વિશ્વના આ શહેરો છે ખાસ, જ્યાંની ખાસિયતો જાણીને તમે પણ ચોંકી ઉઠશો
વિશ્વમાં અલગ અલગ દેશોના અલગ અલગ શહેરોની અલગ અલગ ઓળખ હોય છે. ત્યારે આજનાં આ આર્ટિકલમાં આપણે વિશ્વના અમુક એવા શહેરો વિશે જાણીશું જેના વિશે કદાચ તમે પહેલા ક્યારેય નહીં જાણ્યું હોય.
ગીથોર્ન

નેધરલેન્ડનો આ વિસ્તાર ઉત્તરનું વેનીસ પણ કહેવાય છે. આ આખા શહેરમાં નહેરો વહે છે જેમાં હોડીઓ ચલાવીને સ્થાનિક લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એટલે કે આ ગામમાં કોઈ રોડ રસ્તા નથી. વર્તમાનમાં આ એક પ્રખ્યાત ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પણ જાણીતું થયું છે. જો તમે પણ કઇંક નવું અને યુનિક જોવા માંગતા હોય તો આ શહેરની મુલાકાત લેજો.
કામિકાત્સુ

જાપાનનું કામિકાત્સુ શહેર ઝીરો વેસ્ટ મ્યુનિસિપાલીટી બનવા તરફ અગ્રેસર છે. આ શહેર આખા વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. અહીં રહેતા સ્થાનિકો બે દશકાથી રિસાયકલ કરવા પર ધ્યાન આપી રહ્યા છે. શહેરમાં 45 રીતે કચરાને અલગ કરવામાં આવે છે. અત્યાર સુધી તો અહીંનો ઝીરો વેસ્ટ કાર્યક્રમ ઘણો પ્રભાવી રહ્યો છે.
બેંગકાલા

ઇન્ડોનેશિયાના બાલીમાં એક નાનકડો વિસ્તાર છે બેંગકાલા. આ વિસ્તારમાં લોકો ” કાટા કોલોક ” નામની વિચિત્ર ભાષા બોલે છે જેનો અર્થ બહેરાની ભાષા એવો થાય છે. આ વિસ્તારમાં ફક્ત 44 લોકો જ રહે ક્ષહે. અસલમાં છેલ્લી છ પેઢીઓથી બેંગકાલામાં મોટાભાગના બાળકો બહેરા જ જન્મ લેતા હતા. આ માટે લોકોએ હાથના ઈશારા વડે બોલવામાં આવતી આ સ્થાનિક ભાષાને જ અહીંની સભ્યતા બનાવી લીધી છે.
હુઆંગલુ

ચીનમાં હુઆંગલુ નાકનો એક વિસ્તાર છે જે ચારે બાજુએ પહાડીઓથી ઘેરાયેલો છે. આ જગ્યા મહિલાઓના કાળા, લાંબા અને ઘેરા વાળને કારણે પ્રસિદ્ધ છે. અહીંની સ્થાનિક મહિલાઓના વાળ એટલા લાંબા હોય છે કે તેઓ આ વાળનો જ માથા પર મુગટ પણ બનાવી લે છે. આ સ્થાનિક મહિલાઓ હુઆંગલુમાં વહેતી નદીમાં પોતાના વાળ કપડાંની જેમ પાથરીને ધુએ છે.
સાંતા ક્રુઝ ડેલ ઇસ્લોતે

આ એક કેરેબિયન દ્વીપ સમૂહ છે. જ્યાં અંદાજે 1200 લોકો રહે છે. માંડ 2 ફૂટબોલના મેદાનની લંબાઈ જેવડો આ દ્વીપ વિશ્વ પર સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો પૈકી એક છે. અહીંના સ્થાનિક લોકોનું મુખ્ય કામ મત્સ્યપાલન છે. જો તમે કોઈ ફોરેન ટ્રીપ કરવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ જગ્યાએ ફરવા વિશે પણ વિચારી શકો છો.
મોનોવી અને ગ્રોસ

અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં મોનોવી અને ગ્રોસ શહેર છે. મોનોવી એટલા માટે પ્રખ્યાત છે કે આ શહેરમાં ફક્ત એક જ વ્યક્તિ રહે છે અને તે આ શહેરનો મેયર પણ છે અને ક્લાર્ક પણ. જ્યારે ગ્રોસ શહેરની સ્થિતિ પણ આવી જ છે. ગ્રોસ શહેરમાં ફક્ત બે વ્યક્તિઓ જ રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "વિશ્વના આ શહેરો છે ખાસ, જ્યાંની ખાસિયતો જાણીને તમે પણ ચોંકી ઉઠશો"
ટિપ્પણી પોસ્ટ કરો