લગ્ન પછી અહીં પુરુષો જાય છે સાસરે, મહિલાઓને મળે છે આટલા બધા હક, જે એક દીકરી તરીકે તમારે ખાસ જાણવા જોઇએ
મિત્રો, આ વિશ્વમા સ્ત્રી સશકિતકરણની હજુ પણ વાતો જ થાય છે પરંતુ, આજે આપણે ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રાના મિનાંગકબાઉ નામના માનવ સમુદાયમા સદીઓથી સ્ત્રીઓનુ જ રાજ ચાલે છે. આ વંશજના લોકો સદીઓથી પૈતૃકપ્રધાન નહી પરંતુ, માતૃપ્રધાન હોવાથી આ સમુદાયમા પુરુષોની સ્થિતિ પણ કફોડી બની જાય છે.
અહી ઘરના નાના-મોટા બધા જ સામાજિક નિર્ણયો સ્ત્રીઓ દ્વારા જ લેવામા આવે છે. જો કોઇ સમસ્યા હોય તો તેના ઉકેલ માટે સ્ત્રીઓએ પુરુષોની સહમતિ લેવાની આવશ્યકતા પડતી નથી. પિતૃ દ્વારા મળતી સંપતિ અને વારસો ફક્ત સ્ત્રીઓને જ મળે છે. સંતાનો એ પોતાના પિતા જ નહી પરંતુ, તે ફક્ત માતાના નામથી જ ઓળખાય છે.
વિવાહ એ આપણા આ સમુદાયના લોકો માટે એક સૌથી વિશેષ પ્રસંગ છે. આ વંશજના લોકોની પરંપરા મુજબ વિવાહ પછી પુરુષોએ સાસરીયે જ જવુ પડે છે. પતિ જાણે છે કે, ઘરના અતિથીઓ હોય એવી રીતે રાખવામાં આવે છે. પતિએ ઘરના સદસ્યો માટે કમાવવા ઉપરાંત બાળકોને મોટા કરવાની જવાબદારી પણ ઉઠાવવી પડે છે.
આ કારણોસર જ ઘણા પુરુષો તો આ સમુદાય છોડીને શહેરી વિસ્તારમા આજીવિકા મેળવવા માટે જતા રહે છે. આ શહેરમા રહેતા પુરુષો જવાબદારીથી બચવા માટે ખૂબ જ લાંબા સમય પછી પોતાના ઘરે જાય તો પણ ઘરેલુ બાબતોમા કોઇ જ દખલગીરી કરી શકતા નથી.
આ સમુદાયના લોકો એવુ માને છે કે, આ પરંપરા મુજબ ૧૨ મી સદીમા શરુઆત થઇ ગઈ હતી. તેમના વંશજના એક રાજવી એ કોટુબાટુ નામના રાજયની સ્થાપના કરી હતી. આ રાજવીના મુત્યુ પછી ત્રણ રાજકુમાર અને રાજકુમારીઓ હોવા છતા પણ રાજાની પહેલી પત્ની ઇંડો જાલિતોએ રાજયની જવાબદારી સંભાળી હતી.
ત્યારબાદ તેમનામા માતૃવંશની શરુઆત થઇ ચુકી હતી. આ મિનાંગકબાઉ સમુદાયના પૂર્વજો જીવદયામા માનનારા અને પ્રકૃતિપ્રેમીઓ હતા. આપણા દેશથી હિંદુ અને બોધ્ધ ધર્મ ફેલાયો હતો અને તેના પહેલા પણ અહીં તેઓ વસવાટ ધરાવે છે. આજે પણ તેમનો સમુદાય આ પ્રાચીન માન્યતાઓ અને કાયદા કાનુનમા વધારે વિશ્વાસ ધરાવે છે છે.
તેમની અમુક પરંપરાઓ હિંદુ ધર્મને મળતી આવે છે તો અમુક ઇસ્લામ ધર્મના લોકો પણ આ પરંપરા માને છે. હજુ પણ આપણા દેશમા ઘણા એવા વિસ્તારો છે કે, જ્યા આવી પ્રાચીન પરંપરાઓને આજે પણ માનવામા આવે છે અને તેને અનુસરવામા આવે છે. આ વાતો સાંભળીને તમને પણ અંદાજ આવી જશે કે, આપણી ગામની સંસ્કૃતિ હજુ પણ કેટલી પાછળ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "લગ્ન પછી અહીં પુરુષો જાય છે સાસરે, મહિલાઓને મળે છે આટલા બધા હક, જે એક દીકરી તરીકે તમારે ખાસ જાણવા જોઇએ"
ટિપ્પણી પોસ્ટ કરો