નસીબની હદ આને કહેવાય, ‘પપ્પા હવે આપણે પ્લેનમાં હજ પઢવા જવું છે’ કહેતાં જ દીકરાનું સેકન્ડમાં મોત

ક્યારેક ક્યારેક સમાજમાં એવી ઘટના બને કે જેમાં કરૂણતાની હદ છે. આ ઘટના સાંભળીને તમને પણ રડવું આવી જશે એમાં કોઈ બે મત નથી. હાલમાં આખું ગુજરાત આ ઘટનાને લઈને ભારે દુખી છે. કારણ કે એક કુણું માખણ જેવું બાળક પોતાના જીવનને જાણે અને માણે એ પહેલાં જ ભગવાન પાસે જવું પડ્યું છે. તો આવો જાણીએ કે શું છે આ કરૂણ ઘટના. આ વાત છે સેલવાસની. એક દીકરાએ કહ્યું કે પપ્પા, જહાજમાં તો બહુ મજા આવી, તમે મને ટ્રેનમાં પણ બેસાડ્યો, હવે પ્લેનમાં હજ પઢવા ક્યારે લઈ જશો? તો સાંભળીને પિતાએ કહ્યું, થોડા પૈસા ભેગા કરીએ પછી સાથે જઈશું. બસ, આટલી વાત કરી એટલામાં રસ્તામાં ઊભેલી હાઇવા ટ્રકમાં પિતાએ બાઇક ધકેલતાં પુત્રનું મોત થયું અને હાહાકાર મચી ગયો.

image source

આ ઘટનામાં માહિતી મળી રહી છે કે પુત્રનુ મોત થયું અને સાથે જ દંપતીને ગંભીર ઈજા થઈ છે. જો કે નસીબના જોગે બે નાની દીકરીનો બચાવ થયો હતો. બાઇક પર દંપતી સહિત 5 જણ જતાં હતાં. જો પીડિતની વાત કરીએ તો બાઇકચાલક ઈરફાન હૈદર હુસૈન બુખારી ભાવનગરના મહુવામાં સાદર કોલોની સામે રહે છે. 14મી તારીખે ઈરફાન પત્ની, 6 વર્ષના પુત્ર અને દોઢ વર્ષની અને 6 મહિનાની દીકરીને ઘોઘાથી જહાજમાં બેસાડી સુરત લઈ આવ્યો હતો. સુરતમાં જહાજમાંથી બાઇક લઈ ઈરફાન પત્ની અને 3 સંતાનોને લઈ સુરતમાં સંબંધીને ત્યાં જવા નીકળ્યો હતો. એટલામાં રસ્તામાં હજીરા એનટીપીસી બ્રિજ પાસે ઊભેલી હાઈવા ટ્રકમાં પાછળથી બાઇક અથડાયું હતું, જેને કારણે દંપતી અને 6 વર્ષના પુત્રને ગંભીર ઈજાઓ થઈ હતી.

image source

જો બાળકો વિશે વાત કરીએ તો શાળામાં હાલમાં 3 દિવસની રજા હતી, જેથી પુત્રએ પિતાને કહ્યું- પપ્પા, જહાજમાં ફરવા જવું છે. તમે તો જહાજમાં સુરત જાઓ છો, પણ અમને તો કોઈકવાર લઈ જાઓ, આથી પિતા ઘોઘાથી જહાજમાં પરિવાર સાથે સાંજે હઝીરા આવ્યાં હતા. સુરત આવી સંબંધીને ત્યાંથી બસમાં સેલવાસમાં દરગાહ પર જવાના હતા, પરંતુ એ પહેલાં જ અકસ્માત નડી ગયો હતો. રાત્રિનો સમય હોય ઉપરથી ચાલકે હાઇવા રસ્તાની વચ્ચે ઊભી રાખી હતી.

image source

હાલમાં ત્રણેયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જયાં 6 વર્ષના મોહંમદ મુનજીરનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક ધો-2માં મહુવા ખાતે ભણતો હતો. ઈચ્છાપોર પોલીસે ઈરફાનની ફરિયાદ લઈ હાઇવા ટ્રકના ફરાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

Related Posts

0 Response to "નસીબની હદ આને કહેવાય, ‘પપ્પા હવે આપણે પ્લેનમાં હજ પઢવા જવું છે’ કહેતાં જ દીકરાનું સેકન્ડમાં મોત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel