ઘરમાં સોનું રાખવાને લઈને આ છે સરકારી નિયમ, તમે પણ જાણી લો

આમ તો સોનું સૌને પ્રિય હોય છે પણ સોનાનો શોખ ખાસ કરીને મહિલાઓને વધારે હોય છે. લગ્ન હોય કે કોઈ સારો અવસર મહિલાઓ તેમના સોનાના ક્રેઝને છુપાવી શકતી નથી. કોઈ પણ પોતાના પ્રેમ અને તેના લગાવને પ્રતીકના રૂપમાં, કોઈ રોકાણની મદદથી તો ક્યારેક સુખ દુખના સાથી બનીને આ ઘરેણા મહિલાઓના જીવનમાં ખાસ સ્થાન રાખે છે. મહિલાઓના સોનાનો પ્રેમ જગજાહેર છે. હાલમાં લગ્ન સીઝનની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સોનું 8 મહિનાના નીચેના સ્તરે પહોંચ્યું છે. તેની કિંમત 45000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે.

image source

ગયા વર્ષે 2020ના ઓગસ્ટ મહિનામાં સોનાને લગભગ 56200 રૂપિયાના ઓલ ટાઈમ લેવલે પહોંચ્યો હતો. હવે સોનું 44113 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. આ રીતે સોનું પોતાના ટાઈમથી હાઈથી 12000 રૂપિયા સસ્તુ થયું છે. 2020માં સોનું 28 ટકા સુધી ચઢ્યું હતું. અને હવે 12000 રૂપિયાથી પણ વધારે નીચે આવ્યું છે. ફક્ત આ વર્ષે સોનાના ભાવમાં વધારે ઘટાડો થયો છે. એટલું નહીં ચાંદીમાં પણ 10000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

image source

જો તમે પણ સસ્તુ સોનું ખરીદવાનો વિચાર રાખો છો કો તમારા માટે આ સમય યોગ્ય છે. આ સમયે તમારે સોનું ખરીદી લેવું જોઈએ.

જાણો ઈન્કમ ટેક્સના નિયમ અનુસાર સામાન્ય માણસ ઘરમાં કેટલું સોનું રાખી શકે છે

image source

ઈન્કમ ટેક્સના નિયમોના આધારે વિવાહિત મહિલા ઘરમાં 500 ગ્રામ, અવિવાહિત મહિલા 250 ગ્રામ, તો પુરુષો ફક્ત 100 ગ્રામ સોનું ઈન્કમ પ્રૂફ વિના ઘરમાં રાખી શકે છે. તમને નક્કી સીમામાં ઘરમાં તમારી પાસે સોનુ રાખો છો તો ઈન્કમ ટેક્સ વિભાગ તેને જપ્ત કરી શકશે નહીં પણ નિયમ કરતાં વધારે સોનું તમારી પાસે છે તો તમારે ઈન્કમ ટેક્સ પ્રૂફ કે સોનું કે સોનાના ઘરેણાં ક્યાંથી તેની માહિતી આપવાની રહે છે. વેલિડ સોર્સ અને પ્રૂફની સાથે તમે મરજી હોય તેટલું સોનું ઘરમાં રાખી શકો છો. જો કોઈ ઈન્કમ ટેક્સ સોર્સ વિના ઘરમાં સોનું રાખે છે તો તેની લિમિટ નક્કી કરાયેલી છે.

image source

કાયદો કહે છે કે જ્વેલરીના રૂપમાં સોનું રાખવાની કોઈ સીમા નથી. પણ તેને ખરીદવાના માટે રૂપિયા ક્યાંથી આવ્યા છે તે તમારે જણાવવાનું રહે છે. તમને જ્વેલરી વિરાસતમાં મળી છે તો તમારે તેની વસિયત પણ ઇન્કમ ટેક્સ વિભાગને રજૂ કરવાની રહે છે.

Related Posts

0 Response to "ઘરમાં સોનું રાખવાને લઈને આ છે સરકારી નિયમ, તમે પણ જાણી લો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel