પાપા સૈફ સાથે નાના ભાઇ અને મોમને મળવા હોસ્પિટલ પહોંચ્યો તૈમૂર, જોઇ લો તસવીરોમાં ખાસ
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને પોતાના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. આ ખબર આવતાની સાથે જ ફેન્સમાં ખુશીની લહેરખી વ્યાપી ગઈ છે. સોશિયલ મીડિયા પર ચારેબાજુથી શુભકામનાઓ મળી રહી છે. એ દરમિયાન સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના મોટા દીકરા તૈમુર અલી ખાનને બ્રિચ કેન્ડી હોસ્પિટલની બહાર જોવામાં આવ્યા છે. એ કારમાં પોતાની નેની સાથે દેખાયા.
તૈમુર અલી ખાનને બ્રિચ કેન્ડી હોસ્પિટલની બહાર જોયા પછી એવો અંદાજો લગાવી શકાય છે કે કરિનાની બીજી ડિલિવરી પણ અહીંયા જ થઈ છે. તો તૈમુરનો જન્મ પણ આ જ હોસ્પિટલમાં 20 ડિસેમ્બર 2016ના રોજ થયો હતો. ચાર વર્ષ પહેલા તૈમુરના જન્મ સમયે પણ લોકોમાં આવો જ ઉત્સાહ જોવા મળ્યો હતો.

જ્યાં એક બાજુ કરીના કપૂર અને સૈફ અલી ખાન બીજીવાર માતાપિતા બન્યા છે તો તૈમુર અલી ખાન પણ હવે મોટા ભાઈ બની ગયા છે. તૈમુરના જન્મ સમયે લોકોમાં જેટલી એક્સાઇટમેન્ટ જોવા મળી હતી એને આજે પણ ભુલાવી નથી શકાતી. કરીના કપૂર અને સૈફ અલી ખાનનું પહેલું બાળક હોવાના કારણે પણ લોકોમાં તૈમુરને લઈને ઘણી જ ઉત્સુકતા હતી.

તૈમુરના જન્મ પછી એની પહેલી ઝલક માટે લોકો તરસી ગયા હતા. પછી જ્યારે હોસ્પિટલમાંથી કરીના કપૂર અને તૈમુરનો પહેલો ફોટો સામે આવ્યો તો ફેન્સ ઘણા જ ખુશ થયા હતા. હાલ પણ લોકો કરીના કપૂરના બીજા બાળકના ફોટાની રાહ જોઈ રહ્યા છે.
તૈમુર પેપરાજીનો ફેવરેટ સ્ટારકિડ છે. એ પહેલો એવો સેલિબ્રિટી કિડ છે જેને આખી દુનિયા ઓળખે છે અને પ્રેમ પણ કરે છે. તૈમુરની દરેક મસ્તી અને ભોળપણ સોશિયલ મીડિયા વાયરલ થયા કરે છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાનના પહેલા દીકરા તૈમુર બાળપણથી જ પેપરાજીથી ઘેરાયેલા રહે છે. આ જ કારણ છે કે તૈમુર ખૂબ જ કેમેરા ફ્રેન્ડલી પણ છે.એ ઘણીવાર પેપરાજીને જોઈને રિસ્પોનસ પણ કરતા દેખાય છે.

તો પરિવારમાં પણ તૈમુરને ચારેબાજુથી ભરપૂર પ્રેમ મળે છે. પછી એ પટોડી પરિવારમાંથી સારા અને ઇબ્રાહિમ અલી ખાન હોય કે પછી કપૂર ખાનદાનમાંથી રણબીર કપૂર, આદર જૈન, અરમાન જૈન, કરિશ્મા કપૂર વગેરે હોય. તૈમુર પટોડી અને કપૂર પરિવાર સિવાય પણ ઇન્ડસ્ટ્રીના અન્ય સેલિબ્રિટી ફેમીલી વચ્ચે પણ ઘણા જ પોપ્યુલર છે.
તમને જણાવી દઈએ કે કરીના કપૂરે રવિવારે એટલે કે આજે સવારે પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો છે. એ સાથે જ સેલેબ્સ અને ફેન્સ ચારે બાજુથી એમને શુભકામનાઓ મોકલી રહયા છે. ફેન્સ તરફથી તો દીકરાના નામ માટે સજેશન પણ આવી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "પાપા સૈફ સાથે નાના ભાઇ અને મોમને મળવા હોસ્પિટલ પહોંચ્યો તૈમૂર, જોઇ લો તસવીરોમાં ખાસ"
ટિપ્પણી પોસ્ટ કરો