આગળથી રજીસ્ટ્રેશન કરેલું હશે તો જ કોરોના વેક્સિન મળશે, જાણો સરકારની ગાઈડલાઈનની બીજી ઘણી વાતો
હાલમાં કોરોના વેક્સિનને લઈને તૈયારીઓ પણ તડામાર ચાલી રહી છે અને ચર્ચા પર જોરદાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે કોને રસી અપાશે અને કેવી રીતે અપાશે એની પણ ગાઈડલાઈન સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઈ રાજ્યોને ગાઈડલાઈન મોકલી છે. જો એના પ્રમાણે વાત કરવામાં આવે તો દરરોજ એક સેશનમાં 100થી 200 લોકોને વેક્સિન આપવામાં આવશે.
આગળ વાત કરીએ તો વેક્સિનેશન બાદ 30 મિનિટ સુધી મોનિટરીંગ કરવામાં આવશે કે આ વેક્સિનની કોઈ આડઅસર તો નથી થતી ને. પણ આ બાબતમાં સૌથી મહત્વની વાત એ છે કે પ્રાથમિકતાના આધાર પર ફક્ત એવા લોકોને જ વેક્સિન આપવામાં આવશે કે જેમનું અગાઉથી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ હોય. ત્યારે આવો વિગતે જાણી લઈએ કે આખરે વેક્સિન જોતી હશે તો શું કરવું પડશે.
તૌ સૌથી પહેલી વાત કે, ગાઈડલાઈન પ્રમાણે કોવિડ વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક સિસ્ટમ કોવિન મારફતે રજિસ્ટર્ડ લોકોને ટ્રેક કરવામાં આવશે અને તે સાથે જ એન્ટી-કોરોના વાઈરસ વેક્સિનની રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન મેળવવામાં આવશે. અગાઉથી જે વ્યક્તિનું નામ રજિસ્ટર્ડ હશે એને જ વેક્સિનેશન કરવામા આવશે. સ્થળ પર જ વેક્સિનેશનની કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી. રાજ્યોને એક જિલ્લામાં એક જ વેક્સિન મેન્યુફેક્ચરરની વેક્સિનની ફાળવણી કરવા કહેવામાં આવ્યુ છે, જેથી ફિલ્ડમાં વિવિધ પ્રકારની કોવિડ વેક્સિન મિક્સ ન થઈ શકે.
આ સિવાય જો વાત કરવામાં આવે તો વેક્સિન લઈ જનારા વાહન, વેક્સિનની શીશી અને આઈસ પેકને સીધા સુર્ય પ્રકાશથી બચાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. વેક્સિન વોઈલ મોનિટર્સ હોઈ શકશે નહીં અને શીશી પર ડેટ ઓફ એક્સપાયરી પણ લખેલી નહીં હોય. અલબત તેનાથી વેક્સિનેશન પર કોઈ પ્રતિકૂળ અસર થવી જોઈએ નહીં. વેક્સિનેશનનું સેશન પૂરું થયા બાદ તમામ અનઓપન વેક્સિનની શીશીઓને આઈસપેકમાં રાખી ડિસ્ટ્રીબ્યુટીંગ કોલ્ડ ચેઈન પોઇન્ટ પર લઈ જવામાં આવશે.
સંખ્યા વિશે જો આપણે વાત કરીએ તો શરૂઆતમાં વેક્સિનેશનના દરેક સેશનમાં ફક્ત 100 લોકોને જ વેક્સિન આપવામાં આવશે. વેક્સિનની ઉપલબ્ધતા અને વ્યવસ્થા વધારે સારી થશે તો આ સંખ્યા વધારી 200 પણ કરી શકાય છે. કોવિડ વેક્સિન પહેલા હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 50 વર્ષથી વધારે ઉંમરના લોકો તથા 50 વર્ષથી ઉપરના એવા લોકો કે જે અગાઉથી જ ગંભીર બીમારીથી પીડિત છે તેમને આપવામાં આવશે. આ ઉપરાંત બાકીના લોકોને સંક્રમણ અને વેક્સિનની ઉપલબ્ધતા પ્રમાણે વેક્સિન આપવામાં આવશે.
ડોક્યુમેન્ટને લઈને મોટો પ્રશ્ન હોય તો એનું પણ અહીં સમાધાન છે કે 12 પ્રકારના ફોટો ઓળખ ધરાવતા દસ્તાવેજોનો ઉપયોગ કોવિન વેબસાઈટ પર નોંધણી માટે કરવામાં આવશે. તેમા મતદાર ઓળખ કાર્ડ, આધાર, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ અને પેન્શન ડોક્યુમેન્ટનો સમાવેશ થાય છે. ઉંમરના આધાર પર કઈ રીતે પ્લાન છે એ વિશે માહિતી આપીએ કે 50 વર્ષથી વધારે ઉંમરના 50થી 60 વર્ષ અને 60 વર્ષથી ઉપરમાં પણ વેક્સિનનું વિતરણ કરવામાં આવશે. તેને તબક્કાવાર રીતે વેક્સિન આપવામાં આવશે. 50 વર્ષથી ઉપર અથવા વૃદ્ધો લોકોની ઓળખ કરવા માટે લેટેસ્ટ લોકસભા અને વિધાનસભા ચૂંટણી યાદીનો ઉપયોગ કરવામાં આવશે. પહેલા તબક્કા હેઠળ 30 કરોડ લોકોનું વેક્સિનેશન કરવાની યોજના છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે જો વાત કરવામાં આવે તો કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. જે એક સારી વાત છે. આજે તો કોરોનાનાં કેસ 1200થી પણ ઓછા નોંધાયા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1120 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,28,803એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 11 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4182એ પહોંચ્યો છે. જ્યારે 1389 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 92.48 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 55,807 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આગળથી રજીસ્ટ્રેશન કરેલું હશે તો જ કોરોના વેક્સિન મળશે, જાણો સરકારની ગાઈડલાઈનની બીજી ઘણી વાતો"
ટિપ્પણી પોસ્ટ કરો