સરકારનો વેક્સિનને લઈ મોટો નિર્ણયઃ આ લોકોને આધારકાર્ડ વગર મફતમાં રસી અપાશે
ગુજરાતમાં વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગો ઉપરાંત આ વ્યક્તિઓને અપાશે આધારકાર્ડ વિના કોરોના વેક્સિન.
ગુજરાત રાજ્યમાં હાલ વેકસીનેશન કાર્યક્રમ પુરજોશમાં ચાલી રહ્યો છે. એ આમ રાજ્ય સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોર્બિડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોરોના રસીકરણ માટે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની ઉંમરના મ વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સિન આપવાનો સૌથી મોટો નિર્ણય કર્યો છે.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 32, 74, 493 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 6, 03, 693 લોકોને કોરોના રસીનો બીજા ડોઝ આપવામાં આવ્યો છે. અને કુલ 38, 78,186 લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં આજે ર 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારીથી પીડાતા હોય તેવા કુલ 2, 22, 186 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. તમને જણાવી દઈએ આટલ બધા લોકોને રસી અપાઈ તેમ છતાં અત્યાર સુધીમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
આ સાથે જ ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 39 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પહેલા ડોઝમાં 33 લાખ જ્યારે બીજા ડોઝમાં 6 લાખ લોકોનું રસીકરણ કરાયું છે.
તમને જણાવી દઈએ કે 22 માર્ચે એટલે કે સોમવારે રાજ્યમાં 2.22 લાખ લોકોને કોરોનાની રસી અપાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં કોરોનાના રોજના કેસમાં 5 ગણો જ્યારે એક્ટિવ કેસમાં ચાર ગણો વધારો થયો છે. ઉપરાંત રિકવરી રેટમાં 1.80 ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દરરોજ 2 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.
તેમણે આગળ કહ્યું હતું કે રવિવારે પહેલીવાર રસીકરણ યોજાયું હતું. સરકારે તમામ લોકોને જેમ બને એમ જલ્દી રસી અપાય તેવી વ્યવસ્થા ગોઠવણ કરી છે. હાલમાં કેસ સતત વધી રહ્યાં છે ત્યારે તમામ હોસ્પિટલમાં પથારીની પુરતી વ્યવસ્થા છે.
તેમને એમ પણ જણાવ્યું હતું કે હાલમાં 70 ટકાથી વધુ પથારીઓ ખાલી છે. રાજ્ય સરકાર પાસે કોરોના વેક્સિનનો પુરતો જથ્થો છે. આરોગ્ય વિભાગના કર્મીઓએ રાત દિવસ સેવા કરી છે. હાલમાં વિધાનસભાનું સત્ર ટુંકાવાની પણ કોઈ વિચારણા નથી.

તો બીજી બાજુ ડો. રાજીવ ગુપ્તાએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં 2.54 લાખ લોકોએ કોરોનાની રસી મુકાવી છે. જેમાં 97, 269 જેટલા વડીલોનો સમાવેશ થાય છે. જ્યારે 11, 503 જેટલા 45થી 60 વર્ષના કો- ઓરબીડ લોકોએ રસી મુકાવી છે અને 52,811 જેટલા ફ્રન્ટલાઇન વર્કસને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.
તેમને આગળ જણાવ્યું હતું કે રસી લીધા બાદ અમુક લક્ષણો જેવા કે સામાન્ય દુઃખાવો, તાવ અને નબળાઈ સામાન્ય છે. ડરવાની જરૂર નથી. રસી લો અને રસીકરણ કરાવો, કોરોનાથી લડો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "સરકારનો વેક્સિનને લઈ મોટો નિર્ણયઃ આ લોકોને આધારકાર્ડ વગર મફતમાં રસી અપાશે"
ટિપ્પણી પોસ્ટ કરો