અમદાવાદના આ વિસ્તારમાં જતા પહેલા સો વખત વિચારજો, નહિં તો આવી જશો કોરોનાની ઝપેટમાં, જોરદાર વધ્યું છે સંક્રમણ
રાજ્યમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. રોજ 2 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત મોતના આંકડા વધી રહ્યા છે. એવામાં અમદાવાદની સ્થિતિ વધુ ડરામણી છે. ખાસ કરીને શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ, થલતેજ, ગોતા ઉપરાંત ઘાટલોડીયા અને ચાંદલોડીયા વોર્ડમાં સંક્રમણ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના બોડકદેવ સહિતના આ પાંચ વોર્ડમાં મળીને કુલ 55 સ્થળ એવા સામે આવ્યા છે જયાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે.

તો બીજી તરફ સામે આવેલી જાણકારી અનુસાર અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ 600 થી વધુ કેસ સામે આવી રહ્યા છે જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા 5 વોર્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જે સ્થળોએ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા ટાવરોની એક યાદી તૈયાર કરી આ ટાવરોમાં તમને જણાવી દઈએ કે હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવાનો નિર્ણય કર્યો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પાસેથી જાણવા મળ્યું છે. જ્યાં વધુ કેસો સામે આવી રહ્યા છે ત્યાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, મ્યુનિસિપલ તંત્ર દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કોરોના પ્રભાવિતવિસ્તારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ મ્યુનિસિપલના જ એક ઉચ્ચ અધિકારીએ આ યાદી જાહેર થઈ જતા તેને મિડીયા ગૃપમાંથી ડીલીટ કરી નાંખી હતી.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કોરોના પ્રભાવિત સ્થળો
ગોતા: આશિર્વાદ આકેર્ડ, બાબુનગર, નિર્માણ બંગલો, જયઅંબે ફાર્મ, સાગર સંગીન, વૃંદાવન પાર્ટ-1, હીર પાર્ટી પ્લોટ,સમેત રેસી, સુવર્ણધામ ટવીન, પંચામૃત
બોડકદેવ: આમ્રપાલી એપા, બિનોરી મોનેટા, અકીક ટાવર, વસ્ત્રાપુર, મંત્ર એપાર્ટમેન્ટ, શુભ શાંતિ એપા, કૃષ્ણકુંજ એપા, મલ્હાર એપા, દિવ્ય જયોત એપા, કલગી એપા, આંચલ એપા, શાશ્વત એપા,
થલતેજ: નવનીધી, તરૂણનગર સોસા-પાર્ટ-1,ગોકુલ કોમ્પલેક્ષ, સ્ટર્લિંગ રો-હાઉસ, વિશ્રૂત બંગલો, જૈન દેરાસર,હીમાલયા, પૃથ્વી ટાવર,

ચાંદલોડિયા: રાજયોગ કોમપલેક્ષ, મલબાર સિટી-2,નિર્ણય ટાવર, સર્વોદય સેવા ટ્રસ્ટ,પ્રસ્થાન બંગલો, ગણેશ પાર્ક, ઉન્નતિ સ્કૂલ, ઉમા બંગલો, ભાગ્યલક્ષ્મી રો હાઉસ, ક્રીષ્ના એપા.
ઘાટલોડિયા: વાઘેશ્વરી સોસા, ઝવેરી જવેલર્સની ગલી,આશાપુરી સોસા, રાજ રત્ન એપા,સારથી એપા, ગોકુલ એપા, ઈન્દિરા ફલેટ.

તમને જણાવી દઈએ કે હાલમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં સામે આવી રહ્યા છે, નોંધનિય છે કે અમદાવાદમાં કેસ વધવા પાછળનું કારણ UK સ્ટ્રેઈન હોવાનું સામે આવ્યું છે. UK સ્ટ્રેઈન 70% ઝડપથી કોરોના ચેપ ફેલાવે છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં કેસ વધી રહ્યા છે. નોંધનિય છે કે, RNA વાયરસ હોવાથી મ્યૂટેશન ઝડપી થઈ રહી છે. તો બીજી તરફ સરકારે આ સ્ટ્રેઈનને અટકાવવા અને તેની સાંકળ તોડવા માટે રસી લેવાની લોકોને અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષ કરતા આ વાઈરસ ઓછો ગંભીર છે. સામે આવેલી વિગતો અનિસાર અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી 2 મહિનામાં કોરોના કાબુમાં આવે તેવી શંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "અમદાવાદના આ વિસ્તારમાં જતા પહેલા સો વખત વિચારજો, નહિં તો આવી જશો કોરોનાની ઝપેટમાં, જોરદાર વધ્યું છે સંક્રમણ"
ટિપ્પણી પોસ્ટ કરો