જાણો આ છે દુનિયાનું એક એવું શહેર કે જ્યાં કોઈ દિવસ નથી થયો વરસાદ..
મિત્રો, વરસાદ એ એક પ્રકારનુ ઘનીકરણ છે. પૃથ્વીની સપાટી પરથી પાણી વરાળ બનીને આકાશ તરફ બાષ્પીભવન થાય છે અને ત્યારબાદ આકાશમા આ વરાળ જઈને વાદળમા ઠંડા પાણી સ્વરૂપે બાઝે છે અને ત્યારબાદ ઠંડા પાણીના ટીપા સ્વરૂપે ફરીથી પૃથ્વી પર પડે છે, તેને વરસાદ કહે છે.

તમે આ અંગે અનેકવિધ વાર્તાઓ સાંભળી હશે અને અનેકવિધ કિસ્સાઓ પણ સાંભળ્યા હશે. જ્યારે પણ ચોમાસાની ઋતુ આવે છે ત્યારે તમે ઘણીવાર સાંભળ્યુ હશે કે, ક્યાંક-ક્યાંક એટલો વધારે વરસાદ પડે છે કે તે જગ્યા પર ચારેય તરફ તમને ફક્ત વરસાદનુ પાણી જ જોવા મળે છે અને અમુક જગ્યાઓ એવી છે કે, જ્યા આખુ ચોમાસુ વીતી જાય તો પણ વરસાદનુ એક ટીપુ પણ પડતુ નથી.

પરંતુ, આજે આ લેખમા અમે તમને એક એવા વિસ્તાર વિશે જણાવીશુ કે, જ્યા ક્યારેય પણ વરસાદ પડતો નથી. આ ગામ યમનની રાજધાની સનાની પશ્ચિમે આવેલા માનખના હરજ વિસ્તારમા આવેલુ છે.

આ ગામનુ નામ અલ-હુતંબ છે. આ ગામની મુલાકાત લેવા માટે પ્રવાસીઓની લાઈન અહી અવારનવાર જોવા મળતી રહે છે. આ ગામના સુંદર પ્રાકૃતિક દ્રશ્ય જોવા માટે અનેકવિધ પ્રવાસીઓ આ ગામની મુલાકાત લે છે.

તમને આ વાત જાણીને નવાઈ અવશ્યપણે લાગશે પરંતુ, આ હકીકત છે કે, આ ગામમા ક્યારેય પણ વરસાદ પડતો નથી. આ ગામમા વરસાદ ના પાડવા પાછળનુ કારણ પણ એકદમ આશ્ચર્યજનક છે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ ગામ પૃથ્વીથી ૩૨૦૦ ફૂટ ઉપરના પર્વતો પર આવેલુ છે.

આ ગામની સૌથી અગત્યની વાત એ છે કે, આ આખુ ગામ વાદળો ઉપર વસેલુ છે. આ ગ્રામ્ય વિસ્તારમા તમને અનેકવિધ સુંદર દૃશ્ય જોવા મળે છે અને આ ગ્રામ્ય વિસ્તારમા અનેકવિધ સુંદર ઘર બનાવવામા આવ્યા છે. પ્રવાસીઓ હંમેશા આ ગ્રામ્ય વિસ્તારની સુંદરતા જોવા માટે આવતા જતા રહે છે.

જો તમે ક્યારેય પણ યમનની મુલાકાતે જાવ તો ત્યા જઈને એકવાર આ ગ્રામ્ય વિસ્તારની સુંદરતા અવશ્યપણે જોજો. આ ગ્રામ્ય વિસ્તારની સુંદરતા એ તમારુ દિલ જીતી લેશે પરંતુ, એ વાત ધ્યાનમા રાખવી કે અહી ગરમી ખુબ જ વધારે પડે છે. માટે જો તમે પણ આ જગ્યાની મુલાકાત લેવા ઈચ્છતા હોવ તો તેના માટેનો શ્રેષ્ઠ સમય શિયાળા કે ચોમાસાનો હશે કારણકે, આ સમય દરમિયાન ગરમીનુ પ્રમાણ ખુબ જ ઓછુ હોય છે. આવી જ સુંદર જગ્યાઓ વિશે માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને આ જગ્યા વિશે તમારા મંતવ્યો જણાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જાણો આ છે દુનિયાનું એક એવું શહેર કે જ્યાં કોઈ દિવસ નથી થયો વરસાદ.."
ટિપ્પણી પોસ્ટ કરો