આ તેલના છે અદભૂત બ્યુટી બેનિફિટ્સ, જાણો સ્કિનને રિપેર કરવા માટે કેવી રીતે કરશો આ તેલનો ઉપયોગ
સૂર્યમુખી તેલના હેલ્થ બેનિફીટ્સ વિશે તો આપણે સૌ સાંભળીએ છીએ અને જાણીએ પણ છીએ. પણ એના બ્યુટી બેનિફીટ્સ વિશે ઘણી ઓછી ચર્ચા થાય છે. તો ચાલો આજે જાણી લઈએ સૂર્યમુખીના તેલના બ્યુટી બેનિફીટ્સ.
એ સ્કિનનું લચીલાપણું ઘટાડે છે અને સમય કરતાં પહેલાં આવતી ઘડપણની નિશાનીને ઓછી કરે છે
એ સન ડેમેજથી પણ બચાવે છે.
એ ઈંફ્લેમડ સ્કિન અને ચામડી પરના સોજાને ઠીક કરે છે.
એ સ્કિનને ડિટોક્સિફાઈ કરે છે કારણ કે એ એન્ટીઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત છે. સૂર્યમુખીનું તેલ કે એના બી તમે યુઝ કરી શકો છો. એ સ્કિનની ઇમ્પ્યુરિટીઝને કાઢીને સ્કિનને હેલ્ધી ગ્લો આપે છે.
એને તમે સીધું જ સ્કિન પર લગાવી શકો છો. એની માલિશ કરવાથી સ્કિનનો ઇલસ્ટીન અને કોલાઝન જળવાઈ રહે છે. જેનાથી સ્કિનને યંગ લુક મળે છે .
એ ખીલથી બચાવ કરે છે. એનું લેયર સ્કિનને બેક્ટેરિયાથી બચાવીને સુરક્ષિત આવરણ આપે છે જેનાથી બેક્ટેરિયા સ્કિનના સીધા સંપર્કમાં નથી આવી શકતા અને ખીલ નથી થતા.
એ ખૂબ જ સારું મૌશ્ચરાઇઝર પણ છે. તમે ઈચ્છો તો તમારા મૌશ્ચરાઇઝર પ્રોડક્ટમાં આ તેલના થોડા ટીપાં ભેળવીને એને યુઝ કરી શકો છો. કે પછી એમ ઓલિવ ઓઈલ્ નાખીને ઉપયોગમાં લઈ શકો છો. આ તેલની સૌથી મોટી ખૂબી એ છે કે એ ન ફક્ત નમી આપે છે પણ લાંબા સમય સુધી નમી જાળવી રાખે છે.
દોઢ કપ સૂર્યમુખીના તેલમાં ત્રણ કપ ખાંડ નાખીને બોડી સ્ક્રબ પણ તમે તૈયાર કરી શકો છો
હુંફાળા પાણીમાં નાહ્યા પછી સૂર્યમુખીના તેલથી ચહેરા તેમજ બોડીની મસાજ કરો. એનાથી તેલ સ્કિનના ઉપરના પડ સુધી જઈને સ્કિનને પોષણ આપે છે.
એનાથી તમે આંખની આસપાસ પણ મસાજ કરી શકો છો જેનાથી ત્યાંની સ્કિનની ઝીણી રેખાઓ ઓછી થઈ જશે અને સ્કિન હેલ્ધી બની જશે.એ બીજા બધા તેલની સરખામણીમાં પાતળું હોય છે જેનાથી મસાજ કરવું વધુ સરળ બને છે અને એ સરળતાથી સ્કિનમાં સમાઈ પણ જાય છે. એ ઓલિવ ઓઇલ જેટલું જ ફાયદાકારક છે. અને એની સરખામણીએ ઘણું સસ્તું પણ છે.
તમારા નહાવાના પાણીમાં પણ તમે ઈચ્છો તો એને મેળવી શકો છો.
એ સ્કિનમાં નિખાર લાવે છે. એનાથી મસાજ કરવાથી સ્કિનનો રંગ ઉઘડે છે.
વિટામિન ઈથી ભરપૂર હોવાના કારણે એ વાળ માટે પણ ખૂબ જ હેલ્ધી હોય છે. એ વાળ ખરતા રોકે છે અને વાળને મજબૂત અને સ્વસ્થ બનાવે છે.
એ ફ્રીઝી વાળ માટે પણ ફાયદાકારક છે અને એ નેચરલ કન્ડિશનરનું કામ કરે છે.
સ્કિન ઇન્ફેક્શનમાં પણ એ ખૂબ જ લાભદાયક છે. સ્કિનમાં બળતરા, ખંજવાળ અને એક્ઝિમાં જેવી તકલીફોને એ મટાડે છે.
એ દાંતને પણ હેલ્ધી રાખે છે. એને થોડીવાર સુધી મોઢામાં ભરી રાખીને કોગળા કરવાથી પ્લાક જેવી તકલીફો પણ દૂર થઈ જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આ તેલના છે અદભૂત બ્યુટી બેનિફિટ્સ, જાણો સ્કિનને રિપેર કરવા માટે કેવી રીતે કરશો આ તેલનો ઉપયોગ"
ટિપ્પણી પોસ્ટ કરો