વર્ક ફ્રોમ હોમ કરી રહેલા માલિકથી કંટાળ્યો ડોગી, કર્યું એવું કે જોઈને તમે પણ હસીને થશો બેવડ
આપણે સૌ કોઈને કોઈ સોશ્યલ મીડિયા સાથે સંકળાયેલા છીએ અને જાણીએ છીએ કે સોશ્યલ મીડિયામાં લાખો નહિ પણ કરોડોની સંખ્યામાં યુઝરો હોય છે એટલા માટે અહીં જે કન્ટેન્ટ શેયર થાય તે કદાચ આપણે ધાર્યું ન હોય તેટલું વાયરલ પણ થઈ શકે.

સોશ્યલ મીડિયા પર તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે એક ડોગી અને તેના માલિકનો છે. આ વીડિયોમાં દેખાતો એક પાલતુ ડોગી અસલમાં તેના માલિક સાથે રમવા ઈચ્છે છે અને તેને વર્ક ફ્રોમ હોમનું કામ કરવા નથી દેતો. આ ક્યૂટ વિડીયો જોઈને તમને પણ કદાચ હસવું આવી જશે.

વીડિયોમાં તમે જોઈ શકશો કે પાલતુ ડોગી વારંવાર તેના માલિકને કામ કરતા અટકાવી રહ્યો છે અને એ વ્યક્તિ જેનો પાલતુ ડોગી છે તે તેને સમજાવે છે તો સામે ડોગી પણ તેને એવા એવા રિએક્શન આપે છે જાણે તે માલિક સાથે વાતચીત અને ચર્ચા ન કરી રહ્યો હોય.

હવે તમને થતું હશે કે આ ડોગીનું નામ પણ કઇંક હશે તેના વિશે તો કઈં જાણવા ન મળ્યું. તો જણાવી દઈએ કે આ ડોગીનું નામ જીઉસ છે અને તેના ફની રિએક્શન જોઈ તમને પણ થશે કે આ ડોગી તેના માલિકની વાતોના કેટલી નિર્દોષતાથી રિએક્શન રૂપે જવાબ આપી રહ્યો છે.

મૂળ રૂપે ટિકટોક પર શેયર કરવામાં આવેલા આ વીડિયોને ત્યાં શેયર કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર પણ શેયર કરવામાં આવ્યો હતો જ્યાં યુઝરોએ તેને બહુ પસંદ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયોના કેપ્શનમાં એવું લખવામા આવ્યું છે કે ” કામ કરવાની પરવાનગી બિલકુલ નથી ”

વીડિયોમાં જોઈ શકાય છે કે પોતાના લેપટોપ સાથે સોફામાં બેઠેલ એક વ્યકતી છે અને તેની સામે એક પાલતુ ડોગી ઉભો છે. સ્ક્રીન પર દેખાતા ટેક્સ્ટ અનુસાર આ વ્યક્તિ એટલે કે જે સોફા પર બેસેલો છે એ વ્યક્તિ તેના આ પાલતુ ડોગી સાથે કામ પૂરું કરીને સમય વિતાવે છે. પરંતુ વીડિયોમાં આગળ જોતા દેખાય છે કે જ્યારે એ વ્યક્તિ ઘરે આવીને ડોગી સાથે સમય વિતાવવાને બદલે કામ પર લાગી જાય છે તો પાલતુ ડોગી તેનો વિરોધ કરે છે.

શેયર કર્યા બાદ આ વીડિયોમાં આ લખાય છે ત્યાં સુધીમાં 82000 થી વધુ લાઇક્સ મળી ચુક્યા છે અને તેને લાઈક કરનારા યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, જીઉસ બહુ સ્પષ્ટ રીતે પ્રેમ કરનાર જાનવર છે અને તે તેના માલિક તરફના પ્રેમની રાહ જુએ છે.
0 Response to "વર્ક ફ્રોમ હોમ કરી રહેલા માલિકથી કંટાળ્યો ડોગી, કર્યું એવું કે જોઈને તમે પણ હસીને થશો બેવડ"
ટિપ્પણી પોસ્ટ કરો