દીકરાના કારણે ટેન્શનમાં રહેતી ગૌરી ખાન માટે સુહાના ખાને લખ્યો સુંદર મેસેજ

બોલિવૂડના લોકપ્રિય અને સૌથી વધુ ચર્ચામાં રહેતા કપલમાંથી એક છે ગૌરી ખાન અને શાહરુખ ખાન. બોલિવૂડ કિંગ શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનનો આજે જન્મદિવસ છે. ગૌરી ખાન હાલ તો દીકરા આર્યન ખાનને લઈને ટેન્શનમાં છે, તેવામાં દીકરી સુહાનાએ તેના માટે ખાસ પોસ્ટ શેર કરી છે.

image socure

શાહરુખ ખાન અને ગૌરી ખાનની લવસ્ટોરી, તેમના લગ્ન અને ગૌરી ખાનની સફળતા હંમેશા ચર્ચાનો વિષય રહી છે. ગૌરી ખાન બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી છે પરંતુ તે હંમેશા ફિલ્મી પડદેથી દૂર રહી છે. મોટાભાગના લોકો તેને શાહરુખ ખાનની પત્ની તરીકે જ ઓળખતા હશે પરંતુ ગૌરી ખાન સફળ બિઝનેસ વુમન છે જેની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાય ચુકી છે.

image source

ગૌરી ખાનનો આ વર્ષનો જન્મદિવસ તેના દીકરાની ધરપકડના કારણે ખાસ રહ્યો નથી પરંતુ તેમ છતા દીકરી સુહાના ખાને તેની માતાના આ ખાસ દિવસને સ્પેશિયલ બનાવી દીધો છે. જેની ચર્ચા સોશિયલ મીડિયામાં સખત રીતે થઈ રહી છે. સુહાના ખાને એક પોસ્ટ શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.

image socure

શાહરુખ અને ગૌરીની દીકરી સુહાના આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ થઈ છે. તે પોતાની પોસ્ટ શેર કરે છે અને ચર્ચામાં છવાઈ જાય છે. સુહાના ખાન આમ તો શાહરુખ ખાનની લાડકી છે પરંતુ તે પોતાની માતા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. ગૌરી ખાનનો આજે 51મો જન્મદિવસ છે ત્યારે સુહાના ખાને તેના માતાપિતાની જૂની તસવીર શેર કરી છે અને સાથે જ પોતાની માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

image soucre

ગૌરી ખાન માટે શેર કરેલી પોસ્ટમાં સુહાનાએ લખ્યું છે કે, હૈપ્પી બર્થ ડે માં, આ સાથે તેણે હાર્ટવાળી ઈમોજી પણ શેર કરી છે. સુહાનાની આ પોસ્ટમાં ફેન્સ અને ગૌરી ખાનના મિત્રો પણ કોમેન્ટ કરી તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ગૌરી ખાન એક સફળ બિઝનેસ વુમન પણ છે.

image soucre

શાહરુખ ખાને પણ અનેકવાર સ્વીકાર્યું છે કે તેની સફળતામાં ગૌરી ખાનનો સૌથી મોટો ફાળો છે. ગૌરી ખાન મૂળ દિલ્હીની છે. ગૌરી ખાને શાહરુખ ખાનની ફિલ્મી કારર્કિદીને આગળ વધારવામાં ખૂબ સપોર્ટ અને મહેનત કરી છે અને સાથે જ પોતાની કારર્કિદીને સફળ બનાવી છે.

Related Posts

0 Response to "દીકરાના કારણે ટેન્શનમાં રહેતી ગૌરી ખાન માટે સુહાના ખાને લખ્યો સુંદર મેસેજ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel