જો તમે નવા વર્ષમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો IRCTC આપી રહી છે શાનદાર પેકેઝ
જો તમે નવા વર્ષમાં દક્ષિણ ભારતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આઈઆરસીટીસી તમારા માટે ખૂબ જ આકર્ષક ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજ હેઠળ તમે દક્ષિણ ભારત ફરી શકો છો અને તમને ભગવાન બાલાજીના દર્શન કરવાની પણ તક મળશે. ટૂર પેકેજનું નામ દક્ષિણ ભારત યાત્રા DAKSHIN BHARAT YATRA (SCZBD32) રાખવામાં આવ્યું છે.
આ જગ્યાએથી થશે ટિકિટનું બૂકિંગ

જો આ ટ્રેનના ટાઈમ ટેબલની વાત કરી એ તો આ ટ્રેન સિકંદરાબાદ રેલવે સ્ટેશનથી 22 જાન્યુઆરીએ રાત્રે 12:05 વાગ્યેથી ઉપડશે. આ ટૂર પેકેજના દિવસોી વાત કરીએ તો તેમા તમને 6 રાત અને 7 દિવસનો સમય લાગશે. આ ટૂર પેકેજ ‘Bharat Darshan Tourist Train’ અંતર્ગત ચલાવવામાં આવશે. જો તમે આ ટૂર માટે ઈચ્છુક હોય તો, આ ટૂર પેકેજનું બુકિંગ તમારે IRCTCની વેબસાઇટ સહિત કોઈ ઝોનલ કે પ્રાદેશિક કચેરીમાંથી કરાવી શકાય છે. તો આ ભારત દર્શન માટેના ટિકિટના બાવની વાત કરીએ તો આ ટૂરના સ્ટાન્ડર્ડ પેકેજ માટે વ્યક્તિ દીઠ 7140 રૂપિયા આપવા પડશે. અને જો તમે કંફર્ટ પેકેજ લેવા ઈચ્છતા હોય તો તમારે વ્યક્તિ દીઠ 8610 રૂપિયા આપવા પડશે. તો બીજી મહત્વની વાત એ છે કે પાંચ વર્ષથી નીચેના બાળકો માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે પાંચ વર્ષથી વધુના બાળક માટે પુરે પુરૂ ભાડું આપવું પડશે.
આ સ્થળો જોવાનો મળશે લ્હાવો

જો આ યાત્રાના સ્થળોની વાત કરીએ તો આ ટૂર પેકેજમાં પ્રવાસીઓને તિરુચિરાપલ્લી (Tiruchirapalli), તંજાવુર (Thanjavur), રામેશ્વરમ (Rameswaram), મદુરાઇ (Madurai) અને કન્યાકુમારી (Kanyakumari) જેવા સ્થળો જોવાનો લહાવો મળશે.
આ જગ્યાએથી તમે ટ્રેન પકડી શકશો

તો તમને સવાલ એ થતો હશે કે આખરે આ ટ્રેન ઉપડશે ક્યાંથી. તો તમને જણાવી દઈએ કે તમારે આ ટ્રેનમાં બેસવા માટે સાત એવા સ્થળો નક્કી કરેલા છે જ્યાંથી તમે ટ્રેનમં ચઢી શકો છો. આ ટૂર ટ્રેનમાં તમે સિકંદરાબાદ (Secunderabad), વારંગલ (Warangal), ખમ્મમ (Khammam), વિજયવાડા (Vijayawada), ઓંગોલ (Ongole), નેલોર (Nellore) અને રેનીગુંટા(Renigunta) સ્ટેશનોથી બેસી શકો છે અને પ્રવાસનો આનંદ માણી શકો છો.
કેટલીક મહત્વની બાબતોનું રાખો ધ્યાન

આ પ્રવાસ સ્ટાર્ટ કરતા પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે જે અમે તમને જણાવી દઈએ. સો પ્રથમ જો તમે કમ્ફર્ટ ક્લાસ માટે ટિકિટ બુક કરાવશો તો તમને 3 Tier AC ક્લાસમાં મુસાફરી કરવામાં આવશે અને જો તમે સ્ટાન્ડર્ડ પેકેજમાં ટિકિટ બુક કરાવો છો તો તમને સ્લીપર ક્લાસમાં પ્રવાસ કરાવવામાં આવશે. રાત્રી રોકાણ અંગે વાત કરીએ તો પ્રવાસીઓને ધર્મશાળા કે ડોરમેટ્રીમાં રોકવામાં આવશે. તો બીજી તરફ સાઇટ સીન જોવા માટે નોન એસી ટ્રેનમાં પ્રવાસીઓને પરિવહન કરવામાં આવશે. તો બીજી તરફ યાત્રીઓના જમવા અંગે વાત કરીએ તો ટ્રેનમાં નાસ્તો, લંચ અને ડિનર આપવામાં આવશે. આ ઉપરાંત એક પ્રવાસીને એક દિવસમાં એક લિટર પાણીની બોટલ પણ આપવામાં આવશે. તો તમને વધુમાં જણાવી દઈએ કે IRCTC દ્વારા આ પેકેજને Leave Travel Concession (LTC) હેઠળ બુક કરવાની પણ સુવિધા આપવામાં આવી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જો તમે નવા વર્ષમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો IRCTC આપી રહી છે શાનદાર પેકેઝ"
ટિપ્પણી પોસ્ટ કરો