કચ્છના ભૂકંપને 20 વર્ષ: પ્રજાપતિ પરિવારની આ કહાની તમારી આંખમાં પણ લાવી દેશે આસું, જે ભૂકંપમાં થઇ ગયો વેર-વિખેર

આજ રોજ કચ્છના ગોઝારા ભૂકંપને ૨૦ વર્ષ પુરા થઈ ગયા છે. પણ જેમણે આ ભૂકંપમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે
તેઓની આંખો આજે પણ એ દિવસ યાદ કરીને ભીની થઈ જાય છે. આવા જ એક પરિવાર વિષે વાત કરીએ તો આ પરિવારે એક નહી પરંતુ ત્રણ ત્રણ જિંદગીઓ એકસાથે જ ઘરના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. રૂવાંડા ઉભા કરી દેનાર તેવી હ્રદય હલાવી દે તેવી ઘટના મૃતક વ્યક્તિના ભાઈ દિનેશભાઈ ધંધુકિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું છે કે, મારા મોટા ભાઈ કિરીટ પ્રજાપતિને ભુજ શ્હેરન કોર્ટમાં નોકરી મળી હતી અને તેઓ પોતાના પરિવારની સાથે ભુજ શિફ્ટ થઈ ગયા હતા.

image source

મોટાભાઈને નોકરી મળી ગયાના બરાબર ૩૬૫ દિવસ પુરા થયા હતા.તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ સવારના સમયે ધ્વજવંદન કરવા માટે તૈયાર થઈ રહ્યા હતા. ત્યાં જ સવારના સમયે કુદરતે એવી થપાટ મારી દીધી કે, ભાઈ- ભાભી અને ત્રણ વર્ષની ભત્રીજી ધરતીમાં સમાઈ જાય છે. અમને ભુજના સમાચાર પ્રાપ્ત થતા જ ગમે તેમ કરીને ભુજ પહોચ્યા. ૧૦ દિવસ બાદ કાટમાળ ખસેડી દીધા બાદ ત્રણ વ્યક્તિઓના મૃતદેહ એકબીજાને ભેટેલી સ્થિતિમાં મળ્યા હતા.

ભાઈને ભુજની કોર્ટમાં તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ નોકરી મળી હતી.

image source

રાજકોટ શહેરમાં હીરા ઘસીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઈ બાબુભાઈ ધંધુકિયાએ વધુ જણાવતા કહ્યું હતું કે, મારા ૨૭ વર્ષના ભાઈનું નામ કિરીટભાઈ, ભાભી સરોજબેન અને ભત્રીજી જીજ્ઞાશાને કુદરતે એક થપાટ મારીને છીનવી લીધા હતા. ભાઈએ ઘણી મહેનત કર્યા પછી ભુજ કોર્ટમાં તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૦૦માં નોકરી મળી ગઈ હતી. ભાઈને નોકરી મળી ગયા બાદ તેઓ ભાભી અને પોતાની દીકરીની સાથે ભુજ શિફ્ટ થઈ ગયા હતા. એક જ વર્ષમાં ત્રણ- ત્રણ મૃતદેહ જોવા મળ્યા ત્યારે મનમાં એક જ વિચાર આવ્યો હતો કે, આ તે કેવી છે કુદરતની થપાટ.

મિલીટ્રીની મદદ મેળવીને ૧૧ દિવસ બાદ ત્રણેવ વ્યક્તિના મૃતદેહો પ્રાપ્ત થયા હતા.

અમને બધાને ભુજ શહેરમાં ભૂકંપ આવ્યાની જાણકારી મળતા જ અમે પરિવારના કેટલાક લોકોની સાથે ભુજ દોડી આવ્યા હતા. ભુજમાં ચારે તરફ કાટમાળના દ્રશ્યો અને મૃતદેહોના ઢગલા જોઈને અમારા શરીર પાણી પાણી થઈ ગયા હતા.મને ચક્કર પણ આવવા લાગ્યા હતા. કોર્ટ તરફથી આપવામાં આવેલ ક્વાર્ટરની ચારેય તરફ આવેલ ઈમારતને બદલે મેદાનમાં ફેરવાઈ ગયું હતું. ઘણા બધા પ્રયત્નો કર્યા પછી મિલીટ્રીની મદદ લઈને ભાઈ- ભાભી અને ભત્રીજીને કાટમાળ નીચે દબાયેલ સ્થિતિમાં જોવા મળ્યા હતા. કાટમાળ એટલો બધો હતો કે, મૃતદેહોને બહાર પણ કાઢી શકાય તેવી સ્થિતિમાં હતા નહી. અંતે મીલીટ્રીના જવાનો અને જેસીબીની મદદ લઈને ૧૧ દિવસ બાદ મૃતદેહોને બહાર કાઢવામાં વ્યા હતા. ત્રણેવને એ ખબર પડી ગઈ હશે કે, હવે તેઓ બચી શકે તેમ નથી એટલા માટે એકબીજાને ભેટી ગયા હશે. આ ત્રણેવના મૃતદેહો પણ એકબીજાને ભેટેલી સ્થિતિમાં જ જોવા મળ્યા હતા. આજે પણ એ દિવસ યાદ આવે છે તો તેમની આંખો ભીની થઈ જાય છે.

મારા ભાઈ ૧૨ વર્ષની ઉમરથી જ નોકરી કરતા હતા, માતાનું સપનું હતું કે, તેમનો દીકરો આધારસ્તંભ બનશે.

image source

માતા રાધાબેન સખ્ત પરિશ્રમ કરીને કીરીત્ભૈને કોલેજ સુધીનો અભ્યાસ કરાવ્યો હતો. તેમના માટે મોટા ભાઈ જ ઉમ્મીદ હતી કે, મારો દીકરો સારી નોકરી પ્રાપ્ત કરીને પરિવારનો આધારસ્તંભ બનશે. તેમના જીવનમાં હવે સોનાનો સૂર્ય ઉગશે. તેવું તેમની માતાનું સપનું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા નાનપણથી જ ભણવાનો ખર્ચ ઉપાડવા માટે મારા ભાઈએ ૧૨ વર્ષની ઉમરમાં જ પ્રાઈવેટ નોકરી કરવા લાગ્યા હતા. સાત વર્ષ સુધી પ્રાઈવેટમાં નોકરી કર્યા બાદ આગળ વધવાના લક્ષ્યની સાથે મારા ભાઈ આફ્રિકાના નૈરોબીમાં પણ રહ્યા હતા. તેમ છતાં કુદરતને મંજુર ના હોય તેમ વિઝા મળ્યા નહી અને તેમને પાછા આવી જવું પડ્યું હતું.

સખ્ત ઠંડીમાં પૂઠા પાથરીને એક ચાદર ઓઢીને જ ૮ દિવસ વિતાવ્યા.

image source

ભુજમાં મારા ભાઈ- ભાભી અને ભત્રીજીને શોધવા માટે અમે પોતાના પરિવારની સાથે કેટલાક સભ્યોની સાથે ભુજ પહોચી ગયા હતા. ભુજ શહેર જાણે સ્મશાનમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવા દ્રશ્યો અમને જોવા મળ્યા હતા ત્યારે જ અમારા શરીરમાં કંપારી છૂટી ગઈ. ચારે તરફ કાટમાળના ઢગલા જ જોવા મળી રહ્યા હતા. એપી સેન્ટર ભચાઉ તદ્દન ખંડેરમાં ફેરવાઈ ગયું હતું. રાહત રસોડા અને રાહત છાવણીમાં યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું હતું. મારા ભાઈ જે જગ્યાએ રહેતા હતા તે જગ્યાએ પહોચી શકાય તેમ હતું નહી. હાડ થીજાવી દે તેવી ઠંડીમાં અમે જમીન પર પૂંઠા પાથરીને ફક્ત એક ચાદર ઓઢીને જ આઠ દિવસ વિતાવ્યા હતા.

ત્રણેવના મૃતદેહના ભુજમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

image source

કિરીટભાઈના ઘર સુધીનો કાટમાળ નીકળી ગયા બાદ અમને એક જીસીબી આપવામાં આવ્યું અને મિલીટ્રીના કેટલાક જવાનોની મદદથી કિરીટભાઈના ઘરે સવારના આઠ વાગે પહોચ્યા. ભાઈ- ભાભી અને ભત્રીજીના મૃતદેહો એકબીજાને ભેટેલી સ્થિતિમાં મળ્યા હતા. ત્યાર બાદ એમ્બ્યુલન્સ બોલાવીને સરોજબેનના મૃતદેહને મૂકી દીધા બાદ કિરીટભાઈ અને દીકરી જીજ્ઞાશાના મૃતદેહને લેવા આવ્યા તે દરમિયાન જ એમ્બ્યુલન્સ સરોજબેનના મૃતદેહને લઈને ચાલી ગઈ હતી.

ભાઈ-ભત્રીજીના મુખ્ય સ્મશાનમાં અને ભાભીના મૃતદેહને નદીના કિનારે અંતિમ સંસ્કાર કર્યા હતા.

image source

ત્યાર બાદ બીજી એમ્બ્યુલન્સ બોલાવીને કિરીટભાઈ અને તેમની દીકરી જીજ્ઞાશાના મૃતદેહની સાથે સ્મશાન પહોચ્યા હતા. ત્યાં જ સરોજબેનનો મૃતદેહ પહોચ્યો હતો નહી. ભુજમાં કેટલા સ્મશાન છે તેની જાણકારી મેળવી લીધી. છેલ્લે ખારી નદીના કિનારે જેને ત્રિવેણી ઘાટ કહેવામાં આવે છે ત્યાં સરોજબેનનો મૃતદેહ હતો સરોજબેનના મૃતદેહને ત્યાં જ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. કિરીટભાઈ અને તેમની દીકરી જીજ્ઞાશાના મૃતદેહને મુખ્ય સ્મશાનમાં અગ્નિદાહ આપ્યા બાદ છાવણીમાં પહોચીને ત્યાના સરકારી ઓફિસમાં ત્રણેવના મૃત્યુની નોંધ કરાવી દેવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "કચ્છના ભૂકંપને 20 વર્ષ: પ્રજાપતિ પરિવારની આ કહાની તમારી આંખમાં પણ લાવી દેશે આસું, જે ભૂકંપમાં થઇ ગયો વેર-વિખેર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel