કોરોનાના હાહાકાર વચ્ચે પોળો ફોરેસ્ટ માટે લેવાયો આ મોટો નિર્ણય, જાણી લો અને પછી જજો નહિંતર..
ગુજરાત રાજ્યમાં છ કોર્પોરેશનની ચુંટણી સમાપ્ત થઈ ગયા બાદ રાજ્યમાં કોરોના વાયરસએ ફરીથી પોતાનું માથું ઉચક્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં એકાએક વધારો નોંધવામાં આવતા સાબરકાંઠામાં આવેલ વિજય નગરની નજીક આવેલ ટુરિસ્ટ પ્લેસ પોલો ફોરેસ્ટ વિસ્તારમાં સહેલાણીઓ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવનાર એપ્રિલ મહિનાના અંત સુધી આવી રહેલ તમામ શનિવાર અને રવિવારના દિવસે પોલો ફોરેસ્ટ વિસ્તારમાં સહેલાણીઓના પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે.
આ સાથે જ પોલો ફોરેસ્ટ વિસ્તારમાં જાહેર રજાઓ અને તહેવારના દિવસો દરમિયાન પણ સહેલાણીઓના પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં હાલમાં ચી રહેલ કોરોના વાયરસ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સાબરકાંઠા જીલ્લાના ઇન્ચાર્જ જીલ્લા કલેકટર તરફથી જાહેરનામું બહાર પાડીને જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં આવેલ લગભગ તમામ ધાર્મિક સ્થળો રાજ્યમાં વધી રહેલ કોરોના વાયરસના સંક્રમણના લીધે જાહેર રજાઓ અને તહેવારોના દિવસો પર શ્રદ્ધાળુઓ માટે દર્શન કરવા પર પ્રતિબંધ લગાવીને મંદિર બંધ રાખવામાં આવ્યા છે.

તેમાં પણ ફાગણ માસની પુનમના રોજ હોળી આવી રહેલ હોવાના લીધે ડાકોર, દ્વારકા, જુનાગઢ જેવા અનેક તીર્થ સ્થાનોમાં હોળી- ધૂળેટીના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી આવતું હોવાના કારણે મોટાભાગના તીર્થ સ્થાનોમાં આવેલ ભગવાનના મંદિરને બંધ રાખીને ભગવાનની બંધ બારણે જ પરંપરાગત વિધિ- વિધાન મુજબ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવશે તેવી જાહેરાત કરી દ્વારકામાં આવેલ ભગવાન દ્વારકાધીશના મંદિરને શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે હોળી- ધૂળેટીના તહેવાર નિમિત્તે મંદિર રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

ડાકોરમાં આવેલ ભગવાન રણછોડરાયનું મંદિરએ હોળી- ધુળેટીના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્યના ઠેકઠેકાણેથી પગપાળા સંઘની સાથે ભક્તો ભગવાન રણછોડરાયના દર્શન કરવા માટે ડાકોર આવે છે. પરંતુ આ વર્ષે ગુજરાત રાજ્યમાં છ કોર્પોરેશનની ચૂંટણી પૂરી થઈ ગયા બાદ રાજ્યમાં ફરીથી કોરોના વાયરસના સંક્રમણએ પોતાનું માથું ઉચકતા રાજ્યભરમાં કોરોના વાયરસના કેસમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે

જેના પરિણામ સ્વરૂપ ડાકોરમાં આવેલ ભગવાન રણછોડરાયના મંદિરને હોળી- ધુળેટીના તહેવાર નિમિત્તે ભક્તોના દર્શન કરવા માટે મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી રીતે ગુજરાત રાજ્યમાં ફેલાઈ રહેલ કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો કરવાની સાથે જ નવા કેસમાં વધારો ના થાય તે વાતને ધ્યાનમાં રાખતા મંદિર ટ્રસ્ટ, આગેવાનો અને સેવકભાઈઓ દ્વારા મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કોરોનાના હાહાકાર વચ્ચે પોળો ફોરેસ્ટ માટે લેવાયો આ મોટો નિર્ણય, જાણી લો અને પછી જજો નહિંતર.."
ટિપ્પણી પોસ્ટ કરો