બોલિવૂડની અનેક હસ્તીઓ રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થવા કપૂર મેન્શન પહોંચી

બોલીવુડમાં ફરી એકવાર શોકનું મોજુ ફરી વળ્યું છે. વાસ્તવમાં અભિનેતા રાજીવ કપૂરનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આવી સ્થિતિમાં કરીના કપૂર અને કરિશ્મા કપૂર તેમના ઘરે જવા નીકળતાં જોવા મળી હતી.

કરિના કપૂર, જે ટૂંક સમયમાં પોતાના બીજા બાળકને જન્મ આપવા જઇ રહી છે, તે રાજીવના મોટા ભાઈ રણધીર કપૂરની પુત્રી છે. આ સમાચારની જાણ થતાં જ તે કાકાના ઘરે જવા રવાના થઈ ગઈ. તે જ સમયે, કરિશ્મા કપૂર પણ કપૂર મેન્શનમાં જતા જોવા મળી હતી.

બોલીવુડની જાણીતી હસ્તીઓ પહોંચી તેમના ઘરે

રાજીવ કપૂરના મોટા ભાઇ અને અભિનેતા રણધીર કપૂરને તે હોસ્પિટલ છોડતા જોવા મળ્યા જે હોસ્પિટલમાં રાજીવને દાખલ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ બોલીવુડની જાણીતી હસ્તીઓ રાજીવ કપૂરના અંતિમ સંસ્કાર માટે કપૂર મેન્શનમાં આવી રહી છે. તસવીરોમાં ચંકી પાંડે, સંજય કપૂર અને મહીપ કપૂર જોવા મળી રહ્યા છે.

રાજીવ કપૂરને હાર્ટ-અટેક આવ્યો

તમને જણાવી દઈએ કે રાજીવ કપૂરને હાર્ટ-અટેક આવ્યો હતો ત્યાર બાદ તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. રાજીવ કપૂરના નિધનથી તેમના ભાઈ રણધીર કપૂર એકદમ ભાંગી પડ્યા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા રિતુ નંદા તથા રિશી કપૂરનું નિધન થયું હતું. આ આઘાતમાંથી હજુ કપૂર પરિવાર બહાર આવે તે પહેલા જ રાજીવ કપૂરનું નિધન થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

મેં મારો નાનો ભાઈ ગુમાવી દીધો

તો બીજી તરફ રણધીર કપૂરે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, મેં મારો નાનો ભાઈ ગુમાવી દીધો. તે હવે આ દુનિયામાં નથી. નોંધનિય છે કે, ડૉક્ટર્સે તેને બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા. હાલમાં હું હોસ્પિટલમાં છું અને તેની ડેડ બૉડી મળે એની રાહ જોઉં છું. તમને જણાવી દઈએ કે રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ, 1962માં મુંબઈમાં થયો હતો.

રાજીવ કપૂર રાજ કપૂરના સૌથી નાના પુત્ર હતા. તો રણધીર-રિશી કપૂરના મોટા ભાઇ છે. તેમની ફિલ્મી સફર વિશે વાત કરીએ તો, રાજીવ કપૂરે લગભગ 14 જેટલી ફિલ્મોમાં એક્ટર તરીકે કામ કર્યું હતું, જેમાંથી એકાદ-બે ફિલ્મ જ હિટ રહી હતી. જો તેમની સફળ ફિલ્મની વાત કરીએ તો 1985માં રિલીઝ થયેલી ‘રામ તેરી ગંગા મેલી’ હતી. એક્ટિંગ સફળતા ન મળતા રાજીવ કપૂરે ડિરેક્શન અને પ્રોડક્શનમાં ઝંપલાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "બોલિવૂડની અનેક હસ્તીઓ રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થવા કપૂર મેન્શન પહોંચી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel