સભ્ય સમાજની વરવી વાસ્તવિક્તા : પતિએ પત્નીને અન્ય યુવક સાથે સંબંધ બનાવવાનુ દબાણ આવ્યું આ પરિણામ

અમદાવાદમાં કહેવાતા સભ્ય સમાજની એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. બહારથી સભ્ય દેખાતો આ સમાજ અંદરથી કેવી માનસિકતા ધરાવે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ધનના ઢગલામાં આરોટતા આ ઉદ્યોગપતિઓ કેટલી હદે નીચે જઈ શકે છે તેની તમે કલ્પના પણ નહિ કરી હોય. આ વાત છે અમદાવાદમાં આવેલા મકરબા વિસ્તારની કે જ્યાં એક યુવકે પોતાની પત્નીને અન્ય યુવક સાથે બેડરૂમ શરે કરવા દબાણ કર્યું હતું. જેને વાઈફ સ્વેપિંગ પણ કહેવામાં આવે છે. પોતાના પતિ દ્વારા અન્ય વ્યક્તિ સાથે બેડરૂમ શેર કરવા દબાણ કરતા આખરે પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પત્નીએ આ વાતનો વિરોધ કરતાં તેને પિયર કાઢી મૂકી

image source

વાત આટલેથી જ નહોતી અટકી પત્નીએ આ વાતનો વિરોધ કરતાં તેને પિયર કાઢી મૂકી હતી. તો બીજી તરફ આ મામલે પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, શહેરના એસજી હાઈવે નજીકના સરખેજ-મકરબા વિસ્તારમાં રહેતા યુવક અભય સાથે અનિતા (નામ બદલેલું છે)ના 2004માં સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયાં હતાં. લગ્નજીવન દરમિયાન તેમને એક 11 વર્ષનો દીકરો પણ છે. લગ્ન સમયે નેહાના પિતા અને સગાંવહાલાંએ નેહાને ભેટમાં ડાયમંડની જ્વેલરી અને સોના-ચાંદીના દાગીના ભેટ પણ આપ્યાં હતાં. તેણે તેનાં પતિ, સાસુ અને સસરા વિરુધ્ધ શારીરિક-માનસિક ત્રાસ, ચારિત્ર્યહીન હોવાના ખોટા આરોપ લગાવવા, અવારનવાર ઝઘડા અને તકરાર, મારઝૂડ, છૂટાછેડા આપવા દબાણ કરવું તથા ઘરમાંથી કાઢી મૂકવા દબાણ કરતાં હોવાની ફરિયાદ નોંધાવી છે. આ સમાચાર સામે આવ્યા બાદ આ કિસ્સો હાલમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.

પતિ ઉશ્કેરાઈને પત્ની સાથે મારઝૂડ કરતો

image source

તો બીજી તરફ આ ઘટનાની શરૂઆત આજથી ત્રણ વર્ષ પહેલા થઈ હતી. એપ્રિલ 2017થી પતિને અંકિતા (નામ બદલેલું છે) નામની યુવતી સાથે આડાસંબંધની અનિતાને જાણ થઈ હતી, જેને પગલે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા અને પતિ ઉશ્કેરાઈને પત્ની સાથે મારઝૂડ કરતો હતો. બંને વચ્ચે મનમેળ ઓછો થતાં પતિએ અન્ય યુવક સાથે અવારનવાર સંબંધ બનાવવા દબાણ કરવા માંડ્યું હતું, જેનો અનિતાએ વિરોધ કર્યો હતો અને ના પાડતાં ઝઘડો કરવા લાગ્યો હતો અને તેના પર તેના ચારિત્ર્યને લઈને પણ શંકાઓ કરી હતી. વાત બહુ આગળ વધતા આખરે અનિતાએ આ સમગ્ર ઘટનાની જાણ તેમના ભાઈને કરી હતી. જે હાલ મહારાષ્ટ્રમાં રહે છે. મહારાષ્ટ્રથી આવેલા અનિતાના ભાઈએ પતિને સમજાવતા હેરાન નહીં કરવા બાંહેધરી આપી હતી.

ચારિત્ર્યના ખોટા આક્ષેપો કર્યા

image source

જો કે ઘટના બાદ પણ અભયના વર્તનમાં કોઈ બદલાવ જોવા મળ્યો ન હોત અને તેમણે અન્ય યુવતી સાથે સંબંધ રાખવાનું ચાલુ રાખ્યું હતું. તો બીજી તરફ આ અંગે તેની પત્નીએ વિરોધ કરતા તેને ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપતા અને ચારિત્ર્યના ખોટા આક્ષેપો કર્યા હતા. જ્યારે 27 જાન્યુઆરી 2020એ દીકરાને સ્કૂલથી કાકા સસરા જાણ બહાર લઈ ગયા હતા. ખૂબ આજીજી કરવા છતાં તે ક્યાં છે એ જણાવ્યું ન હતું, પરંતુ ત્યારે સાંજે શંકા જતાં તેમના ઘરે જતાં ત્યાં દીકરો જોવા મળ્યો હતો. ઘણી આજીજી બાદ પણ કાકા સસરાએ પતિએ કહ્યું હોવાથી દીકરાને ન આપતાં નેહા ઘરે જઈને બેગમાં કપડાં ભરીને કાકા સસરાના ઘરે રહેવા ગઈ હતી.

પતિએ આડાસંબંધો ચાલુ જ રાખ્યા

image source

તો બીજી તરફ પતિ પણ ત્યાં જ હાજર હતો અને તેણે બીજા રૂમમાં લઈ જઈને કહ્યું હતું કે તું જ્યાં સુધી છૂટાછેડા નહીં આપે ત્યાં સુધી તેને દીકરો નહીં મળે અને તું અહીંથી નીકળી જા નહીં તો પોલીસ ફરિયાદ કરીશ. પતિએ કાકા સસરાના ઘરેથી જતા રહેવાનું કહેતાં અનિતાએ પોતાના મામાના દીકરાને ફોન કરીને સમગ્ર વાત કહેતાં તે અને માસીનો દીકરો દોડી આવ્યા હતા. બંનેએ તેના પતિ અને કાકા સસરાને સમજાવ્યા હતા અને સમાધાન કરવામાં આવ્યું હતું અને હવે આડા સંબંધ નહી રાખે તેવી ખાતરી આપી હતી જો કે તેમ છતા તેમના વર્તનમાં કાઈ ફેરફાર જોવા મળ્યો ન હતો અને તેણે આડાસંબંધો ચાલુ જ રાખ્યા હતા. અને સાસરિયા તરફથી સતત અનિતામે માનસિક અને શારિરીક ત્રાસ આપવામાં આવતો હતો.

ઓક્ટોબરમાં વાત એટલી બધી વધી ગઈ કે,

image source

તો બીજી તરફ ઓક્ટોબરમાં વાત એટલી બધી વધી ગઈ કે નેહા જે રૂમમાં રહેતી હતી એ રૂમમાંથી તેના પતિ અને સાસુ-સસરાએ બંનેને લોબીમાં કાઢી મૂકીને રૂમને તાળું મારી દીધું હતું અને સામાન પણ આપ્યો ન હતો, જેથી તેણે પોલીસ બોલાવીને સામાન લીધો હતો. બાદમાં દીકરાના રૂમમાં બંને રહેવા ગયા હતા અને હાલ ત્યાં જ રહે છે. લગ્ન સમયના તમામ દરદાગીના અનિતા અને તેના પતિના જોઈન્ટ લોકરમાં પડ્યા છે, જે તેને આપતા ન હોવાથી નેહાએ બેંકમાં અરજી આપીને એને સીલ કરાવી દીધું છે. અનિતાને રસોડામાં પ્રવેશ પણ આપવામાં આવતો ન હતો અને તેમને વારંવાર ઘર છોડીને ચાલી જવાની ધમકી આપવામાં આવતી હતી. જો કે મામલે હવે શું પરિણામ આવશે એ તો સમય જ બતાવશે.

શું હોય છે વાઈફ સ્વેપિંગ

image source

આમ તો ભારતીય સંસ્કૃતિમાં આવી વાતને સ્વિકારમાં આવતી નથી પરંતુ કહેવાતા સભ્ય સમાજના લોકોમાં આ દુષણ હવે ધીમે ધીમે ઘર કરી ગયું છે. જેમાં ધનિક પરિવારના નબીરાઓ પત્નીઓની અદલા-બદલી કરે છે. આવી પાર્ટીઓ હાઈ ફાઈ હોટલોમાં ગુપ્ત રીતે યોજવામાં આવે છે. આ નબીરાઓ પોતાની શાન ગણે છે. આવી પાર્ટીમાં લોકો પોતાની પત્ની સાથે આવે છે અને અન્યની પત્ની સાથે સંબંધ બનાવે છે તેમા અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ મળતો નથી. તેમા પાર્ટનર નક્કી કરવા માટે પતિઓ એક બાઉલમાં કારની ચાવી નાખી દે છે અને પછી પત્નીઓ બાઉલમાંથી ગાડીઓની ચાવી ઉપાડે છે, જે ચાવી જેની પાસે હોય તે પ્રમાણે પત્નીઓમી અદલા બદલી(વાઈફ સ્વેપિંગ) થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "સભ્ય સમાજની વરવી વાસ્તવિક્તા : પતિએ પત્નીને અન્ય યુવક સાથે સંબંધ બનાવવાનુ દબાણ આવ્યું આ પરિણામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel