રસોઈની આ 1 વસ્તુથી વધી જશે ચહેરાનો ગ્લો અને ઈમ્યુનિટી પણ, મળશે મોટી રાહત
મધ એક એવી વસ્તુ છે જે બધાના ઘરમાં સરળતાથી મળી જતી હોય છે. મધનો ઉપયોગ કરવાથી તમે કેટલાક બિમારીઓથી છુટકારો મેળવી શકશો. તેની સાથે જ તમે તમારી અને સ્કિનને પણ સુંદર , નિખરતી બનાવી શકો છો. મધમાં કેટલાક પોષક તત્વો હોય છે. આ તત્વો તમને તમારા ચેહરાના ડાઘ-ધબ્બા, ખીલ-મુંહાસા અને કરચલીઓથી લડવામાં મદદરૂપ રહેશે. મધને નિયમિત ચહેરા પર લગાવવાથી તમારા ચહેરાની ચમક વધશે. મધ સ્કિન પોર્સમાં જામેલી અશુદ્ધિઓને બહાર કાઢે છે. આને તમે તમારા સ્કિન કેર રૂટિનમાં શમિલ કરી શકો છો.
ટેનિંગથી છુટકારો

અનેક વાર તમે જોયું હશે કે જ્યારે તમે વધારે લાંબા સમય સુધી તડકામાં રહો છો ત્યારે તમારી સ્કીન પર ટેનિંગ થઈ જાય છે.ટેનિંગથી રાહત મેળવવા માટે તમે લાંબા સમય સુધી અનેક બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા રહો છો. પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહેતી નથી.

સ્કીન પર ટેનિંગ કે સનબર્ન થાય છા ત્યારે તમે સૌ પહેલા એક ઘરેલૂ નુસખો અપનાવી લો. આ નુસખા માટે તમારે 1 ચમચી મધમાં 2 ચમચી ટામેટાનો પલ્પ મિક્સ કરવાનો છે અને તેને ચહેરા પર લગાવવાનો છે. આ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવાનો છે. આ ટેનિંગની સમસ્યાથી છૂટકારો અપાવે છે.
ઈમ્યુનિટી

આજકાલ દેશમાં કોરોના મહામારી, તેનો નવો વાયરસ સ્ટ્રેન અને હવે સાથે બર્ડ ફઅલૂનો પણ કહેર વધી રહ્યો છે. સ્ટ્રેન કોરોનાથી 70 ટકા વધારે ખતરનાક છે તો બર્ડ ફ્લૂમાં ડેથ રેટ 50 ટકાનો રહ્યો છે. આ માટે જરૂરી છે કે તમે તમારી ઈમ્યુનિટીને મજબૂત રાખો, જો શરીરની ઈમ્યુનિટી સારી હશે તો તે રોગના સંક્રમણ સામે લડી શકશે. જ્યારે તમે મધનું સેવન શરૂ કરો છો તો તમારી ઈમ્યુનિટી પણ વધવાનું શરૂ થાય છે. આ એક નેચરલ વેક્સીનેશન છે.
ઊંઘ ન આવવાની સમસ્યા

જો તમને પણ અનેકવાર ઊંઘ ન આવવાની સમસ્યા રહેતી હોય તો તમારે ચિંતા કરવાની કે પછી ઊંઘની દવા લેવાની કોઈ જરૂર નથી. રોજ તમે સૂવાના એક કલાક પહેલાં જ ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીઓ.
થોડા દિવસો સુધી આ ઉપાય કરવાથી તમે દવાઓમાંથી રાહત મેળવી શકો છો અને સાથે જ તમારી આ સમસ્યા પણ કાયમ માટે દૂર થઈ જાય છે. આ એક નેચરલ ઉપાય છે. તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ થતી નથી.
કબજિયાત

જો તમને પણ શરીરમાં કબજિયાતની તકલીફ રહેતી હોય તો નારંગી અને ટામેટાના રસની સાથે મધ મિક્સ કરીને કબજિયાતની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. આમ કરવાથી કાયમ માટે પણ સમસ્યામાંથી રાહત મળી શકે છે.
પિંપલ્સ અને ડાઘ થશે દૂર

જો સ્કીન પર વારે ઘડી પિમ્પલની સમસ્યા રહે છે તો મધ તમારા માટે ફાયદારૂપ સાબિત થઈ શકે છે. મધમાં એન્ટી ફંગલ એન્ટીબેક્ટેરિયલ તત્વો મળે છે. જે પિંપલ્સ અને ખીલ સામે લડવામાં મદદ કરે છે. આ માટે થોડું મધ લો અને ચહેરા પર લગાવો. તેને 15-20 મિનિટ રાખ્યા બાદ ચહેરાને ધોઈ લો. તેનાથી ત્વચામાં થતી ખુજલી કે પિંપલ્સની સમસ્યા ઘટે છે. અને સાથે જ ચહેરા પરથી ડાઘ પણ દૂર થાય છે.

તો તમે પણ મધના આ ઉપાયો આજથી જ શરૂ કરો અને મેળવો ચહેરાની અનેક સમસ્યાઓમાંથી ફટાફટ રાહત.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "રસોઈની આ 1 વસ્તુથી વધી જશે ચહેરાનો ગ્લો અને ઈમ્યુનિટી પણ, મળશે મોટી રાહત"
ટિપ્પણી પોસ્ટ કરો