વરુણ-નતાશાના લગ્નની જોરશોરથી તૈયારીઓ શરૂ, લગ્નમાં સામેલ થનાર દરેક માટે કોવિડ 19નો ટેસ્ટ ફરજીયાત
વરુણ- નતાશા વેડિંગ: વેન્યુ પર ચારે તરફ તૈનાત સિક્યોરીટી ગાર્ડ, ખૂણા- ખૂણા પર સીસીટીવી કેમેરાની નજર.
વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નને લઈને તમામ સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેથી કરીને કોઈ પણ પ્રકારની પ્રાઈવેસીમાં દખલગીરી થઈ શકે નહી. લગ્નના વેન્યુની ચારે તરફ ઘણી સંખ્યામાં સિક્યોરીટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ વેન્યુ કેટલાક સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આ સમયે અભિનેતા વરુણ ધવન અને તેમની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલના લગ્નને લઈને ચર્ચા થઈ રહી છે. બી- ટાઉનમાં આ વર્ષ ૨૦૨૧ના પહેલા લગ્ન અને બધાની નજર અહિયાં પર જ લાગી ગઈ છે. વરુણ ધવન અને નતાશા દલાલ તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૧ એટલે કે, રવિવારના દિવસે લગ્નના બંધનમાં બંધાશે.

વેડિંગ સેરેમનીઝની શરૂઆત શનિવાર એટલે કે, તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સંગીત સેરેમનીથી થવાની છે. આ લગ્નને લઈને તમામ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈપણ પ્રકારની પ્રાઈવેસીમાં દખલ થઈ શકે નહી. લગ્નના વેન્યુની ચારે બાજુ ઘણી મોટી સંખ્યામાં ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ વેન્યુને કેટલાક સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નનું વેન્યુને ફ્લેક્સ બોર્ડથી કવર કરવામાં આવ્યું છે જેથી બહારથી કોઈપણ લગ્ન દરમિયાન ફોટોસ ક્લિક કરી શકે નહી. ત્યાં જ અભિનેતાના પિતા ડેવિડ ધવન, માતા લાલી ધવન, ભાઈ રોહિત ધવન અને ભાભી જાહ્નવી ધવનને બપોરના સમયે લગ્નના વેન્યુ પર જોવામાં આવ્યા છે. જો કે, અત્યારે વરુણ ધવન લગ્નના વેન્યુ પર આવવાનું બાકી છે. અભિનેતાની ફેમીલીના સ્ટાફને સેલફોન ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.

વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં કોવિડના કારણે લગ્નમાં ફક્ત નજીકના વ્યક્તિઓ જ સામેલ થશે. ત્યાં જ બોલીવુડના એ- લિસ્ટર્સના સામેલ થવાની આશા છે. સલમાન ખાન, કેટરીના કૈફ, કરણ જોહર, શ્રદ્ધા કપૂર, મનીષ મલ્હોત્રા અને જૈક્લીન ફર્નાન્ડીસ હાજરી આપી શકે તેવી સંભાવના છે. આપને જણાવી દઈએ કે, લગ્ન માટે લકઝરી રિસોર્ટ ધ મેન્શન હાઉસ બુક કરવામાં આવ્યું છે. આ રિસોર્ટ એક એકર જમીનમાં ફેલાયેલું છે. રીપોર્ટસ મુજબ, ધ મેન્શન હાઉસમાં ૨૫ રૂમ, સ્વિમિંગ પુલ અને ગાર્ડન એરિયા સહિત કેટલીક સુવિધાઓ છે.

અભિનેતા વરુણ ધવન અને તેમની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલના લગ્નની સેરેમનીસ ૫ દિવસ સુધી ચાલવાના છે. તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૧ શનિવારના આજ રોજ સંગીત સેરેમનીનું આયોજન ધ મેન્શન હાઉસમાં કરવામાં આવ્યું છે.
Source: navbharattimes
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "વરુણ-નતાશાના લગ્નની જોરશોરથી તૈયારીઓ શરૂ, લગ્નમાં સામેલ થનાર દરેક માટે કોવિડ 19નો ટેસ્ટ ફરજીયાત"
ટિપ્પણી પોસ્ટ કરો