વિશ્વનો એક એવો ખતરનાક સીડીઓવાળો જીવલેણ કુવો કે જે છે ૬૪ મીટર લાંબો…

મિત્રો, રાણી કી વાવ એ આપણા દેશના ગુજરાત રાજ્યના પાટણ જીલ્લામા સ્થિત એક ખુબ જ પ્રખ્યાત પગથીયાવાળી વાવ છે. વર્ષ ૨૦૧૮ના જુલાઈ માસમા આર.બી.આઈ. દ્વારા ૧૦૦ રૂપિયાનુ મુલ્ય ધરાવતી નોટ પર આ છબ્બી દોરવામા આવી છે અને ૨૨ જૂન, ૨૦૧૪ ના રોજ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમા તેનો સમાવેશ કરવામા આવ્યો હતો.

આ વાવા જે જગ્યાએ આવેલું છે તે પાટણ અગાઉ ગુજરાત રાજ્યની પૂર્વ રાજધાની ‘અહિલપુર’ તરીકે જાણીતુ હતુ. એવુ કહેવામા આવે છે કે, આ વાવની રચના સોલંકી શાસનના રાજા ભીમદેવ પ્રથમની યાદમા તેમની પત્ની રાણી ઉદયામતી દ્વારા વર્ષ ૧૦૬૩મા કરવામા આવી હતી.

image source

રાણી ઉદયમતીએ રા’ખેંગારની પુત્રી હતી, જે જુનાગઢના ચુડાસમા શાસક હતા. સોલંકીવંશનો સ્થાપક એ રાજા મૂળરાજ હતો. સીડીવાળા આ કુવામા ક્યારેક સરસ્વતી નદીના પાણીથી ભરાતો હતો. આ વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. આપણા દેશમા આ એક ખુબ જ અનોખી પ્રકારની વાવ છે કે, જે તમને વિશ્વમા અન્ય કોઈ જગ્યાએ જોવા મળશે નહિ.

આ વાવના આધારસ્તંભ સોલંકી રાજવંશ અને તેમના સ્થાપત્ય અજાયબીઓના સમય તરફ દોરી જાય છે. આ વાવની દિવાલો અને થાંભલાઓ પરની મોટાભાગની કોતરણી પ્રભુ નારાયણના વિવિધ પ્રકારના અવતારો જેમકે, રામ , વામન , મહિષાસુરમર્દિની, કલ્કી વગેરે તેમા સમર્પિત છે.

image source

આ વાવને વર્લ્ડ હેરિટેજની નવી યાદીમાં ઉમેરવાની ઔપચારિક જાહેરાત પણ કરવામા આવી છે. અગિયારમી સદીમા બનેલા આ વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી દ્વારા તમામ વાવની રાણીનો ખિતાબ પણ આપવામા આવ્યો છે. તે જળ વ્યવસ્થાપન પ્રણાલીઓમા તથા ભૂગર્ભ જળ સંસાધનોનો ઉપયોગ કરવાની તકનીકનુ એક શ્રેષ્ઠતમ ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.

અગિયારમી સદીની ભારતીય ભૂગર્ભ આર્કિટેક્ચરલ રચનાનુ આ એક અનોખુ અને વિશેષ પ્રકારનુ સૌથી વિકસિત અને વ્યાપક ઉદાહરણ છે. આ વાવ એ આપણા દેશમા વાવ નિર્માણના વિકાસની ગાથા બતાવે છે. આ ઉપરાંત જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ સાત માળની વાવ એ મારુ-ગુર્જર શૈલીનો પુરાવો પણ છે.

image source

આ વાવ લગભગ સાત સદીઓથી સરસ્વતી નદી ગાયબ થયા પછી ગાદમા ફન્સાયેલી હતી. તે ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણમા પાછુ શોધી કાઢવામા આવ્યુ હતુ. આપણા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાએ સાયાર્ક અને સ્કોટીસ ટેનના સહયોગથી આ વાવના દસ્તાવેજોને ડીજીટલાઈઝ પણ કરી દીધા છે, જેથી આવનાર ભવિષ્યની પેઢી પણ આ અંગે વધુ માહિતી મેળવી શકે. તો આ હતી વિશ્વની સૌથી મોટી વાવ કે જેની એકવાર તો અવશ્ય મુલાકાત લેવી જોઈએ, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "વિશ્વનો એક એવો ખતરનાક સીડીઓવાળો જીવલેણ કુવો કે જે છે ૬૪ મીટર લાંબો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel