વિદેશની ધરતી પર ડંકો વગાડનાર આ હતો સૌથી પહેલો કેપ્ટન,ધોની-કપિલ દેવ-કોહલી અને ગાંગુલીને ભૂલી જશો
જ્યારે પણ ભારતીય ક્રિકેટમાં શ્રેષ્ઠ કેપ્ટનની વાત કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક રીતે મહેન્દ્રસિંહ ધોની, કપિલ દેવ, વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી જેવા નામ દરેકની જીભ પર પહેલા આવશે. જ્યારે ચર્ચા થોડી વધશે ત્યારે મંસૂર અલી ખાન પટૌડી, બિશનસિંહ બેદી, સુનિલ ગાવસ્કર, લાલા અમરનાથ જેવા દિગ્ગજોના નામ સામે આવશે. આ બધાં તેમની પોતાની રીતે શ્રેષ્ઠ કેપ્ટન અને મહાન ખેલાડીઓ રહ્યા છે. પરંતુ એક નામ જે અવારનવાર કોઈ કારણસર દબાવવામાં આવે છે તે છે અજિત વાડેકર.

અજિત વાડેકર ખુબ સારા કેપ્ટન હતાં અને તેઓ એક એવા કેપ્ટન રહ્યાં કે જેની પાસે કેપ્ટનશીપનો ટૂંકો કાર્યકાળ જ હાથમાં આવ્યો. આ સાથે તેની આખી કારકિર્દી અપેક્ષા મુજબ વધી શકતી ન હતી અને તેની પાછળનું કારણ પણ કેપ્ટનશીપ જ રહ્યું હતું. જો ટાઇગર પટૌડીએ ભારતને વિદેશી ધરતી પર પહેલી શ્રેણી રૂપે રમાતી મેચમાં જીત અપાવી તો વડેકરે ટીમને વિદેશોમાં જીતવાની ટેવ પાડી. આજ દિવસે બેટ્સમેન અજિત વાડેકરનો જન્મ થયો હતો.
તેમનાં વિશે મળતી માહિતી મુજબ મુંબઇ (તે સમયે બોમ્બે)માં 1 એપ્રિલ 1941માં જન્મેલા અજિત વાડેકરે એન્જિનિયર બનાવવાં તેવું તેમનાં પિતાનું સપનું હતું. પરંતુ અજિત તેમનાં પોતાનાં સ્વપ્નને પૂરા કરવાને બદલે ક્રિકેટર બનવાના સ્વપ્નને આગળ ધપાવ્યું. આ પછી 1958-59માં બોમ્બેની ટીમમાં રણજી ટ્રોફીની શરૂઆત કરી. ઘરેલું ક્રિકેટમાં ઘણા બધા રન બનાવ્યા હોવા છતાં અજિત વાડેકરે ભારતીય ટીમમાં જગ્યા બનાવવા માટે લગભગ 8 વર્ષ રાહ જોવી પડી.

કહેવાય કે અજિતે ટેસ્ટ ડેબ્યૂ અને પ્રથમ શ્રેણી જીતવામાં એક નાયકની ભૂમિકા ભજવી હતી. તેમનાં આગળનાં સફર વિશે વાત કરીએ તો 1966માં વડેકરે વેસ્ટ ઇન્ડીઝ સામે બોમ્બેના બ્રેબોર્ન સ્ટેડિયમમાં તેનું ડેબ્યૂ કર્યું હતું. તેની કારકિર્દીની ત્રીજી ઇનિંગમાં તેણે અડધી સદી ફટકારી અને ત્યારબાદ તે ટીમ ઈન્ડિયાની બેટિંગનો મહત્વપૂર્ણ ભાગ બની ગયાં હતાં. આ દરમિયાન તેણે ઘણી અર્ધી સદી ઇનિંગ્સ રમી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ વિદેશી ધરતી પર ટેસ્ટ જીતતા પહેલા જ વાડેકરે તેની શાનદાર બેટિંગથી ભારતને વિદેશમાં પ્રથમ ટેસ્ટ જીતવામાં મદદ કરી હતી.
આ પછી ટાઇગર પટૌડીની અધ્યક્ષતામાં ભારતીય ટીમે 4 મેચની ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને 3-1થી પરાજિત કર્યું હતું. વાડેકરે આ શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ 328 રન બનાવ્યા હતાં. જેમાં એક સદી (143- વેલિંગ્ટન ટેસ્ટ) અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. વેલિન્ટમાં ફટકારેલી સદીએ વાડેકરની કારકિર્દીની એકમાત્ર સદી હતી અને તેનાથી જ ભારતને જીત મળી હતી.

આ પછીના સમયની વાત કરવામાં આવે તો કહેવાય કે એ 1971 ભારતીય ક્રિકેટનું સૌથી શાનદાર વર્ષ સાબિત થયું હતું. 1971માં જ્યારે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર જઇ રહી હતી ત્યારે પસંદગીકારોએ બધાને આશ્ચર્યચકિત કર્યા હતા અને પટૌડીની જગ્યાએ વાડેકરને કેપ્ટન બનાવ્યા હતા. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝ સામેની કોઈ ટેસ્ટ મેચ જીતી હોય તે તો દૂરની વાત છે પણ ભારતે કોઈ પણ મેચ જીતી ન હતી. વાડેકરની કેપ્ટનશીપ હેઠળ સુનિલ ગાવસ્કરે પોર્ટ ઓફ સ્પેઇનમાં બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને ભારતે આ ટેસ્ટ મેચ પણ પોતાના નામે કરી હતી.
મળતી માહિતી મુજબ વિન્ડીઝના ખેલાડીઓ સામે તેની પ્રથમ શાનદાર જીત થયેલી આ મેચ અજિતે બનાવી હતી. 5 મેચની આ સિરીઝ ભારતે 1-0 જેટલી મોટી જીત મેળવી હતી જેનો અખો શ્રેય અજિતને નામે જાય છે. 1971 એ ખરેખર ભારત માટેનું સૌથી મહત્વપૂર્ણ વર્ષ હતું. તેણે ભારતીય ક્રિકેટને નવી દિશા આપવાનું કામ કર્યું હતું અને આ જીત પાછળ કેપ્ટન વાડેકરની ઘણી મહેનત હતી.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ઐતિહાસિક જીત બાદ ભારતે તે જ વર્ષે ઇંગ્લેન્ડની ધરતી પર સારો દેખાવ કરવામાં અસફળ રહ્યું હતું. ભારતે આ મેદાન પર છેલ્લા 3માંથી એક પણમાં વિજય મેળવ્યો ન હતો. પરંતુ આ પછી ફરી એક નવી શરૂઆત થઈ હતી. જેવી રીતે ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં ઇતિહાસ બનાવ્યો તેમ જ હવે ઇંગ્લેન્ડમાં પણ એક નવો રેકોર્ડ ભારતે બનાવ્યો હતો. વાડેકરની કેપ્ટનશીપ હેઠળ ભારતે 3 મેચની શ્રેણીની પ્રથમ 2 મેચ ડ્રો કરી અને ત્યારબાદ ઓવલ ખાતેની છેલ્લી મેચ જીતીને ઇંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટ મેચમાં જીત ભારતનાં નામે થઈ હતી.
આ પછી વાડેકરની કપ્તાની હેઠળ જીત અને નવા રેકોર્ડ બનતાં રહ્યાં. 1972–73માં ઇંગ્લેન્ડને ટેસ્ટમાં 2-1થી પરાજિત કર્યું હતું. આ ટેસ્ટ મેચ ભારતમાં જ રમવામાં આવી હતી. આ રીતે સતત સીરીઝ જીત્યા બાદ વાડેકરની કેપ્ટનશીપને લોખંડ માનવા લાગી હતી. પરંતુ 1974ની ઇંગ્લેન્ડના સફર પછી આ બધું બદલાઈ ગયું હતું. અજિત વાડેકરની આ ચોથી ટેસ્ટ મેચ હતી અને આ તે ટેસ્ટ મેચ હતી જેમાં ભારતે પોતાનો ટુંકો ટેસ્ટનો સ્કોર માત્ર 42 (ડિસેમ્બર 2020 પહેલાના આંકડા મુજબ) જ બનાવ્યો હતો. ભારત ટેસ્ટ શ્રેણી 3-0થી હારી ગયું.

આ ઇંગ્લેન્ડની સફરને ‘સમર 42’ નામ અપાવમાં આવ્યું હતું અને કેપ્ટન, જેણે સતત સીરીઝ જીતી હતી તેને એક હાર બાદ બીસીસીઆઈ દ્વારા પડતો મૂકી દેવામાં આવ્યો હતો જે ઘણાં દુઃખની વાત છે. અજીતને હવે કેપ્ટનશિપથી હટાવવામાં આવ્યો એટલું જ નહીં પરંતુ તેને ટીમમાંથી પણ કાઢી નાખવામાં આવ્યો હતો. આ પછી વાડેકરે મજબૂરીથી નિવૃત્તિ લેવી પડી હતી.
તેમનાં દેશ માટે કરેલી મહેનત બાદ પણ વાડેકરની કારકિર્દી લાંબી ચાલી શકી ન હતી. તેણે 8 વર્ષની કારકિર્દીમાં માત્ર 37 ટેસ્ટ મેચ રમી હતી. આમાં તેણે 1 સદી અને 14 અડધી સદી સહિત 2113 રન બનાવ્યા છે. તેમના દ્વારા ફટકારાયેલા રનનો સરેરાશ પણ માત્ર 31 જ હતો. અજિત ભારતનો એકમાત્ર ડાબા હાથનો બેટ્સમેન હતો જેણે સૌરવ ગાંગુલીના આગમન પહેલા જ ટેસ્ટમાં 2000 થી વધુ રન બનાવ્યા હતા. તેની કારકિર્દીના શરુઆતના વર્ષોમાં તેનો રેકોર્ડ વધુ પ્રભાવશાળી રહ્યો. અહીં તેણે 237 મેચમાં 36 સદી અને 47ની સરેરાશથી 15380 રન બનાવ્યા છે. આ પછી વાડેકરનું 15 ઓગસ્ટ 2018ના રોજ 77 વર્ષની વયે અવસાન થયું હતું. દેશ માટે ઘણી ઐતિહાસિક મેચો રમનાર અજિત વાડેકરનું નામ આજે ફક્ત ઇતિહાસના પાનામાં રહી ગયું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "વિદેશની ધરતી પર ડંકો વગાડનાર આ હતો સૌથી પહેલો કેપ્ટન,ધોની-કપિલ દેવ-કોહલી અને ગાંગુલીને ભૂલી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો