અહીં જણાવેલા ઉપાય જાણીને તમારી ખીલની સમસ્યા માત્ર એક જ રાતમાં દૂર કરો
જો કે ખીલ થોડા દિવસોમાં તેમની રીતે જ અદૃશ્ય થઈ જાય છે, પરંતુ કેટલીકવાર તે ખૂબ જ લાંબા સમય સુધી ચહેરા પર રહે છે અને ચેહરા પર ડાઘ છોડી દે છે. ચહેરા પર દેખાતા દાગ અને ખીલ તમારા ચેહરાને તો બગાડે જ છે પણ તે તમારા આત્મવિશ્વાસને ઘટાડવાનું કામ પણ કરે છે. ખીલ ચહેરા પર ગમે ત્યારે 14 થી 30 વર્ષની વય સુધી દેખાઈ શકે છે. ખીલ જયારે બહાર આવે છે ત્યારે વ્યક્તિને ઘણી મુશ્કેલી પડે છે. જે પાછળથી ચહેરા પર સફેદ, કાળી અને લાલ ફોલ્લીઓ તરીકે દેખાય છે. જો તમે પણ ખીલની સમસ્યાથી પરેશાન છો તો તાણ છોડો અને આ અસરકારક ઉપાય અપનાવો. આ ઉપાયો અજમાવવાથી એક જ રાતમાં તમારા ખીલ થઈ જશે.

ખીલની સમસ્યા સ્ત્રીઓ માટે સામાન્ય છે, પરંતુ પુરુષો પણ તેનાથી અજાણ નથી. તૈલીય ત્વચા, ખોટો ખોરાક, ક્યારેક સૂર્ય, ધૂળ, પ્રદૂષણ અને અન્ય વસ્તુઓના કારણે પણ ખીલ થાય છે. ખીલ એક એવી સમસ્યા છે જે ફક્ત તમારી ત્વચા જ નહીં પરંતુ તમારા દેખાવને પણ બગાડે છે. ઘણા લોકો તો ખીલના કારણે ઘરની બહાર પણ નથી નીકળી શકતા. આ સમસ્યા મોટાભાગે યુવાનોમાં વધુ જોવા મળે છે, જેમાં 20 વર્ષથી 40 વર્ષ સુધીના લોકોમાં વધુ પ્રમાણમાં હોઈ શકે છે. ખીલ થવાના ઘણા કારણો હોઈ શકે છે. તે કબજિયાત, તાણ, ત્વચાના બેક્ટેરિયા પીસીઓડી અથવા દવાઓની આડઅસરને કારણે પણ ખીલ થઈ શકે છે.
ખીલને દૂર કરવા માટે લોકો ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, છતાં પણ ખીલની સમસ્યા ચાલ્યા જ કરે છે. તેથી આજે અમે તમને એવા કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ થોડા દિવસો કરવાથી તમારા ખીલ દૂર થાય છે અને તમારી ત્વચા નરમ પડે છે.
ટમેટાના ફાયદા

ટમેટા એક એવું ફળ અથવા શાકભાજી છે, જેમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. ટમેટામાં વિટામિન-સી, એ, ઈ, વી-6, અને કે જેવા તત્વો છે.આ દરેક તત્વો ચેહરા પરની દરેક સમસ્યા દૂર કરીને ચેહરાને સુંદર રાખવામાં મદદ કરે છે. સાથે ટમેટા ત્વચાના પીએચ સ્તરને જાળવવામાં પણ મદદ કરે છે. જેથી ખીલની સમસ્યા વારંવાર થતી નથી. તમારી ત્વચા પરની ખીલની સમસ્યા દૂર કરવા માટે આજે અમે તમને ટમેટાના ફેસપેક અને ટમેટાના ફેસવોશ બનાવવાની રીત જણાવીશ
ફેસપેક બનાવવાની રીત-

સૌથી પેહલા ટામેટાને ગરમ પાણીમાં ઉકાળો. ત્યારબાદ ટામેટાની છાલ કાઢી લો અને તેને સારી રીતે ગ્રાઈન્ડ કરી લો. હવે આ પેસ્ટને તમારા ચેહરા પર લગાડો અને અડધી કલાક સુધી રહેવા દો, અડધી કલાક પછી તમારા ચેહરાને સાફ પાણીથી ધોઈ લો. એકવાર આ ઉપાય કરવાથી તમે તમારી રીતે જ તફાવત જોશો.
ફેસવોશ બનાવવાની રીત-

તમે ટમેટાના રસનો ઉપયોગ ફેસવોશ તરીકે પણ કરી શકો છો. આ માટે એક ચમચી ટમેટાના રસમાં થોડા લીંબુના ટીપા નાખો. ત્યારબાદ તેને ચેહરા પરના ખીલ પર લગાવો અને તમારા ચેહરાને તમારા હાથથી ઘસો. પછી સાફ પાણીથી તમારો ચેહરો ધોઈ લો. આ કરવાથી તમારા ચેહરા પરના રોમ છિદ્રો ખુલી જશે અને તમારી ખીલની સમસ્યા મૂળમાંથી દૂર થશે.
આ સિવાય પણ ચેહરા પરના ખીલને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય જાણો.
બેકિંગ સોડા

એક રાતમાં જ ખીલ દૂર કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે બેકિંગ સોડા સાથે પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ચેહરા પરના ખીલ પર લગાવો. પાંચ મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો, ત્યારબાદ ચહેરા પર ટોનર લગાવો. જો તમને બેકિંગ સોડા લગાવ્યા પછી કોઈ તકલીફ હોય તો તરત જ તમારો ચહેરો સાફ પાણીથી ધોઈ લો.
લીંબુ

લીંબુને કાપીને તેનો રસ એક નાના બાઉલમાં કાઢો. તેમાં થોડું મીઠું અને મધ મિક્ષ કરીને એક મિશ્રણ બનાવો અને તેને ખીલ પર લગાવો. 15 મિનિટ સુધી સૂકવવા દો અને ત્યારબાદ ત્વચાને થોડા ગરમ પાણીથી સાફ કરો. જો લીંબુ લગાડવાથી તમારા ચેહરા પર કોઈ બળતરા થતી હોય, તો એ જ સમયે તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો.
હળદર

ત્વચા સાથે સંબંધિત અનેક સમસ્યાઓનું સમાધાન હળદર છે. એક ચમચી હળદરને દૂધ અને ગુલાબજળ સાથે ભેળવીને એક પેસ્ટ બનાવો અને આ પેસ્ટને સીધું ખીલ પર લગાવો. થોડીવાર રાખ્યા પછી સાફ પાણીથી તમારો ચેહરો ધોઈ લો. થોડા દિવસો સુધી સતત આ ઉપાય કરવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.
મધ

ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે મધ પણ ખૂબ અસરકારક છે. આ માટે મધને ખીલ પર લગાવો અને થોડીવાર માટે રહેવા દો. થોડા સમય પછી, ઠંડા દૂધથી ચહેરાની મસાજ કરતી વખતે મધને દૂર કરો. એક અઠવાડિયા સુધી સતત 15 મિનિટ આ ઉપાય કરવાથી ખીલની સમસ્યા દૂર થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "અહીં જણાવેલા ઉપાય જાણીને તમારી ખીલની સમસ્યા માત્ર એક જ રાતમાં દૂર કરો"
ટિપ્પણી પોસ્ટ કરો