કપલમાં જવું હોય કે ફેમિલી સાથે, આ છે વિશ્વના સૌથી બેસ્ટ ટુરીસ્ટ ડેસ્ટિનેશન, જ્યાં પગ મુકતાની સાથે જ તમે થઇ જશો રિલેક્સ
કોરોનાકાળમાં સૌથી વધુ નુકશાન થયું હોય તે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી છે. નોંધનિય છે મોટા ભાગે લોકો વેકેશનમાં વિદેશમાં ફરવા જતા હોય છે. એવામાં તમારા મનમાં સવાલ થાય કે વિશ્વના એવા ક્યાં ડેસ્ટિનેશન છે જ્યાં લોકો વધુ ફરવા જવાનું પસંદ કરે છે. તો આજે અમે તમને એવા પર્યટકો વિશે જણાવીશું કે લોકો ફરવા જવાનું વધુ પસંદ કરે છે. આ યાદી ટ્રીપ એડવાઈઝર્સે ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ 2021માં બહાર પાડવામાં આવી છે. તેમને જણાવી દઈએ કે આ લિસ્ટમાં ઈન્ડોનેશિયાનું બાલી શહેર વિશ્વના પર્યટકોનું પહેલી પસંદ છે. તો તરફ આ લિસ્ટમાં ભારતના પણ ત્રણ મોટા શહેરોને સ્થાન મળ્યું છે, તો ચાલો જાણીએ વિશ્વના ટોપ ટૂરીસ્ટ ડેસ્ટિનેશન વિશે.
બાલી (ઈન્ડોનેશિયા)

આ લીસ્ટમાં પહેલુ નામ ઈન્ડોનેશિયાના બાલીનું છે. ઈન્ડોનેશિયાનું બાલી શહેર પર્યોટતોની પહેલી પસંદ છે તેવી સુંદરતા કોઈ સ્વર્ગથી કમ નથી. આ જ કારણ છે કે અમેરિકાની પ્રસિદ્ધ ટ્રાવેલ વેબસાઈટ TripAdviserની ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડના લિસ્ટમાં બાલી સૌથી જાણીતા ડેસ્ટીનેશન તરીકે સ્થાન મળ્યું છે. તમને જણાવી દઈએ કે બાલી એક સુંદર શહેર છે. નોંધનિય છે કે આખા વર્ષ દરમિયાન પર્યટકો આવતા રહે છે. તમને જણાલી દઈએ કે, આ સ્થળ તેમના સુંદર સમુદ્ર કિનારા માટે જાણીતી છે.
લંડન (યુનાઈટેડ કિંગ્ડમ)

આ લીસ્ટ બીજા સ્થાને છે યુકેનું લંડન શહેર, મોટા ભાગના પર્યટકો જીવનમાં એક વાર યુરોપીયન દેશોમાં ફરવા જવાનું સપનું જોતા હોય છે. યુરોપીય દેશમાં લંડન સૌથી હોટ ફેવરીટ છે. તમને જણાવી દઈએ કે લંડનને સપનાઓની દુનિયા કહેવામાં આવે છે. લંડન શહેર ત્યાના લોકોના અતરંગી મિજાજ અને શાનદાર લાઈફસ્ટાઈલ માટે જાણીતું છે આ ઉપાંરત લંડન શહરે થોડું મોંઘું પણ છે છતા પણ લોકો અહી જવા તલપાપડ રહે છે.
દુબઈ (યુએઈ)

દુબઈનું નામ આવતા આપણ મનમાં ઉંચી ઉંચી બિલ્ડિગોનું શહેર આવી જાય છે. નોંધનિય છે કે, પહેલી નજરમાં દુબઈ તમને કદાચ ઉંચી ઈમારતોવાળું એક વ્યસ્ત શહેર તરીકે ઓળખતા હશો, પરંતુ તમને જણાવી દઈએ કે, આ શહેરમાં પર્યટકોને ફરવા માટે ઘણા સ્થળો ઉપલબ્ધ છે. જેમા ઊંટની સવારીથી લઈને બેલે ડાન્સ ઉપરાંત હાઈરાઈઝ બિલ્ડિંગના નજારા સાથે દીદાર સાથે શાહી ખાન-પાન સુધી આવી દરેક વસ્તુ દુબઈની સુંદરતામાં વધારો કરે છે.
પેરિસ (ફ્રાન્સ)
ફ્રાન્સના પેરીશને તેની ફેશન માટે ઓળખવામાં આવે છે. નોંધનિય છે કે, પેરીસને સિટી ઓફ રોમાન્સ તરીકે ઓળખવામાં આવે છે. પેરીસ શહેર દુનિયાની સાત અજાયબીઓમાંનું એક છે, ખાસ કરીને યુવાઓ માટે આ શહેર હોટ ફેવરીટ છે.
રોમ-(ઈટલી)

આ યાદીમાં ઈટાલીના રોમને પણ સ્થાન મળ્યું છે. તમને જણાલી દઈકે રોમના પ્રાચીન લોકો દ્વારા આ શહેરને અનાદિ નામ આપવામાં આવ્યું છે. નોંધનિય છે કે પર્યટકો માટે રોમ સૌથી પસંદગીના સ્થળમાનું એક છે. રોમના સ્મારકો અને ઐતિહાસિક સ્થળોને જોવા માટે લોકો દુનિયાભરમાંથી આવે છે. નોંધનિય છે બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂંટિંગ પણ રોમમાં કરવામાં આવી છે.
હનોઈ (વિયેટનામ)

તો બીજી તરફ વિયેટનામનું હનોઈ શહેર પણ દુનિયાના પસંદગીના સ્થળોમાનું એક છે. અહીં જોવા લાયક સ્થળોની વાત કરીએ તો અહીં ઐતિહાસિક મ્યૂઝીયમ અને ઓપેરા હાઉસથી લઈને આકર્ષક મંદિર હનોઈની સુંદરતમાં વધારો કરે છે. ઓછા બજેટમાં તમે ઘણી મોજ માણી શકે છે.
બેંગકોક-(થાઈલેન્ડ)

ભારતના લોકો માટે બેંગકોક સૌથી પસંદગીનું સ્થળ છે. બેંગકોક થાઈલેન્ડની રાજધાની છે. પોતાના સુંદર ડેસ્ટીનેશન માટે આ જગ્યા આખી દુનિયામાં જાણીતી છે. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડની નાઈટ ખુબ સુંદર હોય છે. નોંધનિય છે કે, મોટાભાગના ભારતીયો માટે બેંગકોક જ તેમનું પહેલું ઈન્ટરનેશનલ ટુરીસ્ટ સ્થળ છે. આમ પણ ભારતનું નજીકનું સ્થળ હોવાથી લોકોની પહેલી પસંદ રહે છે.
બાર્સેલોના (યુરોપ)

આમ તો સમગ્ર યુરોપ પર્યટકો માટે પહેલી પસંદ રહ્યું છે. નોંધનિય છે કે યુરોપના સૌથી ફેમસ સ્થળોમાં બાર્સેલોનાની ગણતરી થાય છે. બાર્સેલોનામાં જોવા માટે અનેક દર્શનિય સ્થળો છે. બાર્સેલોનામાં જોવા લાયક સ્થળની વાત કરીએ તો સુંદર સમુદ્ર કિનારો, લઝીઝ ભોજન અને ત્યાના ખુશમિજાજ લોકો તમારા પ્રવાસની મજા વધારી શકે છે.
ઈસ્તાંબુલ (તુર્કી)

તમને જણાવી દઈએ કે તુર્કી દુનિયાનું એકમાત્ર શહેર છે, જે બે મહાદ્વીપોની વચ્ચે આવેલુ છે. નોંધનિય છે કે તુર્કીના સૌથી મોટા શહેર ઈસ્તાંબુલમાં વિવિધ પ્રકારની સંસ્કૃતિઓના લોકો વસવાટ કરે છે. ઈસ્તાંબુલ શહેર પોતાની ઐતિહાસિક ધરોહર અને પરંપરાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. લોકો અહીં મોટી સંખ્યામાં ફરવા માટે આવે છે.
હોઈ એન, (વિયેટનામ)

તમને જણાવી દઈએ કે, હોઈ એન વિયેટનામનું એક અસાધાહરણ શહેર ગણાય છે. નોંધનિય છે કે વિયેટનામ પહોંચ્યા પછી હોઈ એન સુધી જવા માટે કોઈ એરપોર્ટ કે રેલવે સ્ટેશન પણ નથી. અહીં જવા માટે માર્ગ દ્વારા જઈ શકાય છે. અહી આવતા ટુરીસ્ટો આ જગ્યા ખુબ પસંદ આવે છે.
સિએમ રીપ, (કમ્બોડિયા)

કમ્બોડિયાનું નામ આવતા જ આપણા મનમાં મંદીરોની ભવ્યતા જોવા મળે છે. કમ્બોડિયાનું સિએમ રીપ પોતાના અલગ મંદિરો, પ્રાચીન ગુફાઓ અને અદ્દભૂત જળમાર્ગો માટે દુનિયાભરમાં પોતાની છાપ છોડે છે. તમને જણાવી દઈએ કે, સિએમ રીપને દક્ષિણ-પૂર્વ એશિયાનું આભૂષણ કહેવામાં આવે છે. નોંધનિય છે કે, આ સ્થળ પર લોકોને મળેલા સન્માનને ટૂરીસ્ટ યાદ રાખે છે. સિએમ રીપથી આશરે ચાર માઈલ દૂર અંગકોર વાટ મંદિર આવલુ છે, અંગકોર વાટ મંદિર શહેરનું સૌથી મોટું પર્યટન સ્થળ પણ છે. આ મંદિરની ભવ્યતા જોવા માટે દુનિયાભરના લોકો આવે છે.
મારાકેચ, (મોરક્કો)

વિશ્વ પ્રસિદ્ધ મારાકેચ શહેર લોકોની પસંદગીના શહેરમાનુ એક સ્થળ છે. નોંધનિય છે કે મોરક્કોના મારાકેચ એક એવું શહેર છે જ્યાં જવાની ઈચ્છા મોટા બાગવા પર્યટકોના મનમાં હોય છે. જો તમે આ શહેરમાં ફરવા જાન તો અહીંના સ્નાનાગાર તમને એક ખાસ અનુભવ કરાવશે. લોકો દૂર દૂરથી અહી સ્નાનાગારની મુલાકત લેવા આવે છે.
ફુકેટ, (થાઈલેન્ડ)
તમને જણાવી દઈએ કે જો તમને દરિયા કિનારે ફરવાનો શોખ હોય તો તમારે માટે આ જગ્યા કોઈ જન્નતથી કમ નથી. દરિયાના શોખીનો માટે થાઈલેન્ડના ફુકેટથી સારી કોઈ જગ્યા વિશ્વમા ક્યાંય હોય જ ના શકે. તો બીજી તરફ અન્ય આક્રશણની વાત કરીએ તો સફેદ રેતી, સ્વાદિષ્ટ ખજૂર, આકર્ષક સમુદ્ર કિનારો તમારો થાક ઉતારી દેશે. આ શહેરની મુલાકાત કાયમીનું શંભારણુ બની રહેશે.
નવી દિલ્હી- (ભારત)

નોંધનિય છે કે વિશ્વના જે બેસ્ટ ટુરિસ્ટ પ્લેસની યાદી જાહેર કરાય છે તેમા દેશની રાજધાની દિલ્હીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હી વિશ્વના સૌથી પસંદગીના સ્થળોમાંનું એક છે. આ શહેર તેની ઐતિહાસિક ઈમારતો માટે જાણીતુ છે. લાલ કિલ્લો હોય છે પછી કુતુબ મિનાર. દર વર્ષે લાખો લોકો આ શહેરની મુલાકાત લેવા આવે છે. આ ઉપરાંત આ શહેરમાં ભવ્ય મંદિર, ખરીદી માટે મોટા મોટા શોપિંગ મોલ આ શહેરની સુંદરતામાં વધારો કરે છે. તો બીજી તરફ લોકોને વધુ જો કોઈ આકર્ષિત કરતું હોય તો તે આ અહિયાંનું સ્ટ્રીટ ફૂડ. અહિયા ખાવાનો સ્વાદ લોકો આજીવન ભુલી શકતા નથી.
ઉદેપુર, (ભારત)

વિશ્વના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાં રાજસ્થાનના બે શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં આવેલું ઉદેપુર ઐતિહાસિક શહેર છે. આ શહેરના જોવા લાયક સ્થલોની તો વાત કરીએ તો ત્યાના ઐતિહાસિક કિલ્લા, ભવ્ય મહેલો, પ્રાચીન મંદિરો, સંગ્રહાલયો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. ભારતની ઐતિહાસિક ધરોહરને સાચવીને બેઠેલા આ શહેર સમય વિતાવવો દરેક ટુરિસ્ટ માટે એક શંભારણુ બની રહે છે.
જયુપર, (ભારત)
આ લીસ્ટ રાજસ્થાનના પિંક સીટી તરીકે ઓળખાતા જયપુરનો પણ સમાવેશ કરાયો છે. વિશ્વભરમાં જયપુર પિંક સીટી તરીકે ઓળખાય છે. આ શહેરને આકર્ષણોની વાત કરીએ તો જયપુરમાં મહેલોની વિરાસત અને દર્શનીય સ્થળો લોકોનું મન મોહી લે છે. તો બીજી તરફ અહી આવતા પર્યચકોને શહેરના જૂના રસ્તાઓ પર ફરવાનું ઘણુ ગમે છે. નોંધનિય છે કે જયપુરનો આકાશી નજારો પણ જોવા લાયક છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "કપલમાં જવું હોય કે ફેમિલી સાથે, આ છે વિશ્વના સૌથી બેસ્ટ ટુરીસ્ટ ડેસ્ટિનેશન, જ્યાં પગ મુકતાની સાથે જ તમે થઇ જશો રિલેક્સ"
ટિપ્પણી પોસ્ટ કરો