જાણો સ્વાસ્થ્ય માટે તજના લાભો, સાથે જાણો તજના ઉપયોગની સાચી રીત અને તેનાથી થતાં નુકસાન વિષે
તજ લગભગ દરેક ભારતીય રસોડામાં સરળતાથી મળી રહે છે. આ એક એવો મસાલો છે જેનો ઉપયોગ સ્વાદ વધારવા માટે નહીં પણ તેના ઔષધીય ગુણોને કારણે કરવામા આવે છે. આ જ કારણ છે કે આજે અમે તમને તજના લાભો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવીશું કે કેવી રીતે તજ વ્યક્તિને સ્વસ્થ રાખવા અને બીમારીઓથી બચાવી રાખવામાં મદદ કરી શકે છે. તે રોગથી બચવા તેમજ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ તજના ઔષધિય ઉપયોગ, તેના લાભો અને તેનાથી થતાં નુકસાન વિષે.
તજ કેટલા પ્રકારના હોય છે અને તેમાંથી સૌથી સારા કયા હોય છો ?

તજ સામાન્ય રીતે ચાર પ્રકારના હોય છે: ટ્રૂ તજ, અથવા સીલોન તજ અથવા મેક્સિન તજ, ઇન્ડોનેશિયન તજ, વિયતનામના તજ, કૈસિયા તજ એટલે કે ચાઈનીઝ તજ
સીલોન તજને સૌથી સારા માનવામા આવે છે. તે ખૂબ મોંઘા હોવા છતાં તેના સ્વાદ તેની સોડમ અને તેના ગુણોના કારણે લોકો તેને ખરીદવાનું વધારે પસંદ કરે છે.
તજના સેવનના લાભો
ડાયાબિટિસ અને બ્લડ શુગર

તજના સેવનના લાભમાં ડાયાબીટીસને નિયંત્રિત કરવાનો પણ સમાવેશ થાય છે. ડાયાબીટીસના દર્દીઓ જો તજને આહારમાં લે તો ડાયાબીટીસ ઘણી રીતે નિયંત્રિત થઈ શકે છે. વાસ્તવમાં તેમાં એન્ટી ડાયાબિટિક ગુણ સમાયેલા હોય છે, આ ઉપરાંત એક અન્ય સંશોધનમાં દર્શાવવામાં આવ્યું છે કે તજમાં હાજર પોલીફેનોલ્સ સીરમ ગ્લૂકોઝ અને ઇંસુલિનને ઘટાડીને ડાયાબિટીસના જોખમથી બચાવી શકે છે.
કેન્સર

તજ કેન્સરની કોશિકાઓના વિકાસને ઘટાડવામાં અને તેને ફેલાતા અટકાવવામાં મદદ કરી શકે છે. ઉંદર પર કરવામા આવેલા એક અભ્યાસમાં દર્શાવામાં આવ્યું છે કે તેમાં કિમોપ્રેન્ટિવ ગુણ હોય છે. સંશોધન પ્રમાણે તજમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-ઇન્ફ્લેમેટરી, એપોપ્ટોસિસ – ઇંડ્યૂસિંગ પ્રક્રિયા, એન્ટી-પ્રોલિફેરેટિવ પ્રભાવ મળીને કીમોપ્રેંટિવ એજન્ટની જેમ કામ કરે છે. આ બધા મળીને કેંસર સેલ્સ બનવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો કરીને તેને વધતા અને તેને બનતા અટકાવી શકે છે.
આ ઉપરાંત તજ અન્ય કેન્સરના લક્ષણોને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. એક બીજા સંશોધનમાં જાણવા મળ્યું છે કે એન્ટી કેંસર ગુણ તજમાં સમાયેલા હોય છે. સંશોધનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તજ મેલેનોમા કન્સર એટલે કે ત્વચાના કેન્સર વિરુદ્ધ સુરક્ષા આપી શકે છે. પણ તમને અમે ખાસ કરીએ છીએ કે તજ કોઈ પણ રીતે કેન્સરની સારવાર નથી. માટે તમારે આ માટે ડોક્ટરી ઉપચાર કરાવવો જોઈએ.
એન્ટિ-ઓક્સિડન્ટ
તજ એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. પશુ પર કરવામા આવેલા એક સંશોધનમાં તે સ્પષ્ટ થયું છે. વાસ્તવમાં તજમાં પ્રોસાનિડિન્સ હોય છૈ, જે એન્ટીઓક્સીડેન્ટની પ્રક્રિયાને પ્રદર્શિત કરે છે. એક અભ્યાસ દરમિયાન 26 મસાલાની એન્ટીઓક્સિડન્ટ પ્રક્રિયાઓની સરકખામણી કરવામા આવી ત્યારે તેમાં સૌથી સારા તજને ગણવામાં આવ્યા હતા.
હૃદયના સ્વાસ્થ્ય માટે તજના લાભ

તજ ડાયાબીટીસની સાથેસાથે હાનિકારક કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદયને સ્વસ્થ કરવાનું કામ કરી શકે છે. એનસીબીઆઈની એક શોધમાં કહેવામા આવ્યું છે કે ત્રણ અને છ ગ્રામ તજનું સેવન કરનારા લોકોમાં એલડીએલ, સીરમ ગ્લૂકોઝ, ટ્રાઇગ્લિસરાઇડ અને ટોટલ કોલેસ્ટ્રોલના સ્તરમાં ઘટાડો કરીને હૃદય સંબંધીત રોગથી બચવામાં મદદ મળી શકે છે. એક પશુ અભ્યાસ પ્રમાણે કૈસિયા તજમાં હાજર ઘટક સિનામલડિહાઇડ અને સિનામિક એસિડ કાર્ડિયો પ્રોટેક્ટિવ ગુણને પ્રદર્શિત કરે છે. તેના કારણે તજને હૃદય રોગથી બચાવવા માટે મહત્ત્વના માનવામા આવે છે.
બ્રોન્કાઇટીસ
બ્રોન્કાઇટીસ એક શ્વસન સંબંધીત સમસ્યા છે. બ્રોંકાઇટિસ રોગ દરમિયાન ફેફસાની અંદર હાજર શ્વાસ નળીમાં સોજો અને ઇન્ફેક્શન આવે છે. આ બીમારીમા શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને છાતીમાં બળતરા જેવી સમસ્યા થાય છે. આ સમસ્યાથી બચવા માટે પણ તજનો ઉપયોગ કરી શકાય છે. એનસીબીઆઈની વેબસાઇટ પર હાજર એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે આ શ્વસનતંત્રના રોગના લક્ષણને કેટલીક હદે ઘટાડે છે.
સંશોધનમાં દર્શાવવામા આવ્યું છે કે એસનિમોનિયા એમ.કેટરર્હાલિસ બેક્ટેરિયા મળીને ક્રોનિક બ્રોન્કાઇટિસને ઉત્પન્ન કરે છે. આ બેક્ટેરિયાના પ્રભાવને તજમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ ઘટાડવામાં મદદ કરી શકે છે. તજનું તેલ તેમજ તેની વરાળ બન્ને આ બેક્ટેરિયાથી લડવામાં અસરકરાક સાબિત થયા છે. તે જ કારણ છે કે બ્રોંકાઇટિસના બચાવ માટે તજ મદદરૂપ સાબિત થઈ શકે છે.
ત્વાચાનું સ્વાસ્થ્ય અને તજ
તજના લાભમાં ત્વચાના સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે. એક સંશોધનમાં આ વાતનો ઉલ્લેખ કરવામા આવ્યો છે કે તજમા હાજર એન્ટી-ઇન્ફ્લામેટરી ગુણ ચામડીના રોગથી વ્યક્તિને બચાવી શકે છે. તેનો ઉપયોગ કરવાથી હળવાથી મધ્યમ એક્નેને ઓછા કરી શકાય છે. તે જ કારણ છે કે બજારમાં તજ યુક્ત સ્કિન જેલ પણ ઉપલબ્ધ છે. તજના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ પિંપલ અને ચહેરા પરના ડાઘને ઘટાડી શકે છે. આ ઉપરાંત તજ અને મધનું મિશ્રણ પિંપલવાળા બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે.
તજ ત્વચાને જુવાન બનાવી રાખે છે કારણ કે તે કોલેજનને નષ્ટ થતા બચાવે છે ત્વચાની સ્નીગ્ધતાને લવચીકતાને બનાવી રાખે છે. એક સંશોધન પ્રમાણે તજ કોલેજન જૈવ સંશ્લેષણને વધારે છે, જેનાથી એન્ટી-એજિંગની સમસ્યા કેટલીક હદે ઘટી જાય છે. સાથે સાથે તેમાં ઘા ભરવાના ગુણ પણ છે. ત્વચાના સ્વાસ્થ્ય માટે એક ચપટી તજના પાઉડરમાં મધ ઉમેરીને તેને ચહેરા પર લગાવી શકાય છે.
વજન સંતુલિત રાખવા માટે તજ

કેહવાય છે કે તજના લાભમાં વજન નિયંત્રણ પણ સમાવિષ્ટ છે. આજકાલ વધતું વજન એટલે કે મેદસ્વીતા લગભઘ દરેક બીજી-ત્રીજી વ્યક્તિ માટે ચિંતાનો વિષય બની ગયા છે. તેવામાં જો ખોરાકમાં તજનું સેવન કરવામા આવે તો કેટલીક હદે તમારી આ સમસ્યા ઘટી શકે છે. તજમાં હાજર પોલીફેનોલ્સ એક પ્રકારના એન્ટી-ઓક્સીડન્ટ છે, જે ઇઁસુલિનની સંવેદનશીલતાને સુધારી શકે છે. ઇંસુલિન લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરે છે, પણ જ્યારે શરીર વધારે માત્રામાં ઇંસુલિન નથી બનાવી શકતં ત્યારે બ્લડ શુગર લેવલ વધી જાય છે.
તેના પરિણામસ્વરૂપ, મેદસ્વીતા, ડાયાબિટીસ અને અન્ય કેટલીક બિમારીઓનું જોખમ વધી જાય છે. એક સંશોધન પ્રમાણે, જે મહિલાઓમાં પોલિસિસ્ટિક ડિમ્બગ્રંથિ છે, તેમના માટે તજ ઇન્સુલિન પ્રતિરોધને ઘટાડીને વજન નિયંત્રિત કરી શકે છે. આ ઉપરાંત તજનો એન્ટી-ઓબેસિટી પ્રભાવ અને તેમાં હાજર કેટલાક અન્ય ત્તત્વો મેદસ્વીતાને ઘટાડી શકે છે.
સ્વસ્થ વાળ

તજના ઝાડના પાનનો ઉપયોગ વાળને સ્વસ્થ રાખવા માટે તેમજ ઘેરા બનાવવા માટે કરી શકાય છે. કેટલાએ લોકો એલોપિસિયા એટલે કે ગંજાપણાને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરે છે. તે હેર ફોલિકલ્સના ગ્રોથને વધારીને વાળને ઘેરા બનાવવામાં મદદ કરી શકે છે. જો કે તેમા હાજર કયું તત્ત્વ વાળને વધારે અને ગંજાપણાને ઘટાડવાનું કામ કરે છે તે સ્પષ્ટ નથી. તેના પાંદડાની પેસ્ટને વાળ પર સીધુ જ લગાવ્યા બાદ ધોઈ શકાય છે. આ ઉપરાંત પાંદડાને ઉકાળીને તેનો ઉકાળો બનાવીને તેનાથી વાળ ધોઈ પણ શકાય છે. જો કે તમારે ઉકાળો ઠંડો થયા બાદ જ વાળ પર લગાવવો.
પેટ અને પાચન
તજ ખાવાના લાભોમાં પાચન અને પેટના સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે. પ્રાચીન કાળથી જ તજનો ઉપયોગ પાચન સંબંધિત મુશ્કેલીઓ દૂર કરવા માટે કરવામાં આવ્યો છે. તેમા એન્ટી-માઇક્રોબિયલ ગુણ હોય છે, જે પાચન તંત્ર તેમજ પેટમાં સંક્રમણનું કારણ બનતા બેક્ટેરિયાથી લડવામાં મદદ કરી શકે છે. આ ગુણ ખાધ્ય પદાર્થોમાં લિસ્ટેરિયા એસ્ચેરિચિયા કોલી જેવા બેક્ટેરિયાને વધતા અટકાવે છે. આ બેક્ટેરિયા ખોરાકના માધ્યમથી પેટમાં પહોંચીને સમસ્યા ઉત્પન્ન કરે છે. સાથે સાથે તજનું તેલ કેંડીડા ઇન્ફેક્શનથી પણ બચાવી શકે છે. હાલ, આ વિષય પર હજુ ઓર સંશોધન કરવાની જરૂર છે.
ઓરલ હેલ્થ
એક અભ્યાસમાં કેહવામાં આવ્યું છે કે તજમાંથી નીકળતું તેલ, સ્ટ્રેપ્ટોકોકસ મ્યૂટન્સ નામના બેક્ટેરિયાની પ્રક્રિયાને રોકવાનું કામ કરી શેક છે. આ બેક્ટેરિયા કૈવિટી માટે જવબાદર છે. તો બીજી બાજુ તેનો ઉપયોગ દાંત પર ખરાબ અસર પણ કરી શકે છે, માટે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.
તજ ઓરોફેશિયલ કન્ડીશનને પણ નિયંત્રિત કરી શકે છે. આ એક એવા પીડા છે, જે મોઢા, જડબા અને ચહેરાને પ્રભાવિત કરે છે, આ ઉપરાંત, તજના તેલમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ મોઢાને બેક્ટેરિયાથી બચાવવાનું કામ કરી શકે છે.
ફંગલ ઇન્ફેક્સન

તજના લાભોમાં ફંગલ ઇન્ફેક્શનને ઘટવાડવાનો પણ સમાવેશ થાય છે, વાસ્તવમાં તજમાં એન્ટી-ફંગલ ગુણો હોય છે, જે ફંગલ સંક્રમણથી શરીરને બચાવવા તેમજ સંબંધિત લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. તજના તેલમાં મળી આવતા એન્ટી-ફંગલ પ્રભાવ કેંડિડા અલ્બિકન્સ, કેંડિડા ટ્રોપિકલ અને કેંડિડા ક્રૂસિથી લડવામાં મદદ કરે છે.
એચઆઈવી

એચઆઈવી જેવી બિમારી માટે કોઈ પણ રીતે ઘરેલુ દવા પર નિર્ભર રહેવું યોગ્ય નથી. કોઈ પણ વ્યક્તિ એચઆઈવીથી સંક્રમિત થયું હોય તો તેમણે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો એચઆઈ અને તજને લઈને સંશોધનની વાત કરીએ તો, એનસીબીઆઈમાં તેને સંબંધીત સંશોધન હાજર છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે તજમા હાજજર પ્રોજેનિડિન પૉલીફેનોલ એન્ટી-એચઆઈવી – 1 પ્રક્રિયા પ્રદર્શિત કરે છે.
એન્ટી ઇફ્લેમેટરી પ્રક્રિયા
ઔષધીય છોડ પર કરવામા આવેલા એક અભ્યાસ દરમિયાન તજમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અસર હોવાની પુષ્ટી થઇ છે. કેટલીક શોધો દર્શાવે છે કે તજ અને તેના તેલ, બન્નેમાં આ અસર હોય છે. રિસર્ચ પ્રમાણે કેટલાએ ફ્લોવોનોઇડ યૌગિક હોય ચે, જે એટી-ઇન્ફ્લેમેટરી ગતિવિધિઓને પ્રદર્શિત કરે છે. તમને જણાવીએ કે આ ગુણ શરીર સાથે જોડાયેલા સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે. સંશોધન જણાવે છે કે તજના પાણીનો અર્ક પણ એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણથી ભરપુર હોય છે.
મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે તજ
તજના ઘરેલુ ઉપાયમા તે મસ્તિષ્કને પણ ખૂબ લાભ પહોંચાડી શકે છે. આ ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઘટાડીને મસ્તિષ્કને સ્વસ્થ બનાવવાનું કામ કરી શકે છે. ન્યૂરોઇમ્યૂન ફાર્માકોલોજી જર્નલમાં 24 જૂન 2016ના કોડ ઓનલાઇન પ્રકાશિત થયેલા ઉંદર પર કરવામાં આવેલા સંશોધન પ્રમાણે તજનુ સેવન યાદશક્તિ વધારી શકે છે. સાથે સાથે તેનાથી જલદી શીખવાની ક્ષમતામાં પણ વધારો થઈ શકે છે. રિસર્ચનું માનવામાં આવે તો તે તજનું સેવન કરવાથી ઉત્પન્ન થતા સોડિમ બેંજોઇટના કારણે હોઈ શકે છે.
આ ઉપરાંત તજમાં ફાઇટોકેમિકલ્સ પણ હોય છે, જે ગ્લુકોઝનો ઉપયોગ કરવામાં મગજની ક્ષમતા વધારે છે. તે અલ્ઝાઈમર રોગના કારણે મગજમાં થનારા પરિવર્તનને પણ નિયંત્રિત કરી શકે છે. આ ઉપરાંત, તજ, પાર્કિંસન્સ રોગના જોખમથી બચાવવામાં પણ કેટલીક હદે મદદ કરી શકે છે. તમને જણાવી દઈ કે અલ્ઝાઈમર રોગમાં યાદશક્તિ નબળી પડે છે જ્યારે પાર્કિંસન્સમાં શરીરના અંગોમાં કંપન શરૂ થઈ જાય છે.
તજનો ઉપયોગ કેવી રીતે કરવો ?
તજનું સેવન કેવી રીતે કરવું ?
તજના પાવડરને દૂધમાં નાખીને તે રીતે પણ સેવન કરી શકો છો.
તજને હર્બલ ટી કે પછી ઉકાળો બનાવતી વખતે તેમાં ઉમેરી શકો છો.
તજને મધ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.
ચ્યવનપ્રાસ બનાવતી વખતે પણ તજનો ઉપયોગ કરી શકો છો.
તજને પાણીમાં ઉકાળીને તેનાથી વાળ ધોઈ શકો છો.
હુંફાળા પાણીમાં તજનો પાઉડર મેળવીને પણ તેનું સેવન કરી શકો છો.
તમે તજનો ઉપયોગ તમારા ખોરાકમાં મસાલા તરીકે કરી શકો છો.
તજનું સેવન કેટલા પ્રમાણમાં કરવું જોઈએ ?
જો તમે તજનું વધારે પડતુ સેવન કરશો તો તેની શરીરમાં ઝેરી અસર થઈ શકે છે. તેની સાથે જોડાયેલા એક સંશોધનમાં કહેવામા આવ્યું છે કે રોજ 0.1 મિલિગ્રામથી વધારે તજનું સેવન ન કરવું જોઈએ.
તજનું સેવન ક્યારે કરી શકાય ?

આમ તો તજ ખાવા માટેનો કોઈ સ્પષ્ટ સમય નથી. પણ તેનો ઉપયોગ તમે ચા કે પછી ઉકાળામાં સવારે કરી શકો છો. આ ઉપરાંત તમે બપોરે કે રાત્રે ભોજનમાં પણ થોડા પ્રમાણમાં તેનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તેનું સેવન ડોક્ટરી સલાહ પર દિવસે કોઈ ચોક્કસ સમયમાં કરી શકાય છે.
તજના સેવનના નુકસાન
તજના સેવનના ફાયદા તો અઢળક છે પણ જો તેને વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે.
ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ વિકાસ
ગ્લુકોઝનું લેવલ ઘડી શકે છે, જેનાથી વ્યક્તિને અશક્તિ પણ અનુભવાય છે.
લિવર સંબંધીત સમસ્યા થઈ શકે છે.
જો કોઈને એલર્જી હોય તો તેનું પણ ધ્યાન રાખવું જોઈએ

તજના એસિડિક નેચરના કારણે તેની અસર તમારા દાત પર પ્રતિકૂળ પડી શકે છે, જેનાથી પ્લાક કે બીજી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જાણો સ્વાસ્થ્ય માટે તજના લાભો, સાથે જાણો તજના ઉપયોગની સાચી રીત અને તેનાથી થતાં નુકસાન વિષે"
ટિપ્પણી પોસ્ટ કરો