અમદાવાદની ચોંકાવનારી ઘટના: ખંડણીખોરે બંદૂકની અણીએ કરોડોનો બંગલો પચાવી પાડ્યો અને હવે…
ગુજરાત સરકાર રાજ્યમાં ગુંડાતત્વોને ડામવા કાયદાને કડક બનાવ્યા છે. પરંતુ તેમ છતાં આ કાયદાથી પણ કેટલાક ગુનેગારો છટકી જાય છે અને સમાજમાં ખુલ્લેઆમ ફરે છે. આવા જ એક ગુનેગાર અને તેણે જે પરીવારનું જીવવું હરામ કરી દીધું છે તેની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં જે પરીવારની વાત સામે આવી છે તેની આપવીતી સાંભળી ભલભલા વ્યક્તિ હચમચી જાય તેવી છે.

અમદાવાદમાં રહેતા એક વેપારીએ સટ્ટામાં લાખો રૂપિયા ગુમાવ્યા અને તેનું ફળ તેના પરિવારને ભયંકર રીતે ભોગવવું પડી રહ્યું છે. જાણવા મળ્યાનુસાર સુરતના એક બુકી હસ્તક સટ્ટો રમી અમદાવાદના વેપારીએ સટ્ટામાં 35 લાખ જેટલી રકમ ગુમાવી. આ રકમ બદલ સુરતના નામચીન બુકીએ અમદાવાદના વેપારી પાસેથી સટ્ટામાં હારેલી રકમ વસુલવા માટે તેનું ઘર પચાવી પાડ્યું અને તેમ છતાં આજ સુધી તેના પરીવારને સતામણી કરી રહ્યો હતો.

બુકી અને તેના ગુંડા દ્વારા થતી સતામણી વિશે વેપારીના પત્નીએ જ્યારે આપવીતી જણાવી ત્યારે તેઓ પણ ચોઘાર આંસુએ રડી પડ્યા હતા. ઘટના એવી બની કે સુરતના બુકી શૈલેષે 2018માં અમદાવાદના વેપારીનો દોઢ કરોડથી વધુની કીમતનો બંગલો તો બંદૂકની અણીએ પચાવી પાડ્યું. 35 લાખના બદલામાં કરોડોનો બંગલો લઈને પણ જાણે ગુંડાતત્વોનો શાંતિ થઈ ન હોય તેમ તે અવારનવાર અમદાવાદ વેપારીના ઘરે ગુંડા મોકલતો અને વેપારીના પરીવારને ધામધમકીઓ આપતો.

હદ તો ત્યારે વટી ગઈ જ્યારે તાજેતરમાં બુકીના 10 જેટલા ગુંડા વાસણા પહોંચ્યા અને અહીં વેપારી અને તેના પરીવારને બંધૂકની બીક બતાવી અને ઘરમાં ગોંધી રાખ્યા. ગુંડાઓથી બચવા માટે વેપારીના પરીવારને પોલીસની મદદ લેવી પડી હતી. પોલીસ આવ્યા બાદ પરીવારનો છૂટકારો થયો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ મામલે પોલીસે ફરિયાદ નોંધ્યા વિના એક પરીવારને ઘરમાં ગોંધી રાખનાર ગુંડા તત્વોને જવા પણ દીધા.

આ મામલે પીડિત પરીવારનો આરોપ છે કે પોલીસ તેમની વાત સાંભળતી પણ નથી. આ ઘટના બની તેના થોડા દિવસ પહેલા વેપારીને ફોન પર અપહરણ કરવાની ધમકી પણ આપવામા આવી હતી જેનો ઓડિયો પણ સામે આવ્યો છે. આમ છતાં પોલીસ ગુંડા અને બુકી વિરુદ્ધ પગલા ભરતી નથી. તેમ પીડિત પરીવારનું કહેવું છે. એક તરફ બુકી તરફથી તેમને સતત ધમકી આપવામાં આવી રહી છે કે પોલીસમાં ફરિયાદ કરશે તો તેમને માર મારવામાં આવશે. તેમ છતાં પરીવારે પોલીસનું શરણ લીધું પરંતુ પોલીસે કોઈ પગલા ભર્યા નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અમદાવાદની ચોંકાવનારી ઘટના: ખંડણીખોરે બંદૂકની અણીએ કરોડોનો બંગલો પચાવી પાડ્યો અને હવે…"
ટિપ્પણી પોસ્ટ કરો