ના હોય! ડ્રાઇવિંગ લાયસન્સ અને તમારી ગાડી રિલેટેડ આ 16 કામ હવે આ 1 જ ડોક્યુમેન્ટથી થઇ જશે પૂરા, જાણો કામની વધુ વિગતો
દેશમાં કોરોનાના કારણે ભીડથી દૂર રહેવું જરૂરી બન્યું છે. હવેથી લાયસન્સ બનાવવા માટે તમારે આરટીઓના ચક્કર કરવાની જરૂર નથી.ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવું ખૂબજ કઠણ કામ માનવામાં આવે છે. પહેલા આરટીઓ કચેરીના ધક્કા ખાઈ ચક્કર લગાવવા પડતા હતા. દલાલો- એજન્ટોને પકડીને કામ કરાવવું પડતું હતું. પરંતુ હવે જ્યારથી સરકારે આ પ્રક્રિયા ઓનલાઈન કરી તો લોકોની મુસિબતો થોડી ઓછી થઈ.

હવે સરકાર એમાં મોટો બદલાવ કરવા જઈ રહી છે. હવેથી ડ્રાઈવિંગ લાયસન્સ અને ગાડી સંબંધિત કુલ 16 કામને તમે તમારા આઘાર કાર્ડની મદદથી ઓનલાઈન સરળતાથી પતાવી શકશો. ડ્રાઈવિંગ લાયસન્સ અને ગાડીની સાથે જોડાયેલા અનેક કામ તમે ઓનલાઈન અને આધાર કાર્ડની મદદથી કરી શકશો. ડ્રાઈવિંગ લાયસન્સ હોલ્ડર્સ અને ગાડીના માલિકોને 16 પ્રકારના ઓનલાઈન અને કોન્ટેક્ટલેસ સર્વિસિઝ મેળવવા માટે ફક્ત આધાર ઓથેન્ટિકેશનની જરૂર રહેશે. આ સર્વિસના આધારે તમે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસના ધક્કા ખાવામાંથી મુક્તિ મેળવી શકો છો.
ઓનલાઈન સર્વિસમાં મદદ કરશે આધાર ઓથેન્ટિકેશન

જે ઓનલાઈન સર્વિસને માટે આધાર ઓથેન્ટિકેશન જરૂરી રહેશે તેમાં લર્નર લાયસન્સ, ડ્રાઈવિંગ લાયસન્સનું રિન્યૂઅલ, એડ્રેસ અને સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનમાં ફેરફાર, ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ ઈશ્યૂ કરાવવું, નોટિસ ઓફ ટ્રાન્સફર અને ગાડીની ઓનરશીપ ટ્રાન્સફર કરવા માટે એપ્લીકેશન આપવા જેવી સર્વિસીઝ સામેલ છે.
આધાર ઓથેન્ટિકેશન ન કરાવવા પર ઓનલાઈન સર્વિસની સુવિધા નહીં મળે

રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના ડ્રાફ્ટના આધારે કોઈ પણ વ્યક્તિના પોર્ટલની મદદથી અલગ અલગ કોન્ટેક્ટલેસ સર્વિસિઝ મેળવવા માટે આધાર ઓથેન્ટિકેશનમાંથી પસાર થવાનું રહે છે. આ ફેરફાર સોશ્યલ વેલફેર, ઈનોવેશન અને નોલેજ રૂલ્સના આધારિત પ્રસ્તાવ છે. મિનિસ્ટ્રી ઓફિસરે કહ્યું કે જે લોકો આધારનું ઓથેન્ટિકેશન કરવા ઈચ્છતા નથી તેમને આ સર્વિસનો લાભ લેવા માટે વ્યક્તિગત રીતે ટ્રાન્સપોર્ટ ઓફિસ જવાનું રહે છે.
સરકારને આ કેસમાં મળશે મોટી મદદ

આ વોલેન્ટરી આધાર ઓથેન્ટિકેશન નકલી ડોક્યૂમેન્ટસ સિસ્ટમને બહાર કાઢવા માટે અને એકથી વધારે ડ્રાઈવિંગ લાયસન્સ રાખનારા માટે ઈન્ડીવિઝ્યુઅલની ઓળખ કરવામાં મદદ કરશે. એક ઓફિસરે કહ્યું કે આ જોતાં લોકો વધારે ને વધારે કોન્ટેક્ટ લેસ કે ઓનલાઈન સર્વિસને પ્રાધાન્ય આપી રહ્યા છે. એવામાં તેના પોપ્યુલર થવાની આશા છે. રાજ્ય સરકારોથી લોકોની વચ્ચે આ ઈનિશિએટિવને પોપ્યુલર કરવાનું કહેવાયું છે.

જો તમે ડ્રાઈવિંગ લાયસન્સ માટે એપ્લાય કર્યું છે તો આ ડોક્યુમેન્ટ્સ જરૂરી રહે છે જ્યારે પણ ડ્રાઈવિંગ લાયસન્સ માટે એપ્લાય કરો ત્યારે સૌ પહેલાં લર્નિંગ લાયસન્સ બનાવાય છે. જેની સીમા 6 મહિના સુધીની હોય છે. જો તમે પરમેનન્ટ ડ્રાઈવિંગ લાયસન્સ માટે એપ્લાય કરો છો તો ફોટો આઈડી કાર્ડ, રેસિડન્સ એડ્રેસ પ્રૂફની જરૂર રહે છે. આ માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી કાર્ડ જરૂરી છે જો તમે આરટીઓની ટેસ્ટમાં પાસ થઈ જાઓ છો
તો તમારું લાયસન્સ 30 દિવસમાં બાય પોસ્ટ તમને ઘરે મળી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ના હોય! ડ્રાઇવિંગ લાયસન્સ અને તમારી ગાડી રિલેટેડ આ 16 કામ હવે આ 1 જ ડોક્યુમેન્ટથી થઇ જશે પૂરા, જાણો કામની વધુ વિગતો"
ટિપ્પણી પોસ્ટ કરો