વ્હાઈટ હાઉસ છોડી ટ્રમ્પ હવે દરિયા કિનારે આવા આલિશાન રિસોર્ટ રહેવા ગયા, ફોટો જોઈ અક્કલ કામ નહીં કરે
રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી સમુદ્ર કિનારે આવેલ આ આલિશાન રિસોર્ટમાં રહેવા પહોચ્યા ડોનાલ્ડ ટ્રંપ.
ડોનાલ્ડ ટ્રંપ રાષ્ટ્રપતિ પદ છોડી દીધા પછી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ક્યાં રહેશે, એને લઈને ઘણી ચર્ચા ચાલી રહી હતી. અંતે ડોનાલ્ડ ટ્રંપ બુધવારના રોજ વોશિંગ્ટનથી નીકળીને ફ્લોરિડામાં આવેલ પામ બીચ રિસોર્ટ પર પહોચી ગયા. જો કે, અત્યારે રાષ્ટ્રપતિ રિસોર્ટ હોમમાં જ રહેશે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ બુધવારના રોજ જો બાયડનની શપથ ગ્રહણ વિધિ થવાની થોડીક વાર પહેલા જ પોતાના સત્તાવાર વિમાન એર ફોર્સ વનથી જ ફ્લોરિડા શહેર પહોચ્યા. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું સ્વાગત કરવા માટે ઘણા બધા લોકો રસ્તાના કિનારે ઉભા થઈ હતા.

૭૪ વર્ષની ઉમર ધરાવતા ડોનાલ્ડ ટ્રંપએ ઈશારો આપ્યો છે કે, તેઓ વર્ષ ૨૦૨૪માં એક વાર ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. જો કે, સંસદ પર હિંસક ભીડના હુમલાને લઈને ડોનાલ્ડ ટ્રંપની વિરુદ્ધ સીનેટમાં ટ્રાયલ પણ ચાલી રહ્યા છે. સીનેટ ટ્રાયલ દ્વારા ડોનાલ્ડ ટ્રંપને આવનાર ચૂંટણી લડવાથી અટકાવી પણ શકાય છે.

આની પહેલા કેટલાક રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ‘Mar- a- Lago નામના પામ બીચ રિસોર્ટમાં લાંબા સમય સુધી રહેવાથી ડોનાલ્ડ ટ્રંપને મુશ્કેલીઓ થઈ શકે છે. કેમ કે, Mar- a- Lago પામ બીચ રિસોર્ટની આસપાસ રહેતા સ્થાનિક વ્યક્તિઓને સમાધાનનો હવાલો આપવામાં આવ્યો હતો કે, ડોનાલ્ડ ટ્રંપ જો રિસોર્ટને ઘર બનાવે છે તો તેમની સુરક્ષા વ્યવસ્થાના કારણે અન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રંપએ આ જાહેર કર્યું છે નહી કે તેઓ કેટલા સમય માટે Mar- a- Lago પામ બીચ રિસોર્ટ હોમમાં ગયા છે ડોનાલ્ડ ટ્રંપની આગળની રાજનીતિક યોજનાઓ વિષે પણ હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વાલ સ્ટ્રીટ જર્નલની એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રંપએ હાલમાં જ પોતાના સહયોગીઓની સાથે મળીને નવી પાર્ટી બનાવવાને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે.

લાંબા સમય સુધી ન્યુયોર્કમાં રહેલ ૭૪ વર્ષની ઉમર ધરાવતા ડોનાલ્ડ ટ્રંપએ વર્ષ ૧૯૮૫માં એક કરોડ ડોલરમાં આ ઘર ખરીદ્યું હતું અને એને એક પ્રાઈવેટ ક્લબમાં બદલી દેવામાં આવ્યું હતું જે વીતેલા ચાર વર્ષ દરમિયાન તેને શીતકાલીન ઘર રહ્યું. અંદાજીત ૨૦ એકર જમીનમાં ફેલાયેલ આ સ્ટેટમાં ૧૨૮ રૂમ છે.

આ એસ્ટેટની સામે એટલાન્ટિક મહાસાગરનો શાનદાર દ્રશ્ય જોવા મળે છે અને આ કલબની સભ્યતા ખરીદવા વાળાઓ માટે આ રિસોર્ટ ખુલ્લો મુકવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રંપએ રાષ્ટ્રપતિ તરીકે પોતાના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન ડોનાલ્ડ ટ્રંપએ માર- એ- લાગોમાં ઘણો સમય પસાર કર્યો છે જેને વિન્ટર વ્હાઈટ હાઉસ પણ કહેવામાં આવે છે.
Source: aajtak
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "વ્હાઈટ હાઉસ છોડી ટ્રમ્પ હવે દરિયા કિનારે આવા આલિશાન રિસોર્ટ રહેવા ગયા, ફોટો જોઈ અક્કલ કામ નહીં કરે"
ટિપ્પણી પોસ્ટ કરો