમ કે તમે ક્યાંય દોઢ કિલોનું એક જામફળ જોયું છે? પણ આજે આ ખેડૂત તમને જામફળ બતાવશે તો ખરી જ પણ કઈ રીતે કર્યું એ પણ જણાવશે. આ ખેડૂતે પાંચ વર્ષ પહેલા થાઈલેન્ડના જામફળની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. અને હાલમાં 26 વિઘા ખેતીમાં કરવામાં આવે જામફળની ખેતીમાં આ વર્ષે 35 ટન જેટલો પાકનો ઉતારો આવ્યો છે. જામફળની બજારમાં સારી એવી કિંમત પણ મળી રહી છે. શરૂઆતના બે વર્ષ સુધી તાત્કાલિક પાક લેવાના બદલે આ ખેડૂતે બે વર્ષ સુધી પાકને ખેરી નાખ્યો હતો. જેના કારણે આ જામફળના રોપા મોટા થઇ ગયા હોવાથી વધુ પ્રમાણમાં જામફળ રોપા પર બેસે છે. તો આવો આ ખેડૂત વિશે વિગતે વાત કરીએ કે આખરે કઈ રીતે આ શક્ય બન્યું. ટંકારાના જબલપુરમાં 300 ગ્રામથી લઈને દોઢ કિલોના જમ્બો જામફળની મીઠી ખેતી કરતા આધેડ વયના પ્રગતિશિલ ખેડૂત અંગે માહિતગાર કરી રહ્યા છીએ.

આ જામફળ બજારમાં મળતાં નાના જામફળથી અલગ દેશી ચટાકેદાર જામફળ છે અને જેની ખેતી કરી રહ્યા છે. છત્તીસગઢના રાયપુરથી 5000 જેટલા જામફળના રોપા લાવીને 26 વિઘા જમીનમાં થાઈલેન્ડના જમ્બો જામફળની ખેતી શરૂ કરી છે. 300 ગ્રામથી લઈને દોઢ કિલો જેવા નાળિયેર જેવા મોટા જામફળ લચી પડતાં ખેડૂતને વર્ષે દહાડે 10 લાખ રૂપિયાની કમાણી થાય છે. બધાને કોરોના નડ્યો એમ કોરોના સમયમાં આ વર્ષે ઉત્પાદન અને ભાવમાં ફરક પડ્યો છે. પરંતુ તેમ છતાં ઈઝરાયલી પદ્ધતિથી વવાયેલા જામફળના બગીચામાં પરંપરાગત જીરૂ,મગફળી, કપાસ સહિતના પાક કરતાં સારો એવો નફો મળતો હોવાથી મગનભાઈ કામરીયા ખેડૂતોને બાગાયતી પાક તરફ વળવા માટે માર્ગદર્શન આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ટંકારા વિસ્તારમાં સૌ પ્રથમ થાઈલેન્ડના જામફળનો બગીચો કરનારા જો કોઈ હોય તો મગનભાઈ ટપુભાઈ કામરીયા છે.

મગનભાઈએ તેમના કામ વિશે અને ઉત્પાદન વિશે જણાવ્યું હતું કે, પરંપરાગત ખેતી એવા કપાસ, મગફળી,જીરૂ સહિતના પાકમાં ખર્ચ વધી જવાની સાથે ઉત્પાદન ઓછું આવે છે. પછી કંઈક અલગ વિચાર આવ્યો. જેથી કંઈક અલગ અને ઉત્પાદન પણ સારૂં મળે તેવા વિચાર સાથે જામફળની ખેતી કરવાનું નક્કી કર્યું હતું.

જામફળના રોપા અહિં ન મળતા હોવાથી 5000 રોપા છત્તિસગઢના રાયપુરથી લઈ આવ્યાં હતાં. આધેડ વયે પહોંચી ગયા હોવા છતાં ખેતીમાં નવીનતા કરવા માટે જાણીતા મગનભાઈએ 25 વિઘાના બગીચાને ઈઝરાયલી પદ્ધતિથી ખેતી કરી રહ્યાં છે.

તેમજ બીજી ટેક્નીક વિશે જો વાત કરીએ તો ટપક પદ્ધતિના કારણે પાણી વાળવાની જંજટમાંથી મુક્તિ મળી ગઈ છે. ઓછી મહેનત અને માણસો સાથે આ ખેતી કરવામાં પણ મગનભાઈને સફળતા મળી છે. અન્ય પાકમાં થતી મહેનત અને ખર્ચ જામફળની ખેતીમાં થતો ન હોવાથી આવકમાં ખાસ્સો એવો વધારો થયો છે. એમાં પણ એક વિશેષ વાત એ છે કે પરંપરા ગત જામફળની સાઈઝ પ્રમાણમાં નાની હોય છે, જ્યારે મગનભાઈએ વાવેલા જામફળ 300 ગ્રામથી લઈને દોઢ કિલો સુધીના આવે છે. જામફળ જ્યારે છોડ પર આવે ત્યારે લચી પડે છે. પાન કરતાં જામફળની સંખ્યા વધુ હોય છે. ફાયદો એ છે કે આ પ્રકારની ખેતીમાં નાની જામફળી હોવા છતાં એક જામફળીમાંથી પુષ્કળ પ્રમાણમાં જામફળ ઉતરે છે. ઉલ્લેખનીય છે કે શિયાળામાં ફ્રુટની ડિમાન્ડ વધુ રહે છે.

હાલમાં શિયાળો ચાલી રહ્યો છે અને ખાસ કરીને હાલ જામફળની સિઝન ચાલી રહી છે ત્યારે ખાટામીઠા અને દેશી થાઈલેન્ડના જામફળ મગનભાઈને પોતાની વાડીએથી જ વેચાઈ જાય છે. લોકો વાડીએથી જ જામફળ લઈ જાય છે.મગનભાઈ કહે છે કે, અમારા જામફળની માંગ સુરત, વડોદરા, અમદાવાદ સહિતના મોટા શહેરોમાંથી પણ આવે છે. તેમજ આગળ વાત કરીએ તો જામફળની ખેતી કરનારા પુષ્પાબેને જણાવ્યું હતું કે, આ રોપાની માવજત કરવી પડે છે. જામફળના છોડમાં ઉધઇ ન આવે અને તેનો પૂરો વિકાસ થાય તે માટે પણ વધુ કાળજી લેવી પડે છે. પરંતુ અન્ય પરંપરાગત પાકની ખેતીમાં જેટલી મહેનત કરવી પડે છે. તેના કરતા ઓછી મહેનતે સારું એવુ વાળતર આ જામફળની ખેતીમાં મળી રહે છે. એક બાર ચખો ગે તો યાદ રખો ગે, આ કહેવત મગનભાઈ કામરીયાના થાઈલેન્ડના જામફળ માટે બંધ બેસતી લાગે છે કેમ કે,આ ફ્રુટ માત્ર મોટું છે. એટલું જ પૂરતું નથી. તેને ખાનારાને જામફળનો સ્વાદ પણ મોઢે લાગી જાય છે. હવે મગનભાઈની રાજ્ય ઉપરાંત દેશમાં પણ ચર્ચા થવા લાગી છે અને લોકો આ ખેતીની મુલાકાતે આવે છે તેમજ શીખવા અને જાણવા પણ આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "મગનભાઈએ કરી બતાવ્યું, 26 વીઘા જમીનમાં ખેતી કરી પકાવે છે દોઢ કિલોના જામફળ, થાય છે 10 લાખની રોકડી"
ટિપ્પણી પોસ્ટ કરો