ગરમીમાં આ બીમારીઓ સામે રાહત આપે છે મકાઈ, ભાગ્યે જ જાણતા હશો આ ફાયદા
સ્વીટ કોર્નને ખાસ કરીને વરસાદની સીઝનમાં ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ગરમીની સીઝનમાં પણ તેનો ઉપયોગ ખૂબ જ લાભદાયી રહે છે. ગરમીમાં સ્વીટ કોર્ન જેટલા ટેસ્ટી લાગે છે તેટલા જ હેલ્થને માટે પણ ફાયદો કરનારા હોય છે. મકાઈ એટલે કે સ્વીટકોર્નમાં ફાઈબર, વિટામિન્સ, ખનીજ અને એન્ટી ઓક્સીડન્ટ હોય છે. તે તમને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે.

અનેક એવી વાનગીઓ છે જેમાં તમે સ્વીટ કોર્નનો ભરપૂર ઉપયોગ કરી શકો છો. આ સિવાય બેસ્ટ ઓપ્શન છે ગમે તે સમયે ખવાઈ જાય તેવા પોપકોર્ન. આ પછી કોર્ન સૂપ, સ્ટીમ્ડ સ્વીટ કોર્ન પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. જો ઔષધિય ગુણની વાત કરીએ તો તે મસ્તિષ્ક અને શરીર બંનેને માટે લાભદાયી રહે છે. તો જાણો અન્ય ફાયદા વિશે.
એનિમિયાના ખતરાને કરે છે દૂર

હેલ્થ બેનિફિટ્સની વાત કરીએ તો કોર્નમાં વિટામીન બી 12 અને ફોલિક એસિડ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે જે શરીરમાં લાલ રક્ત કોશિકાને બનવામાં મદદ કરે છે. એટલું જ નહીં તેમાં આયર્ન પણ વધારે પ્રમાણમાં મળે છે જે શરીરમાં ન્યૂ બ્લડ સેલને બનવામાં મદદ કરે છે.
કેલેરી અને કાર્બોહાઈડ્રેટથી છે ભરપૂર
ઉલ્લેખનીય છે કે 100 ગ્રામ કોર્નમાં 342 કેલેરી અને એક કપ કોર્નમાં લગભગ 29 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરને લાંબા સમય સુધી ઉર્જાવાન બનાવે છે. આ લાંબા સમય સુધી મસ્તિષ્ક અને તંત્રિકાને કામ કરવા માટે ઉર્જા આપે છે.
કોલેસ્ટ્રોલ અને શુગરને કરે છે કંટ્રોલમાં

કોર્નના ઉપયોગથી ફાઈબર ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં વિટામીન બી1, બી5 અને વિટામીન સી નવી કોશિકાઓને જન્માવે છે અને સાથે જ ડાયાબિટિસને દૂર કરે છે. આ રીતે તેના નિયમિત સેવનથી હાર્ટ ડિસિઝથી પણ તમે બચી શકો છો.
સ્કીન અને આંખને રાખે છે હેલ્ધી

સ્વીટ કોર્નમાં બેટા કેરોટીન વધારે પ્રમાણમાં મળે છે જે વિટામીન એમાં ફેરવાઈ જાય છે અને આંખને સારી રાખે છે. આ મેમ્બરન્સને વધારે છે અને ઈમ્યુનિટી સિસ્ટમને પણ સારી રાખે છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટનું પ્રમાણ પણ વધારે રહે છે જે શરીરની અનેક બીમારીથી બચવાની સાથે કેન્સરથી પણ બચાવે છે.
એજિંગને ઘટાડવામાં કરે છે મદદ
જો તમે લાંબા સમય સુધી એજિંગને પોતાનાથી દૂર રાખવા ઈચ્છો છો તો ડાયટમાં કોર્નને સામેલ કરો. તેમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે જે એજિંગની સમસ્યાને તમારાથી દૂર રાખે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ગરમીમાં આ બીમારીઓ સામે રાહત આપે છે મકાઈ, ભાગ્યે જ જાણતા હશો આ ફાયદા"
ટિપ્પણી પોસ્ટ કરો