વાસ્તુશાસ્ત્ર અનુસાર કઈ 5 વસ્તુઓ કઈ દિશામાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે ??, તે જાણો…

Spread the love

વાસ્તુશાસ્ત્રની માનીએ તો ઘરમાં રાખેલી અમુક વસ્તુઓથી આપણી કિસ્મત ચમકી જતી હોય છે પરંતુ જો તેને સાચી દિશામાં ન રાખેલી હોય તો આપણને નુકસાન થાય. ઘરમાં રાખેલા અમુક સામાનથી આપણને ફાયદો પણ થાય છે અને નુકસાન પણ થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર કઈ 5 વસ્તુઓ કઈ દિશામાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે અને આપણુ ભાગ્ય ચમકી જશે.

1) ગણેશ ભગવાનની મૂર્તિ:
જો તમારા ઘરમાં ગણેશ ભગવાનની મૂર્તિ હોય તો તેને ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. અને તમારા ઘરમાં સિંદુરી ગણેશજી ફોટો અથવા મૂર્તિ હોય તો તે શુભ માનવામાં આવે છે.

વાસ્તુ અનુસાર જો ઘરમાં ભગવાનનું મંદિર હોય તો તેને ઉત્તર પૂર્વ દિશામાં સ્થાપિત કરવું જોઈએ. જેથી ઘરમાં પોઝિટિવ એનર્જી બની રહે અને તમારા બગડેલા દરેક કાર્ય પૂર્ણ થાય.

2) તુલસીનો છોડ:
હિન્દુ ધર્મને શાસ્ત્રાનુસાર તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીના છોડ હંમેશા ઘરની ઉત્તર પૂર્વ દિશામાં લગાડવો જોઈએ. કારણકે તે શુભ માનવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં લગાડેલા તુલસીનો છોડ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સફળતાનું કારણ બને છે. જો તુલસીના છોડ હર્યોભર્યો રહે એટલે કે વ્યક્તિના જીવનમાં ભરપૂર ધન ધાન્યની ખોટ આવતી નથી.

3) સાત ઘોડાનો ફોટો:
વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી માન્યતા છે કે જો ઘરમા સાત ઘોડાનો ફોટો લગાડવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે પરંતુ જો તેને સાચી દિશામાં લગાડવામાં ન આવે તો તેની અસર આપણા ઘરમાં નેગેટિવ થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સાત ઘોડાના રથ ઉપર સવાર સૂર્યદેવનો ફોટો હોય તો તેને પૂર્વ દિશામાં લગાડવો જોઈએ. જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. અને ઘરમાં ક્યારે પણ પૈસાની તંગી થતી નથી. અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

4) ધૂપ-દીપની ઉચિત દિશા:
વાસ્તુ અનુસાર આપણે મંદિરને તો વાસ્તુ અનુસાર તે જે દિશામાં રાખી લઈએ છીએ પરંતુ ભગવાનની પૂજા દરમિયાન પૂજાની સામગ્રી જેવી કે ધૂપ દીપ અગરબત્તીને સાચી દિશામાં રાખતા નથી.

જેના કારણે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે. અને ભાગ્યના પૂરેપૂરો સાથ મળતો નથી. એટલા માટે ધૂપ દીપ અગરબત્તીને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આ દિશા અગ્નિ સંબંધિત વસ્તુઓ રાખવા માટે શુભ માનવામાં આવે છે.

5) પક્ષીઓના ફોટા:
ઘણા બધા લોકોને પક્ષીઓના ફોટા રાખવાનો ખુબ જ શોખ હોય છે. પક્ષીઓના ફોટા લગાડવા માટે પણ વાસ્તુ અનુસાર તેની દિશાનો ધ્યાન રાખવાનું હોય છે.

ઘરમાં અને બેઠક હોલમાં ઉડતા પક્ષીઓના ફોટો લગાડો શુભ માનવામાં આવે છે. ઊડતા પક્ષીના ફોટો ઘરના સદસ્યોને ઉર્જા પ્રદાન કરે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Related Posts

0 Response to "વાસ્તુશાસ્ત્ર અનુસાર કઈ 5 વસ્તુઓ કઈ દિશામાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે ??, તે જાણો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel