સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકારોએ એકઠા થઇને બનાવ્યું નવું એસોસિયેશન, કરશે એવું કામ તે તમે દિલથી દુવા આપશો
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકારોએ એકઠા થઇને બનાવ્યું નવું એસોસિયેશન, કરશે એવું કામ તે તમે દિલથી દુવા આપશો
હાલમાં કોરોનાનો કાળ ચાલી રહ્યો છે. ત્યારે લોકોનું જન જીવન વેર વિખેર થઈ રહ્યું છે. ત્યારે આ વખતે સરકારે ઘણી વસ્તુ પર પ્રતિબંધ મુકી દીધો છે અને એમાં નવરાત્રિ પણ સામેલ છે. સરકારે જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાં રાજ્ય લેવલે થતાં બધા જ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવશે. જો કે પ્રાઈવેટ પાર્ટી પ્લોટને લઈ હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. આ બધાની વચ્ચે શુક્રવારે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા કર્ણાવતી પાર્ટી લોન્સ ખાતે સૌરાષ્ટ્રના કલાકારો એકઠા થયા હતા. આ દરમિયાન સૌરાષ્ટ્રના લોકસાહિત્યકારોના એસોસિયેશનનું ગઠન કરાયું છે. જેમાં સૌરાષ્ટ્રના સાંઇરામ દવે, રાજભા ગઢવી, માયાભાઇ આહિર, કિર્તીદાન ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, બિહારીદાન ગઢવી, દેવાયત ખવડ, હેમંત ચૌહાણ સહિતના કલાકારોનું એસોસિએશનમાં જોડાયા છે.
સાંઈરામ, રાજભા, માયાભાઈ, કિર્તીદાન ગઢવી બધા રહ્યા હાજર

આ એસોસિયનનો હેતુ છે કે નાના કલાકારોની મદદ થાય. ત્યારે આ દિગ્ગજ કલાકારોએ આજે નાના કલાકારોની મદદ કરવાનો સંકલ્પ કર્યો હતો. એ મારફતે સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ એસોસિયેશનની રચના કરવામાં આવી છે. હવે આ સૌરાષ્ટ્રનું સૌથી મોટું સંગઠન બન્યું છે. આ દરમિયાન સાંઈરામ દવે, રાજભા ગઢવી, માયાભાઈ આહિર, કિર્તીદાન ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, બિહારીદાન ગઢવી, દેવાયત ખવડ અને હેમંત ચૌહાણ સહિત તમામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ કલાકારો દ્વારા બનાવવામાં આવેલ એસોસિયેશનનો ઉદ્દેશ મદદ કરવાનો છે.
સૌ દિગ્ગજોએ પોત પોતાના સ્વબળે કલાકારોને મદદ કરી

નાના કલાકારોને મદદ કરવાની સાથે આ મોટા કલાકારો દ્વારા એક કલા એકેડમી ખોલવાનું પણ આયોજન કરાયું છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ કલાકારો સહમત થઈ એક વિચારથી જોડાઈ સંગઠન માટે નિર્ણય કરી શકે છે. સૌ દિગ્ગજોએ પોત પોતાના સ્વબળે કલાકારોને મદદ કરી છે. પરંતુ જો સાથે મળીને મદદ કરવામાં આવે તો કદાચ ભવિષ્યમાં કલાકારોને ક્યારેય મેડિકલ, શિક્ષણ અને આફત વેળાએ કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે તેવા આશયથી બધા કલાકારો એકત્ર થયા હતા.
જરૂરિયાત મંદ કલાકારને મદદ કરવાનો સંકલ્પ લેવાયો

જાહેર કાર્યક્રમો શરૂ થતાની સાથે જ એક ખાસ સપ્તપદી કાર્યક્રમનું આયોજન કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેનાથી થતી તમામ આવકથી નાના તેમજ જરૂરિયાત મંદ કલાકારને મદદ કરવાનો સંકલ્પ લેવાયો છે. સાથે જ બનતી રીતે આ પ્રસિદ્ધ કલાકારો દ્વારા નાના કલાકારોની મદદ કરવાનો સંકલ્પ કરાયો હતો. રાજકોટમાં એકઠા થયેલા સૌરાષ્ટ્રના કલાકારોએ નવા આ એસોસિયેશનમાં કોઈ પણ હોદ્દો સ્વીકારવાની ના પાડી છે.
આ કાર્યકારી સમિતી સંભાળી રહ્યા છે આ કલાકારો

સૌરાષ્ટ્રની કાર્યકારી સમિતિમાં પરેશ પોપટ, નયન ભટ્ટ, રાહુલ મહેતા અને હિતેષ ઢાકેચા જવાબદારી સંભાળી રહ્યા છે. સંગીત ઓરકેસ્ટ્રા, લોકસંગીત, શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, નાટ્ય ક્ષેત્ર, બેક સ્ટેજ આર્ટિસ્ટ, સાઉન્ડ સિસ્ટમ ઓનર્સ, હેલ્પર, નૃત્ય જગત અને ઈવેન્ટ ક્ષેત્રને સાંકળી સૌરાષ્ટ્રભરનું સૌથી મોટુ સંગઠન નિર્માણ થયું છે. ત્યારે હવે નાના કલાકારોને માટે પણ એક આશાનું કિરણ ફૂટ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકારોએ એકઠા થઇને બનાવ્યું નવું એસોસિયેશન, કરશે એવું કામ તે તમે દિલથી દુવા આપશો"
ટિપ્પણી પોસ્ટ કરો