પટૌડી પરિવારમાં ફરી ગૂંજી કિલકારીઓ, બેબોએ બીજા બાળકને આપ્યો જન્મ, સૈફ અલી ખાન ચોથા સંતાનનો બન્યો પિતા
અભિનેત્રી કરીના કપૂર ખાનએ દીકરાને જન્મ આપ્યો છે. આની સાથે જ તૈમુર અલી ખાન મોટા ભાઈ બ્નીગ્યા છે.
અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના ઘરે ખુશીઓ આવી છે. કપૂર પરિવાર અને ખાન પરિવારના સભ્યો ખુબ જ એકસાઈટેડ છે.

શનિવારના રાતના સમયે જ કરીના કપૂર ખાનને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરાવી દેવામાં આવી હતી. રવિવારના દિવસે જ કરીના કપૂર ખાનએ બાળકને જન્મ આપ્યો છે.

જાણકારી હોય કે, પ્રેગ્નેંસી દરમિયાન પણ કરીના કપૂર ખાન કામ કરતી જોવા મળી હતી.
બેબી બંપને ફ્લોન્ટ કરતા ઘણી વાર કરીના કપૂર ખાનના ફોટોસ વાયરલ થયા હતા.
કરીના કપૂર ખાનનું આ બીજું બાળક છે જયારે સૈફ અલી ખાન ચોથી વાર પિતા બન્યા છે.

નોંધનીય વાત છે કે, કરીના કપૂર ખાન પોતાના મેટરનીટીના અનુભવો વિષે એક પુસ્તક લખી રહી છે, જેનું પોસ્ટર છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે ઈન્સ્ટાગ્રામ પર જાહેર કર્યું હતું.

ત્યાં જ સૈફ અલી ખાનએ પૈટરનીટી લીવ પર હતા. સૈફ અલી ખાન પણ બાળક માટે રમકડા લઈને ઘરે જતા સ્પોટ કરવામાં આવ્યા હતા. પ્રેગ્નેંસી દરમિયાન કરીના કપૂર ખાનનો સ્ટાઈલ સ્ટેટમેન્ટ ઓનપોઈન્ટ રહ્યું. ફલોરલ ગાઉનથી લઈને કુર્તા- પાયજામા સુધીના ડ્રેસીસમાં કરીના કપૂર ખાનને મુંબઈમાં સ્પોટ કરવામાં આવી છે. એના સિવાય કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન અને તૈમુર અલી ખાન પોતાના નવા ઘરમાં પણ શિફ્ટ થઈ ગયા છે. હજી થોડાક દિવસ પહેલા જ કરીના કપૂર ખાનએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા ઘરના લૈવીશ બેડરૂમના કેટલાક ફોટોસ શેર કર્યા હતા.
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનું આ નવું ઘર પહેલા રહેતા હતા તે ઘર કરતા વધારે મોટું છે. બેબી માટે નર્સરી તૈયાર કરવામાં આવી છે. ત્યાં તૈમુર અને નાના મહેમાનના રમવાની જગ્યા પણ અલગથી બનાવવામાં આવી છે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનએ લાઈબ્રેરીમાં સ્પેશિયલ ટચ અપ્યોછે. તૈમુર અલી ખાનને જયારે કરીના કપૂર ખાનએ નાના મહેમાનના આવવાને લઈને ખુશખબરી આપી હતી તો તૈમુર અલી ખાન ખુબ જ એકસાઈટેડ થઈ ગયા હતા.
સુત્રોનું કહેવું છે કે, તૈમુર અલી ખાનને જયારે માતા- પિતાએ પ્રેગ્નેંસીને લઈને જણાવ્યું તો તેઓ ખુશીથી નાચવા લાગ્યા હતા. ખ્રેખમાં તૈમુર અલી ખાનની કઝિન ઈનાયા ખેમુની સાથે ઘણું સારું બોન્ડીંગ છે. બંને ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળે છે. કરીના અને સૈફ અલી ખાનએ તૈમુરને કહ્યું કે, હવે એમની સાથે પરમેનન્ટ રમવા માટે નાના
મહેમાન આવવાના છે.
આપને જણાવી દઈએ કે, માતા બનતા પહેલા જ કરીના કપૂર ખાનના બાળક માટે તમામ વ્યક્તિઓએ ગિફ્ટસ મોકલ્યા હતા.
0 Response to "પટૌડી પરિવારમાં ફરી ગૂંજી કિલકારીઓ, બેબોએ બીજા બાળકને આપ્યો જન્મ, સૈફ અલી ખાન ચોથા સંતાનનો બન્યો પિતા"
ટિપ્પણી પોસ્ટ કરો