LPG સિલિન્ડર પર સબ્સિડી મળી રહી છે કે નહીં, આ રીતે ઘરે બેઠાં ચેક કરી લો તમે પણ
આપણે ત્યાં ઘર વપરાશ માટે મોટાભાગે ઇંધણ માટે ઇલક્ટ્રિક ચૂલા અને ગેસ દ્વારા ચાલતા ચૂલા વાપરવાનું ચલણ છે અને આ આર્ટિકલ વાંચનારા વાંચકો પૈકી ઘણા ખરા વાંચકોના ઘરે એલપીજી ગેસ કનેક્શન હશે. અને આ અંતર્ગત ઘણા લોકો સરકારી સબસીડીનો પણ ફાયદો મેળવી રહ્યા હશે. આમ તો સબસિડીની રકમ માંડ 30 કે 35 રૂપિયા જેટલી મર્યાદિત જ હોય છે પરંતુ આટલી રકમ જો તમારા બેંક એકાઉન્ટમાં આવી રહી છે તો તેની માહિતી તમારે જાણવી જરૂરી છે.

સામાન્ય રીતે ગેસ સબસીડીની જે તે રકમ પદ્ધતિ મુજબ આપમેળે જ તમારા સંબંધિત બેંક અકાઉન્ટમાં જમા થઈ જાય છે પરંતુ બેંકની ભૂલના કારણે સબસીડીના પૈસા આપણા અકાઉન્ટમાં જમા થતા નથી. તો હવે પ્રશ્ન એ થાય કે આપણે કઈ રીતે જાણી શકીએ કે ગેસ સબીસીડીના પૈસા આપણા સંબંધિત બેંક અકાઉન્ટમાં જમા થાય છે કે નહીં ? ચાલો તેની પ્રોસેસ જાણીએ.

સૌથી પહેલા તમારા સ્માર્ટફોન બ્રાઉઝરમાં www.mylpg.in ટાઈપ કરી ક્લિક કરો. હવે તમને ગેસ કંપનીઓના સિલિન્ડરના ફોટાઓ દેખાશે જેમાંથી તમે જે ગેસ કનેક્શન ધરાવતા હોય તેના પર ક્લિક કરો.

ત્યારબાદ એક નવી વિન્ડો ઓપન થશે જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઇડરની હશે. હવે તેમાં સૌથી ઉપર એક બાજુએ સાઈન-ઇન અને ન્યુ યુઝરનો વિકલ્પ હશે. જો તમે પહેલાથી જ તમારી આઈડી બનાવી લીધી હોય તો સાઈન-ઇન કરો અને આઈડી ન બનાવી હોય તો ન્યુ યુઝર પર ક્લિક કરી નવી આઈડી બનાવી લો.

આટલું કર્યા પછી તમને એક વિકલ્પ વ્યુ સિલિન્ડર બુકીંગ હિસ્ટ્રીનું જોવા મળશે. તેના પર ક્લિક કરવાથી તમને એ માહિતી મળી જશે કે તમને કયા સિલિન્ડર પર કેટલી સબસીડી મળી છે અને ક્યારે મળી છે ? અને જો તમારા અકાઉન્ટમાં સબસીડીના પૈસા નથી આવી રહ્યા તો તમે ફીડબેકના બટન પર ક્લિક કરીને ફરિયાદ પણ નોંધાવી શકો છો.

એ સિવાય જો તમે તમારું એલપીજી આઈડીને અકાઉન્ટ સાથે લિંક ન કર્યું હોય તો તમે ડિસ્ટ્રીબ્યુટરને મળીને આ સમસ્યાનું સમાધાન કરી શકો છો. અથવા તો 18002333555 ટોલ ફ્રી નંબર પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
0 Response to "LPG સિલિન્ડર પર સબ્સિડી મળી રહી છે કે નહીં, આ રીતે ઘરે બેઠાં ચેક કરી લો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો