તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ મા ભીડે નો રોલ ભજવનાર આ અભીનેતા જીવે છે લક્ઝુરીયસ લાઇફ, તેની સંપતી જાણીને તમે ઉભા થઇ જશો….
કેટલીક ચીજો સદાબહાર હોય છે જે કોઈ એક સીઝનમાં નહિં પરંતુ બાર મહિના તેની છાપ છોડી દે છે. એવા જ કેટલાક ટીવી શો પણ છે જે ઘણા લાંબા સમયથી દર્શકોનું દિલ જીતી રહ્યા છે. આ શોએ દર્શકોનું ખૂબ મનોરંજન પણ કર્યું છે. છેલ્લા 12 વર્ષથી ટીવીનો લોકપ્રિય શો બની રહેલો “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” એ લોકોના દિલમાં એક અલગ ઓળખ બનાવી છે.
જણાવી દઈએ કે આ શોના 3000 એપિસોડ્સ પૂર્ણ થઈ ગયા છે. આ શોએ છેલ્લા 12 વર્ષમાં માત્ર દર્શકોનું દિલ જ જીત્યું જ નથી, પરંતુ દર્શકોને મનોરંજન પણ કરાવ્યું છે. આ શોની સૌથી ખાસ વાત શોમાં કામ કરનારા કલાકારો છે. આ શોમાં કામ કરતા બધા કલાકારો તેમની એક્ટિંગથી દરેકને પોતાના દિવાના બનાવે છે. આજે અમે તમને શોમાં ગોકુલધામ સોસાયટીના એકમાત્ર સેક્રેટરી આત્મારામ ભીડેની ભૂમિકા નિભાવનાર અભિનેતા મંદાર ચાંદવાકર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે.
દરેક વ્યક્તિ જાણે છે કે શોમાં એક એક રૂપિયો હિસાબ રાખનાર આત્મારામ તેની રિયલ લાઈફમાં કરોડોના માલિક છે, એટલું જ નહીં, તે ઘણાં અલગ-અલગ એવોર્ડ શોમાં તેમજ ઘણા મરાઠી શોમાં પણ જોવા મળી ચુક્યા છે. મંદાર પાસે 20 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને જણાવી દઈએ કે તે “તારક મહેતા” ના એક એપિસોડ માટે 45,000 રૂપિયા લે છે.
જોકે મંદારે ઘણા એવોર્ડ શોમાં પણ પર્ફોર્મન્સ આપ્યું છે અને તેની પાસે ઘણી મોટી કારો પણ છે. મંદાર એક એન્જિનિયર છે પરંતુ તેણે પોતાનું સપનું પૂરું કરવા માટે નોકરી છોડી દીધી હતી, મંદરે ઘણી મરાઠી ફિલ્મો અને ટીવી શોમાં પણ કામ કર્યું છે, પરંતુ તેમને ઓળખ આત્મરામ ભીડેની ભૂમિકાથી મળી.
ખરેખર તેમણે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં આવ્યા પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી. જણાવી દઈએ કે મંદારનો જન્મ 27 જુલાઈ 1976 માં થયો હતો અને એક્ટિંગ કરતા પહેલા તે દુબઈમાં નોકરી કરતા હતા. આ પહેલાં મંદાર મિકેનિક એન્જિનિયર હતા. તેમણે વર્ષ 2000 સુધી કામ પણ કર્યું હતું, જોકે તેમનો નિર્ણય યોગ્ય હતો. કારણ કે આજે દરેક વ્યક્તિ તેમના વિશે જાણે છે કે ભિડે કેવી રીતે લક્ઝરી લાઈફ જીવી રહ્યા છે
0 Response to "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ મા ભીડે નો રોલ ભજવનાર આ અભીનેતા જીવે છે લક્ઝુરીયસ લાઇફ, તેની સંપતી જાણીને તમે ઉભા થઇ જશો…."
ટિપ્પણી પોસ્ટ કરો