દહીં-કિશમીશ ડાયાબિટીસના દર્દીઓ માટે છે ઉત્તમ, બોલિવૂડ સ્ટાર્સના ન્યૂટ્રિશનિસ્ટ પાસેથી જાણો દહીં-કિશમીશ બનાવવાની સાચી રીત
બોલિવૂડના કેટલાય સ્ટાર ન્યૂટ્રિશનિસ્ટ રૂજૂતા દિવેકરની સલાહ પર પોતાના ખાન-પાન નક્કી કરતા હોય છે. રૂજૂતા દિવેકર સોશિયલ મીડિયા પર ફેન્સ માટે ડાઈટની જરૂરી ગાઈડલાઈન શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા જ તેણે દહી કિશમીશના ફાયદા બતાવતા તેને બનાવવાની અને ખાવાની યોગ્ય રીત જણાવી હતી.

દહીંનું સેવન સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક રહે છે. સુપર ફૂડ કહેવાતા દહીંનું સેવન જો તમે લંચમાં કરો છો તો આ ખૂબ જ ફાયદાકારક રહે છે. દૂધના મુકાબલે દહીં જલદી પચી જાય છે. જેથી લોકોને પેટની પરેશાનીઓ, જેમ કે અપચો, કબજિયાત, ગેસ વગેરે બિમારીઓથી છુટકારો મળે છે. તેમાં પાચનને સારું કરનાર સારા બેક્ટેરિયા મળી આવે છે. સાથે જ તેમાં ક્વોલિટી પ્રોટીન પણ મળી આવે છે. આગળ વાંચો દહીંથી થનાર ફાયદાઓ વિશે વિસ્તારપૂર્વક.
પાચન શક્તિ વધારે

દહીંનું નિયમિત સેવન શરીર માટે અમૃત સમાન ગણવામાં આવે છે. અને પાચન માટે સૌથી મહત્વપૂર્ણ છે. પાચન ક્રિયા બરાબર ન હોવાથી તમે બિમારીઓનો શિકાર થઇ જાવ છો. એટલા માટે આ લોહીની ઉણપ અને નબળાઇ દૂર કરે છે. તેનું સેવન પેટમાં થનાર ઇન્ફેક્શનથી પણ બચાવે છે. સાથે જ જે લોકોને ઓછી ભૂખ લાગે છે તે લોકો માટે ફાયદાકારક છે.
મોંઢાના છાલાથી રાહત
દહીંની મલાઇને મોંઢાના છાલા પર દિવસમાં 2-3 વખત લગાવવાથી છાલાની પરેશાનીમાં રાહત મળે છે. દહીં અને મધને બરાબર માત્રામાં મિક્સ કરીને સવાર-સાંજે સેવન કરવાથી મોંઢાના છાલા દૂર થઇ જાય છે. જો તમારી પાસે મધ નથી તો ખાલી દહીં પણ ચાલશે.
હેલ્ધી દિલ

દરરોજ જમવામાં દહીંને સામેલ કરવાથી તમારું દિલ મજબૂત રહેશે અને ઘણી બિમારીઓથી બચાવી શકશો. કારણ કે કોલેસ્ટ્રોલની વધુ માત્રા લોહીના પ્રવાહને પ્રભાવિત કરે છે અને વ્યક્તિને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનો ખતરો રહે છે. એવામાં ફેટ મુક્ત દહીં લોહીમાં બનનાર કોલેટ્રોલની માત્રાને ઓછી કરે છે. અને બ્લડ પ્રેશરની સમસ્યાને પણ દૂર રાખે છે. દહીં ખાવાથી હદય રોગ, હાઇ બ્લડ પ્રેશ અને ગુદા
માર્ગની બિમારી થતી નથી.
દાંત અને હાડકાંને મજબૂત બનાવે

દહીંનું સેવન દાંતો અને હાડકાંઓ માટે પણ સારું ગણવામાં આવે છે, કારણ કે શરીર માટે બધા ડેરી ઉત્પાદો સારા ગણવામાં આવે છે પરંતુ દહીમાં પ્રચુર માત્રામાં મળી આવતાં કેલ્શિયમ અને ફોસ્ફોરસ હાડકાં અને દાંતોને મજબૂતી આપે છે.
મોટાપો ઓછો કરે
દહીંના સેવનથી શરીરની ફાલતૂ ચરબીને દૂર કરી શકાય છે, કારણ કે તેમાં મળી આવનાર કેલ્શિયમ શરીરને ફૂલતાં અટકાવે છે. એટલા માટે ડોક્ટર પણ મોટાપાગ્રસ્ત લોકોને ખાસકરીને દહીંનું સેવન કરવાની સલાહ આપે છે.
સુંદર વાળ માટે

વાળને સુંદર, મુલાયમ અને આકર્ષક બનાવવા માટે દહીં અથવા છાસ વડે વાળને ધોવાથી ફાયદો મળશે. તેના માટે નહાતા પહેલાં વાળમાં દહીં વડે સારી રીતે માલિશ કરવી જોઇએ. થોડા સમય બાદ ધોવાથી ડેંડરફ દૂર થઇ જાય છે.
લૂ નો રામબાણ ઇલાજ
ગરમીની સિઝનમાં લૂ લાગવી અને શરીરમાં પાણીની માત્રા ઓછી થવી ખૂબ સામાન્ય વાત છે. એટલા માટે ગરમીમાં બહાર જતાં પહેલાં અને આવ્યા પછી એક ગ્લાસ છાછમાં શેકેલા જીરાનો પાવડર અને થોડું મરીનો પાવડર નાખીને પીવો. તેનાથી તમને લૂ લાગશે નહી અને તમારી બોડીની હીટ ઓછી થશે.
મિડ મીલમાં કરો દહી કિશમીશનું સેવન
ઘણી વાર બ્રેકફાસ્ટ અને લંચની વચ્ચે ઘણો ગેપ થઈ જતો હોય છે. જેના કારણે ખૂબ જ ભૂખ લાગતી હોય છે. ત્યારે આવા સમયે લોકો મોટાભાગે બિસ્કિટ, ચિપ્સ જેવી વસ્તુઓ ઝાપટવા લાગતા હોય છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે, આ વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. જેનાથી મોટાપો અને અન્ય લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર્સનું કારણ બની શકે છે.
ડાયાબિટીશ માટે ફાયદાકારક છે દહી કિશમીશ

ડાયાબિટીશ અને પીસીઓડી જેવી લાઈફસ્ટાઈલ બિમારીઓથી છૂટકારો મેળવવું આસાન નથી. આ બંનેમાં પોતાની ડાયટ અને એક્સરસાઈઝનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. થાયરોઈડ, પીસીઓડી અને ડાયાબિટીશ જેવી બિમારીઓમાં પણ દહીં અને કિશમીશનું સેવન કરવામાં આવે છે.
ઘરમાં કેવી રીતે બનાવશે દહીં-કિશમીશ
ઘરમાં દહી-કિશમીશ બનાવવા આસાન છે. જો તમે કોલેજ અથવા ઓફિસ જતા હોવ અને હલ્કી ભૂખ લાગે તો આને સાથે રાખો. આવો જાણીએ તેને બનાવવાની રીત…
એક કટોરીમાં ગરમ ફૂલ ફૈટ દૂધ લો.
તેમાં 5-6 કાળી કિશમીશ નાખો, આપ ઈચ્છો તો લીલી કિશમીશ પણ લઈ શકો. પછી તેમાં એક ટીપુ દહી નાખો, દૂધને સારી રીતે મિક્સ કરો.
આ મિશ્રણને 8-12 કલાક સુધી ઢાંકીને રાખો દો.
જ્યારે ટોપ લેયર એકદમ ઘટ્ટ લાગે ત્યારે તેનું સેવન કરો.
ઠંડીમાં પણ ખાઈ શકો છો દહીં
કેટલાય લોકો એવા હોય છે કે, ઠંડીની સિઝનમાં દહીંનું સેવન કરવાથી બચતા હોય છે. રૂજૂતાના જણાવ્યા અનુસારમાં ઠંડીમાં પણ દહીનું સેવન કરી શકાય છે. આ મૌસમમાં દહીનું સેવન કરતી વખતે બસ એક વાતનું ધ્યાન રાખવાનું કે, દહીં ઘરનું હોવુ જોઈએ. સારુ રહેશે કે,બજારમાં લાવેલા દહીંનો ઉપયોગ ન કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "દહીં-કિશમીશ ડાયાબિટીસના દર્દીઓ માટે છે ઉત્તમ, બોલિવૂડ સ્ટાર્સના ન્યૂટ્રિશનિસ્ટ પાસેથી જાણો દહીં-કિશમીશ બનાવવાની સાચી રીત"
ટિપ્પણી પોસ્ટ કરો