ભારતીય સેનાના આ જવાનો માઈનસ 80 ડિગ્રી તાપમાનમાં પણ આ રીતે કરે છે પેટ્રોલિંગ, જે જાણીને તમે પણ આપશો સલામી
શિયાળામાં જ્યારે તાપમાન 4 કે 5 સુધી પણ દેશના કેટલાક ભાગોમાં પહોંચે છે ત્યારે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતની કેટલીક સરહદો એવી પણ છે જ્યાં જવાનો માઈનસ તાપમાન જે આપણી કલ્પનાથી પણ બહાર હોય તેવા તાપમાનમાં દેશની સરહદોની રક્ષા કરે છે.
આ સરહદ છે લેહ સેક્ટરની ગલવાન ઘાટી. અહીં થોડા સમય પહેલા ચીની સેના સાથે થયેલા ઘર્ષણમાં સેનાના જવાનો શહીદ થયા હતા. આ જગ્યા એવી છે જ્યાં શિયાળામાં તાપમાન માઈનસ 80 સેલ્સિયલ થઈ જાય છે. આવા તાપમાનમાં દેશના જવાનો કઈ રીતે દેશની સુરક્ષામાં તૈનાત રહે છે તે જાણીને દરેક ભારતીયને સેના પર ગર્વ વધી જાય છે.
માઈનસ તાપમાન હોવા છતાં સરહદોની સુરક્ષા માટે સેના રોજ 50 કિમી પેટ્રોલિંગ કરે છે. અહીં નદીઓ પણ બરફ બની ચુકી હોય છે. જ્યાં પાણી બચ્યું પણ હોય તો ત્યાં પથ્થર પર લોખંડની ચેનલ રાખી દોરડા વડે સૈનિકો આગળ વધે છે. આ કામ કરતી વખતે સૈનિકો આ જ પરિસ્થિતિમાં માત્ર થોડી મિનિટ આરામ કરે છે અને પછી ફરીથી પેટ્રોલિંગ માટે રવાના થઈ જાય છે.
સેનાના આ સતત પેટ્રોલિંગના કારણે જ જ્યારે તાજેતરમાં ચીની સૈનિકોએ ફરીથી સરહદે ઘુષણખોરી કરવાનો પ્રયાસ કર્યો તો તેને નિષ્ફળ કરી દેવામાં આવ્યો હતો. જાણવા મળ્યાનુસાર 20 જાન્યુઆરીના રોજ સિક્કિમના નાકુલામાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ફરીથી અથડામણ થઈ હતી. આ અથડામણનું કારણ હતું કે ચીની સૈનિકો અહીઁથી ભારતમાં ઘુષણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ પેટ્રોલિંગમાં તૈનાત સૈનિકોએ તેમને અટકાવી દીધા હતા. આ તકે સેના અને ચીની ઘૂષણખોરો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં જવાનો ઘાયલ પણ થયા હતા. જો કે ત્યારબાદ વાતચીતથી સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
આ પહેલા પણ ગલવાન ખીણમાં હિંસક અથડામણ ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે થઈ હતી. આ ઘટના 15 જૂનના રોજ બની હતી. આ ઘટનામાં 20 જવાનો શહીદ થયા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં દુશ્મન સાથે સેનાના જવાનોન લોહી પણ થીજાવી દે તેવી ઠંડીમાં સતત ખડેપગે રહે છે.
અહીં ક્યારે બરફનું તોફાન આવે, ક્યારે બરફ વર્ષા શરુ થઈ જાય તે પણ નક્કી હોતું નથી. અહીં શિયાળામાં વાતાવરણ સતત ખતરનાક હોય છે પરંતુ આ વાતાવરણ પણ સેનાના જોશ સામે નબળું પડી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુ ગોસિપ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ગુજ્જુ ગોસિપ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ગુજ્જુ ગોસિપ
0 Response to "ભારતીય સેનાના આ જવાનો માઈનસ 80 ડિગ્રી તાપમાનમાં પણ આ રીતે કરે છે પેટ્રોલિંગ, જે જાણીને તમે પણ આપશો સલામી"
ટિપ્પણી પોસ્ટ કરો