3 લાખ રૂપિયાની ચા અને 40 લાખ રૂ. ની સાડી પહેરે છે નીતા અંબાણી, આવી છે લાઈફસ્ટાઈલ

કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક મહિલાનો હાથ હોય છે આ કહેવત નીતા અંબાણીએ સાબિત કરી છે. જ્યારે પણ દેશની પાવર ફૂલ બિઝનેસ વુમનની વાત આવે છે ત્યારે નીતા અંબાણીનું નામ લેવાય છે. નીતા અંબાણીને કોઈ ઓળખની જરૂર નથી તો પણ જણાવી દઈએ કે તેઓ ભારતીય ઉદ્યોગપતી મુકેશ અંબાણીના પત્નિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક ડાયરેક્ટર પણ છે. તેમને 3 સંતાનો છે, આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી.

image source

ભલે આજે નીતા અંબાણી એક રોયલ જીવન જીવી રહ્યા છે પણ એક સમય એવો પણ હતો જ્યારે તે સ્કૂલ ટીચરની નોકરી કરતા હતા.પણ કહેવાય છે ને કે સમયનું પાસું ક્યારે ફરે તેની કોઈને ખબર હોતી નથી. આવું જ નીતા અંબાણી સાથે પણ થયું. તેમનું જીવન એવું તો બદલાયું કે આજે તેઓ ટોચની બિઝનેસ વુમનનું સ્થાન ધરાવે છે. સિમ્પલ અને સોબર લુક ધરાવતા નીતા અંબાણી તેમની ચા માટે 3 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. આ સાથે તેમને મોંઘી ઘડિયાળનો પણ શોખ છે. લક્ઝરી બ્રાન્ડના પર્સથી લઈને સેન્ડલ પણ તેમના વોર્ડરોબમાં સામેલ છે. તેઓ જે સાડીઓ પહેરે છે તેની કિંમત પણ કંઈ ઓછી નથી. તેમની કેટલીક ખાસ સાડીઓની કિંમત 40 લાખ રૂપિયા છે.

સોનાની બોર્ડર વાળા કપમાં ચા પીએ છે નીતા અંબાણી

image source

નીતા અંબાણી જે કપમાં ચા પીએ છે તે તેઓ જાપાનથી મંગાવે છે. સૌથી જુના ક્રોકરી બ્રાન્ડ નોરીટેકનાં કપમાં નીતા અંબાણી ચા પીવે છે. નોરીટેક ક્રોકરી ૫૦ પીસ ના સેટમાં આવે છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તેમાં સોનાની બોર્ડર હોય છે, જેની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. તેવામાં એક કપ ચાની કિંમત ૩ લાખ રૂપિયા થાય છે.

હેન્ડબેગ્સમાં આવી બેગ્સ કરે છે પસંદ

image source

નીતા અંબાણીને સ્ટાઇલિસ્ટ હેન્ડ બેગ્સ પણ ખૂબ જ પસંદ છે. તેમની ખાસ બેગમાં હીરા જડેલા હોય છે. નીતા અંબાણીના કલેક્શનમાં દુનિયાના સૌથી મોંઘા બ્રાન્ડના હેન્ડબેગ જેવા કે ચનેલ, ગોયાર્ડ અને જીમ્મી ચુ કેરી રહેલ છે. નીતા અંબાણી અવારનવાર જ્યુડિથ લાઈબરનાં ગૈનિશ ક્લચની સાથે જોવામાં આવે છે. તેની પર હીરા જડેલા હોવાના કારણે તેની શરૂઆતની કિંમત ૩ થી ૪ લાખ રૂપિયા હોય છે.

નીતા અંબાણી ઘડિયાળ માટે આ બ્રાન્ડ કરે છે પસંદ

image source

નીતા અંબાણીના શોખમાં ઘડિયાળનો પણ સમાવેશ થાય છે. તેઓ ખાસ કરીને બુલ્ગારી, કાર્ટિયર, રાડો, ગુચી, કેલ્વિન કેલિન અને ફોસિલ જેવા બ્રાન્ડની ઘડિયાળપર પોતાની પસંદ ઉતારતા હોય છે. તેની અન્ય એક ખાસિયત છે કે આ બ્રાન્ડની ઘડિયાળોની કિંમત દોઢથી બે લાખ રૂપિયાથી શરૂ થાય છે.

દીકરાની સગાઈમાં પહેરી 40 લાખની સાડી

image source

જ્યારે કોઈ ફંક્શન હોય ત્યારે નીતા અંબાણી ખૂબ જ જાજરમાન દેખાય છે. આ સાથે તેનો સમિપ્લ લૂક પણ નીખરી આવે છે. તેમના દીકરાની સગાઈમાં તેઓએ જે સાડી પહેરી હતી તેની કિંમત 40 લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને ઘરેણા અને લિપસ્ટીકનો પણ જબરો શોખ છે. તેઓ કસ્ટમાઈઝ લિપસ્ટીકનો યૂઝ કરે છે. તેમનું ખાસ પ્રકારનું લિપસ્ટીક કલેક્શન લગભગ 40 લાખ રૂપિયાનું છે.

પ્રાઈવેટ જેટ પણ છે

image source

નીતા અંબાણીને પતિ મુકેશ અંબાણીએ 2007માં પ્રાઈવેટ જેટ ગિફ્ટ કર્યું હતું. જેમાં ફાઈવ સ્ટાર હોયલની સુવિધાઓ પણ છે. આ જેટની કિંમત 100 કરોડ રૂપિયાની હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related Posts

0 Response to "3 લાખ રૂપિયાની ચા અને 40 લાખ રૂ. ની સાડી પહેરે છે નીતા અંબાણી, આવી છે લાઈફસ્ટાઈલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel