સાયરા બાનુંથી લઇને આ બોલિવૂડ કપલ્સને નથી પોતાનું કોઈ સંતાન, જાણી લો કોણ કોણ છે આ લિસ્ટમાં
બોલીવુડમાં એવા ઘણા સેલિબ્રિટી કપલ છે જેમને ઇન્ડસ્ટ્રીમાં જ પોતાના જીવનસાથી પસંદ કરી લીધા. એમાંથી એવા પણ કેટલાક કપલ્સ છે જેમને પોતાના એકપણ સંતાન નથી અને જે છે એ પણ એમના પહેલા લગ્નથી છે. અમુક એવા પણ છે, જેમાં બંને સેલેબ્સને કા તો મેડિકલ કન્ડિશનના કારણે બાળક ન થયું કે પછી એમને એકબીજાની સહમતીથી બાળક ન થવા દીધુ.
દિલીપ કુમાર અને સાયરા બાનું.

50 અને 60ના દાયકામાં દિલીપ કુમાર બોલિવુડના મોસ્ટ એલિજીબલ બેચલર હતા. મધુબાલા સાથે એમનો સંબંધ તૂટ્યા પછી એ સાયરાને મળ્યા. સાયરા એ સમયે ઇન્ડસ્ટ્રીમાં નવી હતી જ્યારે એમને પોતાનાથી 22 વર્ષ મોટા ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા. લગ્ન પછી સાયરાએ કનસીવ પણ કર્યું હતું પણ એમનું મિસકેરેજ થઈ ગયું. એ પછી એ ક્યારેય મા ન બની શકી અને બંનેએ આને અલ્લાહની મરજી સમજીને સ્વીકારી લીધી.
મીના કુમારી અને કમાલ અમરોહી.

કમાલ અમરોહી પોતાના સમયના જાણીતા ડાયરેકટર હતા અને મીના કુમારી સિલ્વર સ્ક્રીનની ટ્રેજડી કવીન. બંને એકબીજાને ફિલ્મના સેટ પર મળ્યા અને એમને પ્રેમ થઈ ગયો.કમાલ મીના કુમારી કરતા 15 વર્ષ મોટા હતા અને પહેલેથી પરિણીત અને બાલબચ્ચા વાળા હતા. એવું કહેવામાં આવે છે કે એમને મીના કુમારી સાથે લગ્ન એ જ શરત પર કર્યા હતા કે એ કોઈ સંતાન પેદા નહિ કરે. બંને વચ્ચે વધતા તણાવનું પરિણામ એ આવ્યું કે મીના કુમારી એકલતાથી ઝઝૂમવા લાગી અને લીવર સોરાયસીસના કારણે વર્ષ 1972માં એમનું અવસાન થઈ ગયું.
સાધના અને આરકે નૈય્યર.

બોલીવુડની અન્ય એક એવરગ્રીન જોડી છે સાધના અને જાણીતા ડાયરેકટર આરકે નૈય્યરની. વર્ષ 1966માં બંનેએ લગ્ન કરી લીધા હતા. સાધના એ સમયે પોતાના કરિયરના ગોલ્ડન પિરિયડમાં હતી અને નૈય્યર સાહેવ પણ એ સમયે મોટા ડાયરેકટરમાંથી એક હતા. બન્ને વચ્ચે ઘણો પ્રેમ હતો પણ કોઈ કારણસર એમને ક્યારેય કોઈ બાળક ન થયું.
આશા ભોંસલે અને આરડી બર્મન.

જાણીતી સિંગર આશા ભોંસલે અને મ્યુઝિક ડાયરેકટર આરડી બર્મન જેમને પ્રેમથી બધા પંચમ દા કહે છે એ પણ આવા જ સેલિબ્રિટી કપલ છે. આશજીના લગ્ન પહેલા ગણપતરાવ ભોંસલે સાથે થયા હતા જેમનાથી એમને 3 બાળકો પણ હતા. પણ લગ્નના 11 વર્ષ પછી બંને અલગ થઈ ગયા. 1980માં આશજી અને પંચમ દાએ લગ્ન કરી લીધા. બંનેએ એકબીજાની સહમતીથઈ બાળકોને બદલે મ્યુઝિક પર ફોક્સ કરવાનો નિર્ણય લીધો.
મધુબાલા અને કિશોર કુમાર.

મધુબાલા બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક હતી. જ્યાં એક બાજુ એમની સુંદરતાના ઘણા દીવાના હતા તો બીજી બાજુ કિશોર કુમાર, બંને જ બોલિવુડના લાડકા હતા. દિલીપ કુમાર સાથેના બ્રેકઅપ પછી મધુબાલની જિંદગીમાં કિશોર કુમાર આવ્યા અને બંનેએ વર્ષ 1960માં લગ્ન કરી લીધા. જો કે કિશોર કુમારને એમની પહેલી પત્નીથી એક દીકરો હતો. લગ્ન પછી મધુબાલાને હૃદયની બીમારી થઈ ગઈ અને ડોકટરે એમને પ્રેગ્નનસી વિશે ન વિચારવાની સલાહ આપી. વર્ષ 1969માં એમનું અવસાન થઈ ગયું.
જાવેદ અખ્તર અને શબાના આઝમી.

જાવેદ અખ્તરના પહેલા લગ્ન1972માં એક્ટ્રેસ હની ઈરાની સાથે થયા હતા અને બન્નેને બે બાળકો ફરહાન અને જોયા હતા. થોડા વર્ષો પછી બંને અલગ થઈ ગયા અને જાવેદ સાહેબે શબાના આઝમી સાથે લગ્ન કરી લીધા. શબાના બંનેને પોતાના બાળકોની જેમ જ રાખે છે. બંને પોતપોતાના કરિયરમાં બીઝી હતા એટલે બાળકો વિશે વિચાર્યું જ નહીં.
અનુપમ ખેર અને કિરણ ખેર.

અનુપન ખેર અને કિરણની મુલાકાત 80ના દાયકામાં ચંદીગઢમાં થઈ હતી જ્યાં એ થિયેટરનો ભાગ હતા. કિરણના લગ્ન થઈ ચૂક્યા હતા અને એક દીકરો સિકંદર પણ હતો. પણ એમના પતિ સાથે એમનો સંબંધ કઈ સારો ચાલી નહોતો રહ્યો એટલે એમનાથી અલગ થઈને કિરને અનુપમ ખેર સાથે લગ્ન કરી લીધા અને બંને મુંબઈ આવી ગયા. બનેં પોતાનું બાળક ઇચ્છતા હતા પણ મેડિકલ કન્ડિશનના કારણે એમને બાળક ન પેદા કરવાનો નિર્ણય કર્યો. કિરણના દીકરા સિકંદરે અનુપમ ખેરની જ સરનેમ રાખી છે.
સંગીતા બીજલાની અને મોહમ્મદ અઝરૂદિન

મોહમ્મદ અઝરુદ્દીન ઇન્ડિયન ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપટન હતા અને સંગીત એક સક્સેસફુલ મોડલ. બન્ને લગભગ 90ના દાયકામાં એકબીજાને મળ્યા. અઝરુદ્દીને પોતાની પત્નીને તલાક આપ્યો અને 1996માં બન્નેએ લગ્ન કરી લીધા. અઝહરને પહેલા લગ્નથી બે બાળકો છે પણ સંગીતા અને અઝહરને કોઈ સંતાન નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સાયરા બાનુંથી લઇને આ બોલિવૂડ કપલ્સને નથી પોતાનું કોઈ સંતાન, જાણી લો કોણ કોણ છે આ લિસ્ટમાં"
ટિપ્પણી પોસ્ટ કરો